જામનગરના એક લાખથી વધુ લોકોનો સમય અને ઇંધણની બચત થશે તેવી સુવિધા બસ હવે ગણતરીના દિવસોમાં જ મળી જશે, અમે વાત કરી રહ્યા છીએ જામનગરમાં દિગજામ સર્કલથી એરપોર્ટ રોડ પર બનેલા રેલવે ઓવરબ્રિજની.
Sanjay Vaghela, Jamnagar: જામનગર (Jamnagar) ના એક લાખથી વધુ લોકોનો સમય અને ઇંધણની બચત થશે તેવી સુવિધા બસ હવે ગણતરીના દિવસોમાં જ મળી જશે, અમે વાત કરી રહ્યા છીએ જામનગરમાં દિગજામ સર્કલથી (Digjam circle) એરપોર્ટ રોડ પર બનેલા રેલવે ઓવરબ્રિજ (Railway overbridge)ની. આમતો આ બ્રિજનું કામ વહેલું પુર્ણ થઇ જાત, પરંતુ કોરોનાને કારણે કામ બંધ કરવું પડ્યું હતું. જોકે હવે આ બ્રિજનું કામ 95 ટકા પુર્ણ થઇ ચૂક્યું છે અને ટૂંક સમયમાં જ તે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારોમાં ટ્રાફિક (Traffic) નું ભારણ ઘટાડવા માટે છેલ્લા કેટલાક દિવસથી મોટાભાગના શહેરોમાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે. બ્રિજની સુવિધાથી લાંબાગાળે શહેરવાસીઓને ફાયદો થતો હોયછે.
આ રેલવે બ્રિજની શું છે ખાસિયત ?
જામનગરમાં દિગ્બામ સર્કલથી એરફોર્સ રોડ પરના ઓવરબ્રીજનું કામ ગત તા. 16-9-2019 ના શરૂ થયું હતું. આ કામ બે વર્ષમાં એટલે કે તા.16-9-2021ના પૂર્ણ કરવાનું હતું. પરંતુ કોરોનાકાળના કારણે બ્રીજની કામગીરી 7 મહિના બંધ રહેતા મુદત વધારી તા.31-3-2022 કરવામાં આવી હતી. ત્યારબાદ રેલવે વિભાગનું કામ બાકી રહેતા મુદત વધારી તા.31-5-2022 કરવમાં આવી હતી. પુલનું સીવીલ કામ મહંદઅંશે પૂર્ણ થયું છે.
હાલમાં કલરકામ, સર્વિસ રોડ સહિતની કામગીરી ચાલી રહી છે. આ રેલવે બ્રિજના પ્રોજેક્ટ માટે 30 કરોડ રકમ મંજૂરી થઇ હતી. આ બ્રિજની 601 રનીંગ મીટર કુલ લંબાઇ છે, 76 મીટર રેલવે વિભાગના બ્રીજની લંબાઇ, 525 મીટર બંને બાજુના એપ્રોચ પોર્શન બ્રીજની લંબાઇ, 7.50 મીટર ટુ-લેન બ્રીજની પહોળાઇ, 0.45 મીટર આરસીસી ક્રેશ બેરિયર ઓવરબ્રિજની બંને બાજુ.
રેલવે બ્રિજ બનવાથી સૌથી વધુ કોને ફાયદો થશે?
ઉલ્લેખનીય છે કે એક પછી એક કોરોનાની ત્રણ લહેરને લીધે બ્રિજની કામગીરી ખોરવાઈ હતી, એટલું જ નહીં અંદાજે 7 મહિના કામગીરી બંધ પણ રાખવી પડી હતી, હાલ આ બ્રિજનું 95 ટકા કામ પુર્ણ થઇ ચૂક્યું છે, માત્ર રેલવે વિભાગની કામગીરી બાકી રહેતા પુલની કામગીરીની મુદત વધારીને તા.31-5-2022 કરવામાં આવી હતી.
આ રેલવે ઓવરબ્રીજ તૈયાર થવાથી એરફોર્સ તેમજ રીંગ રોડ પર વિકસિત દ્વારકાધીશ રેસીડન્સી, રવિપાર્ક, નીલકંઠ ધામ, બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં રહેતા 1 લાખ જેટલા લોકોને જામનગર શહેર સાથે સીધી કનેકટીવીટી મળશે. આથી સમય અને ઇંધણની બચત થશે.
પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં જાણીતા વિસ્તાર દિગજામ સર્કલથી એરફોર્સ રોડ પર ખુબ જ ટ્રાફિકનું ભારણ હતું, આ પાછળનું કારણ ટોચની ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હજારો લોકો આ રોડ પરથી જ દરરોજ અપડાઉન કરે છે, ત્યારે આ રોડ પર એલ.સી.નં.199 પરનો રેલવે ઓવરબ્રીજનું 95 ટકા ઉપરનું કામ પૂર્ણ થતાં બ્રીજ તૈયાર થઇ ગયો છે.
પુલની ડીઝાઇન અમદાવાદની કન્સલ્ટન્ટ પેઢીએ ડીઝાઇન કરી હતી તો ભરૂચની પેઢીનું ટેન્ડર મંજૂર થતા પુલનું બાંધકામ આ પેઢીએ કર્યું હતું. ઓવરબ્રીજનું કામ ગત તા.16-9-2019 થી શરૂ કરવામાં આવ્યું હતું. પુલનું કામ બે વર્ષમાં એટલે કે તા.16-9-2021 ના પૂર્ણ કરવાનું હતું.