Home /News /jamnagar /

Jamnagar: શિવજીને પ્રસન્ન કરવા જેલના કેદીઓ પણ કરે છે શ્રાવણનો ઉપવાસ, જુઓ Video 

Jamnagar: શિવજીને પ્રસન્ન કરવા જેલના કેદીઓ પણ કરે છે શ્રાવણનો ઉપવાસ, જુઓ Video 

જામનગર

જામનગર જિલ્લા જેલ

શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે દેશભરના શિવાલયોમાં ભગવાન ભોળાનાથની પુજા કરવામાં આવી રહી છે. તો શ્રાવણ મહિનાનું ખાસ મહત્વ હોઈ છે, ભક્તો આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરી ભગવાન શિવની પુજા કરે છે.

    Sanjay Vaghela, Jamnagar: શ્રાવણ મહિના (Shravan month)ની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે દેશભરના શિવાલયોમાં ભગવાન ભોળાનાથની (Lord Shiva) પુજા કરવામાં આવી રહી છે. તો શ્રાવણ મહિનાનું ખાસ મહત્વ હોઈ છે. ભક્તો આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરી ભગવાન શિવની પુજા કરે છે. કહેવાય છે કે શ્રાવણ મહિનો ઉપવાસ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. ત્યારે જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પણ શ્રાવણ મહિનો ઉપવાસ (Fast in Jail) કરે છે. જામનગરમાં 100 જેટલાં કેદીઓ શ્રાવણનો ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે જામનગરની જાણીતી સેવાભાવી સંસ્થા જલારામ બાપા સેવા ટ્રસ્ટ અને વનિતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જેલમાં કેદીઓ માટે ફરાળનું વિતરણ કરવમાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા શ્રાવણ મહિનાના દર સોમવારે જેલમાં ફરાળ વિતરણ કરવામાં આવશે. જેલમાં ફરાળ મળતા કેદીઓ ખુશ હતા.

    જેલમાં પણ ભક્તિમય વાતાવરણ

    શ્રાવણ મહિનામાં ઉપવાસનું ખાસ મહત્વ હોઈ છે. શ્રદ્ધા પ્રમાણે દરેક લોકો ભગવાનની આરાધના કરતા હોઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે જેલમાં પણ ભક્તિનો માહોલ જોવા મળતો હોઈ છે, વાર તહેવારે કેદીઓ પણ ઉજવણી કરતા હોઈ છે. જેમ કે નવરાત્રી અને શ્રાવણ મહિના દરમ્યાન જેલમાં ભક્તિમય માહોલ જોવા મળે છે. વિવિધ સંસ્થાઓ દ્વારા જેલમાં કેદીઓ માટે ફરાળ વિતરણ પણ કરવામાં આવે છે.

    50 કેદીઓ આખો શ્રાવણ મહિનો કરે છે ઉપવાસ

    જામનગર જેલમાં પણ હાલ શ્રાવણ મહિના નિમિત્તે ખાસ ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગરમાં આવેલી જિલ્લા જેલમાં અનેક કેદીઓ શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ કરી રહ્યા છે. જામનગરની આ જેલમાં 50 તો એવા કેદીઓ છે કે જેઓ આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરી રહ્યા છે. જયારે બાકી 60થી વધુ કેદીઓ શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ઉપવાસ કરે છે. જેલ પ્રસાસન તરફથી પણ કેદીઓની શ્રદ્ધાને ધ્યાનમાં રાખી ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

    જામનગર જિલ્લા જેલમાં રહેલા કેદીઓ આખો શ્રાવણ મહિનો ભગવાન શિવની પુજા કરે છે. જેમાં તેઓ ઉપવાસ કરે છે. ઉપવાસ કરતા કેદીઓ માટે ફરાળમાં વેફર્ષ, ફ્રૂટ સહીતના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ વ્યવસ્થા કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને જેલ પ્રસાસન દ્વારા જ કરવામાં આવે છે. જેનો તમામ કેદીઓ લાભ લઈને ખુશીની લાગણી પણ અનુભવે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन