Home /News /jamnagar /PM Modi In Jamnagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યુ‘સૌની યોજના’થી મા નર્મદા સ્વયં ગુજરાતની પરિક્રમા કરવા નીકળી, જામસાહેબને યાદ કર્યા

PM Modi In Jamnagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યુ‘સૌની યોજના’થી મા નર્મદા સ્વયં ગુજરાતની પરિક્રમા કરવા નીકળી, જામસાહેબને યાદ કર્યા

જામનગરમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર પહોંચ્યા છે. આ પહેલાં તેમણે સાણંદમાં ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું ઉદ્ઘાટન કર્યું હતું અને સવારે ભરૂચના આમોદમાં અને આણંદમાં પણ જનમેદનીને સંબોધી હતી. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર પહોંચ્યા છે. અહીં તેમના ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલાં તેમણે સાણંદમાં ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું ઉદ્ઘાટન કર્યું હતું અને સવારે ભરૂચના આમોદમાં અને આણંદમાં પણ જનમેદનીને સંબોધી હતી. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

બેટ દ્વારકાના ડિમોલિશનના વખાણ કર્યા


બેટ દ્વારકાના ડિમોલિશનના વખાણ કરતા વડાપ્રધાને કહ્યુ હતુ કે, ‘બેટ દ્વારકામાં જે થયું તે બરાબર છે. સંતોના જે નિવેદનો આવ્યાં છે તે મેં જોયા છે અને તેનાથી મને આનંદ થયો છે.’ ત્યારબાદ વડાપ્રધાને દેશની અર્થવ્યવસ્થાના વખાણ કરતા કહ્યુ હતુ કે, ‘વર્ષ 2014માં જ્યારે હું વડાપ્રધાન બન્યો ત્યારે ભારત અર્થવ્યવસ્થામાં 10મા ક્રમે હતું અને હવે આપણે પાંચમા ક્રમે પહોંચી ગયા છીએ.’

જામનગરે વૈશ્વિક સ્તરે ઓળખ ઊભી કરી છેઃ મોદી


દરેક ક્ષેત્રમાં ગુજરાતે વિકાસની નવી મિસાઇલ કાયમ કરી છે. જામનગરે વૈશ્વિક સ્તરે ઓળખ ઊભી કરી છે. ડબલ્યૂએચઓનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન અહીં જામનગરમાં છે. જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો છે.

આઠ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યુ


તેમણે કહ્યુ હતુ કે, ‘જામનગરમાં આઠ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે. તમને બધાને પાણી, વીજળી, કનેક્ટિવિટી સાથે જોડાયેલા આ પ્રોજેક્ટ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે વાલ્મીકી સમાજ માટે વિશેષ કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેથી તેમને સામાજિક આયોજનોમાં મદદ મળશે.’

સંબોધનમાં જામસાહેબને યાદ કર્યા


આ ઉપરાંત તેમણે જામનગરના મહારાજા જામસાહેબને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ‘ખૂબ ગૌરવપૂર્વક જામસાહેબ મહારાજા દિગ્વિજયસિંહને શત શત નમન કરવા છે. મહારાજા દિગ્વિજય સિંહે તેમની દયાળુતા અને કામથી બીજા વિશ્વયુદ્ધ સમયે પોલેન્ડના લોકો સાથે જે સંબંધ બનાવ્યો છે, તેના નાગરિકોને વાત્સલ્યમૂર્તિ બનીને ઉછેર્યા એનો ફાયદો આજે પણ આખા હિન્દુસ્તાનને મળી રહ્યો છે. જામસાહેબના આ શહેરને વિકાસની નવી નવી બુલંદીઓ પર લેતા જવું છે. આ શહેરની જાહોજલાલી વધારીને મહારાજા દિગ્વિજયને સાચી શ્રદ્ધાંજલિ આપવી છે.’

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરાં પ્રહાર કર્યા


તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યુ હતુ કે, ‘વીસ વર્ષ પહેલાં ખેતરમાં પાણી માટે પણ ખેડૂત ભાઈઓને વલખાં મારવા પડતા હતા. જો કોઈ બાળકને તરસ લાગે તો માતા ત્રણ-ત્રણ કિલોમીટર સુધી દૂર માથે બેડા મૂકીને જતી હતી. તેટલું જ નહીં, પાણી ન હોય ત્યારે ટેન્કર માટે પણ કલાકો સુધી રાહ જોવી પડે. ટેન્કર આવે એટલે લાઇનમાં ઊભું રહેવાનું અને પછી જ્યારે પાણી ભરવાનો નંબર આવે ત્યારે કહે કે પાણી તો પૂરું થઈ ગયું. આખું કાઠિયાવાડ આ દશામાં હતું.’

આઠ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યુ


તેમણે કહ્યુ હતુ કે, આઠ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે. તમને બધાને પાણી, વીજળી, કનેક્ટિવિટી સાથે જોડાયેલા આ પ્રોજેક્ટ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે વાલ્મીકી સમાજ માટે વિશેષ કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેથી તેમને સામાજિક આયોજનોમાં મદદ મળશે.

આણંદમાં મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર


આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ આણંદમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, ‘મારે તમને થોડા સતર્ક પણ કરવા છે. આ વખતે કોંગ્રેસ નવી ચાલ ચાલી રહી હોય તેવું મને લાગી રહ્યું છે. આ કોંગ્રેસવાળા બોલતા નથી પરંતુ ઠંડી તાકાતથી ગામે-ગામ ગોઠવણો કરી રહ્યા છે. એમની જે જૂની ચાલાકીઓ છે ને એને ભરપૂર અજમાવી રહ્યા છે. બોલ્યા ચાલ્યા વિના કરી રહ્યા છે. તમે ભ્રમમાં ના રહેતા. આ કોંગ્રેસની નવી ચાલ છે. તેઓ નીચે ઘૂસવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ખાટલા બેઠકો કરે છે. મારે એમની ટિકા નથી કરવી. એમની પાર્ટી છે એમને કરવું પડે, પણ આપણે સતર્ક રહેવું પડે. નહીંતર ઘણીવાર આપણે ભ્રમમાં રહીએ.’

આ પણ વાંચોઃ આમોદમાં વડાપ્રધાન મોદીના સંબોધનના અંશ, જાણો શું કહ્યુ

‘આજના બાળકને ખબર નથી કે કર્ફ્યૂ શું છે’


ભરૂચના આમોદમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, ‘આ ગુજરાતની વિકાસયાત્રાની ઉંચાઇ છે કે, ગુજરાતે આજે એટલી બધી પ્રગતિ કરી છે કે, રાજ્યના અનેક જિલ્લા કોસ્મોપોલિટન બની ગયા છે. આખા દેશને પોતાની સાથે પ્રેમથી સમાવેશ કરી સાથે રાખતા થઇ ગયા. પહેલા ભરૂચમાં છાશવારે કરફ્યૂ લાગતા હતા પરંતુ આજના બાળકોને ખબર જ નથી કે કર્ફ્યૂ શું છે.

આ પણ વાંચોઃ આ કોંગ્રેસની નવી ચાલ છે, મારે તમને સતર્ક કરવા છે: PM

'અંકલેશ્વરમાં એરપોર્ટ તેજીમાં બનશે'


પીએમ મોદીએ જણાવ્યુ કે, 'એક રાજ્યમાં જેટલાં ઉદ્યોગો હોય તેના કરતા વધારે ઉદ્યોગો આપણાં ભરૂચમાં છે. ભરૂચ વડોદરા-સુરત એરપોર્ટ પર નિર્ભર રહી ન શકે, ભરૂચનું પોતાનું એરપોર્ટ હોવું જોઇએ. જેથી આજે અંકલેશ્વરમાં એરપોર્ટ બનાવવાનો શિલાન્યાસ કરવામાં આવ્યો. આ સાથે તેમણે જણાવ્યુ કે, નરેન્દ્ર-ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકારમાં એરપોર્ટનું કામ પણ તેજ ગતિમાં પૂર્ણ થશે અને વિકાસ પણ તેજ બનશે.'
First published:

Tags: Jamnagar News, Pm modi in gujarat

विज्ञापन