Home /News /jamnagar /Jamnagar news: ગરમ મસાલામાં મોંઘવારી, ભાવમાં થયો ભડકો

Jamnagar news: ગરમ મસાલામાં મોંઘવારી, ભાવમાં થયો ભડકો

X
આ

આ વર્ષે રૂપિયા 100થી 150 સુધીનો ભાવ વધારો થયો છે. મરચા, હળદર, ધાણાજીરૂ સહિતના મસાલાનાં પાકને નુકસાન થતાં ગત વર્ષ કરતા આ વર્ષે મસાલાનાં ભાવમાં કિલોએ રૂ. 50થી 100નો વધારો થયાનું જામનગરના મસાલાના વેપારીઓએ જણાવ્યું હતું.

આ વર્ષે રૂપિયા 100થી 150 સુધીનો ભાવ વધારો થયો છે. મરચા, હળદર, ધાણાજીરૂ સહિતના મસાલાનાં પાકને નુકસાન થતાં ગત વર્ષ કરતા આ વર્ષે મસાલાનાં ભાવમાં કિલોએ રૂ. 50થી 100નો વધારો થયાનું જામનગરના મસાલાના વેપારીઓએ જણાવ્યું હતું.

Kishor chudasama, Jamnagar: છેલ્લા કેટલાક સમયથી જીવનજરૂરિયાતની તમામ વસ્તુમાં ભાવમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને ઘરવખરીની વસ્તુમાં ખાસ વધારો થયો છે, જેમ કે દૂધ, ખાદ્ય તેલ, શાકભાજી અને હવે ગરમ મસાલામાં પણ ભાવ વધરો થયો છે.


સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલ મહિનામાં ગૃહિણીઓ આખા વર્ષના ગરમ મસાલાની ખરીદી કરે છે.  આ વર્ષે રૂપિયા 100થી 150 સુધીનો ભાવ વધારો થયો છે. મરચા, હળદર, ધાણાજીરૂ સહિતના મસાલાનાં પાકને નુકસાન થતાં ગત વર્ષ કરતા આ વર્ષે મસાલાનાં ભાવમાં કિલોએ રૂ. 50થી 100નો વધારો થયાનું જામનગરના મસાલાના વેપારીઓએ જણાવ્યું હતું.


એક બાજુ પાક ઉત્પાદનમાં ઘટાડો તો બાજુ કમોસમી વરસાદને કારણે જનજીવન ખુબ જ પ્રભાવિત થયું છે. અને મધ્યમ વર્ગને કમરતોડ આર્થિક ફટકો પડ્યો છે. ખાદ્યતેલથી લઈને પેટ્રોલ-ડીઝલ, ઘી- દૂધમાં વધારા બાદ હવે ગરમ મસાલાના ભાવમાં વધારો થયો છે. મોંઘાવારીની સ્થિતિમાં મસાલાની સિઝનટાંણે મસાલાનાં ભાવમાં વધારો થતાં ગૃહિણીઓમાં ભારે રોસ જોવા મળી રહ્યો છે.

માર્ચ અને એપ્રિલના મહિનામાં હળદર, મરચું, ધાણાજીરૂં સહિતની મરી મસાલાની સિઝન હોય છે. આ બે મહિનામાં જ બાર મહિના ચાલે તેટલા મસાલાની ખરીદી કરવામાં આવતી હોઈ છે. પરંતુ આ વર્ષે મરચા,હળદર, ધાણાજીરૂ સહિતના મસાલાના ભાવમાં કીલોએ રૂ. 50થી 100 નો વધારો થયો છે. લોકો ખરીદીમાં કામ મૂકી અડધી જ ખરીદી કરી રહ્યા છે.



કાશ્મીરી મરચામાં સૌથી વધુ ભાવ
વેપારીઓનું કહેવું છે કે, જામનગરમાં આવતું તીખું મરચું આંધ્રપ્રદેશથી આવે છે જ્યાં આ વર્ષે માવઠું થયું હતું જેની સીધી અસર ભાવ પર થઇ છે, જયારે હીંગ અફઘાનિસ્તાનના કાબુલમાંથી આવે છે. ચાલુ વર્ષે ધાણાનો પાકમાં પણ ગુણવત્તા મધ્યમ હોવાના કારણે ધાણાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. મરચા પાવડરનો ગત વર્ષે 250થી 400 રૂપિયા ભાવ હતો જે આ વર્ષે 350થી 550 છે, જેમાં રેશમપટ્ટો મરચું જે ગત સાલ 200 થી 300માં કિલો વેંચાતું હતું તેના સીધા 400 થી 450 જેટલા ભાવ થયા છે. ઉપરાંત મરચી જે 300 થી 320 માં વેંચાતું હતું તે ના ભાબ 400 થી 420 પહોંચ્યા છે. વધુમાં કાશ્મીરી મરચામાં સૌથી વધુ ભાવ વધારો નોંધાયો છે. આ મરચું આંધ્રપ્રદેશથી આવતું હોવાથી જે હાલ નિષફળ થયો છે. પરિણામે જે ગત શાલ 500 માં મળતા હતા. તે 1000 રૂપિયા થયા છે. ઉપરાંત હિંગ, હળદરમાં પણ 20 થી 30 ટકાનો વધારો નોંધાયો છે. હળદર પાવડરના ગયાં વર્ષે 300 હતા તે 350 થયા છે.
First published:

Tags: Jamnagar News, Local 18