Home /News /jamnagar /જીરાનો ભાવ આસમાને પહોચ્યો પરંતુ જામનગરના જોડિયા પંથકમાં પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને ભારે નુકશાન
જીરાનો ભાવ આસમાને પહોચ્યો પરંતુ જામનગરના જોડિયા પંથકમાં પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને ભારે નુકશાન
પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને ભારે નુકશાન
Cumin price: એક તરફ જીરા અને અજમાના ભાવ આસમાને છે. ત્યારે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ભર શિયાળે ખેતરોમાં ઉભેલ જીરાના પાકમાં જોઈએ તે પ્રકારની ઠંડક અને ઝાકળ નહીં મળતા ઉભા પાકમાં પીળાશ આવી ગઈ છે જેને કારણે ખેતરોમાં ઉભેલ જીરાનો પાક ખેડૂતો હવે ખેતરોમાંથી કાઢી રહ્યા છે.
કિંજલ કારસરીયા, જામનગર: એક તરફ જીરા અને અજમાના ભાવ આસમાને છે. ત્યારે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ભર શિયાળે ખેતરોમાં ઉભેલ જીરાના પાકમાં જોઈએ તે પ્રકારની ઠંડક અને ઝાકળ નહીં મળતા ઉભા પાકમાં પીળાશ આવી ગઈ છે. જેને કારણે ખેતરોમાં ઉભેલ જીરાનો પાક ખેડૂતો હવે ખેતરોમાંથી કાઢી રહ્યા છે. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ભર શિયાળે ખેતરોમાં ઉભેલ જીરાના પાકમાં પીળાશ પડી ગઈ છે અને પાક નિષ્ફળ ગયો છે.
ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થયું
એક તરફ શિયાળામાં હવે ઠંડી આવી છે. પરંતુ ડિસેમ્બર અને જાન્યુઆરીના પ્રારંભિક જોઈએ તેટલી ઠંડી અને ઝાકળ નહીં આવતા ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાની થઈ છે. ખેતરોમાં ઉભેલ જીરાના પાકને ઠંડી અને ઝાકળ ખૂબ જ અનુકૂળ હોય છે. પરંતુ આગોતરા વાવેલ જીરાના પાકમાં જોઈએ તેટલું ઠંડીનું પ્રમાણ નહીં મળવાને કારણે છોડ મૂર્જાઈ ગયા છે. અને પીળાશ પડતા પડી ગયા છે. ત્યારે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામમાં ખેડૂત ખેતરમાં ઉભેલા જીરાના પાકને નાશ કરી રહ્યા છે.
જોડિયા પંથકના લીંબુડા ગામના ખેડૂત અર્જુનભાઈ પટેલે પોતાની 10 વિઘા ખેતીની જગ્યામાં વાવેલ જીરાનો પાક પીળો પડી ગયો છે અને ઉતારા હોવાથી હાલ તેઓ આ પાકને ખેતરમાંથી કાઢી રહ્યા છે. આ પાક પીળો થઈ જતા ખેડૂત માટે પડ્યા ઉપર પાટુ પડ્યું જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. મોંઘાડટ બિયારણ અને જંતુનાશક દવાઓથી ઊભા કરેલા પાકને કુદરતે કારમી થપાટ આપતા જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઠંડી સતત વધી રહી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં બરફ પડવાના સમાચાર પણ સામે આવ્યા છે. જેથી ખેડૂતોનો પાખ નિષ્ફળ જઈ રહ્યો છે. આ સાથે સાથે તેમને ભારે નુકશાન પણ પડી રહ્યું છે. આથી ખેડૂતોને પડતા પર પાટુ પડ્યા જેવી સ્થિતી નિર્માણ પામી છે. અત્યારે બિયારણો અને ખાતર ખૂબ જ મોંઘા થઈ ગયા છે, જેથી પાક નિષ્ફળ જતા તેમને બિયારણ અને ખાતરના પૈસા પણ માથે આવે તેમ છે.