જામનગર કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ગટરની કેનાલમાં ઉતર્યા હતા.
આ અંગે રચનાબેન નંદાણીયાએ જણાવ્યું હતું કે, કેનાલની ઉપર સિમેન્ટની લેયર નથી અને આ કામમાં સફાઇકર્મીઓના જીવને જોખમ છે માટે તે દેખાડવા માટે હું પોતે તે ગટર કેનાલમાં ઉતરી હતી અને પાલિકાને તેના પર સિમેન્ટ બોક્સ લગાડવા રજૂઆત કરી છે.
રાજ્યમાં ગમે તે સમયે ચોમાસુ દસ્તક આપી શકે છે ત્યારે રાજ્યની તમામ મહાનગર પાલિકાઓમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી (Pre-monsoon activity) ચાલી રહી છે. આવામાં જામનગર (Jamnagar)ના વોર્ડ નંબર-4 ના કોર્પોરેટરે સૌ કોઇનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. જામનગરના વોર્ડ નંબર-4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા (Rachanaben Nandaniya)એ આજે જામનગરમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી દરમિયાન પોતે ગટરના નાળામાં ઉતરીને સફાઇ કરી હતી. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
જામનગર કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ગટરની કેનાલમાં ઉતર્યા હતા. અને પ્રિ-મોનસુન એક્ટિવિટીમાં કોંગ્રેસ કોર્પોરેટર રચનાબેને અંબર ચોકડીથી લઇ સ્વામીનારાયણ સોસાયટી સુધીની કેનાલમાં મોટા બાંધકામ હોવાના કારણે મોટી મશીનરીથી સફાઇ કરી શકાય તેમ ન હોવાથી તે માટે કેનાલમાં સફાઇકર્મીઓને કેનાલમાં ઉતારી સફાઇ કરાવવામાં આવે છે, જે તેમના જીવન માટે પણ જોખમી હોય છે. જેથી કોર્પોરેટરે જાતે જ કેનાલમાં ઉતરી વાસ્તવિકતાનો ચિતાર રજૂ કર્યો હતો.
આ અંગે રચનાબેન નંદાણીયાએ જણાવ્યું હતું કે, કેનાલની ઉપર સિમેન્ટની લેયર નથી અને આ કામમાં સફાઇકર્મીઓના જીવને જોખમ છે માટે તે દેખાડવા માટે હું પોતે તે ગટર કેનાલમાં ઉતરી હતી અને પાલિકાને તેના પર સિમેન્ટ બોક્સ લગાડવા રજૂઆત કરી છે.
જણાવી દઇએ કે, જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારના કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયા દ્વારા અનેક વખત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓને આડે હાથ લેવા માટે નવતર વિરોધ કરતા રહે છે, આ અગાઉ એપ્રિલ માસમાં તેઓ પોતાના ઉપર ભ્રષ્ટ અધિકારીઓના લખાણ લખેલૂં પોસ્ટર લગાવી ભ્રષ્ટાચાર સંબંધી સૂત્ર સાથેનો વેશ ધારણ કરી નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યો હતો ત્યારે પણ તેઓ ખુબ ચર્ચામાં આવ્યા હતા.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર