Home /News /jamnagar /Ganpati Mahotsav in Jamnagar: આ પ્રજાપતિ પરિવાર વર્ષોથી બનાવે છે ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ, જાણો શું છે વિશેષતા

Ganpati Mahotsav in Jamnagar: આ પ્રજાપતિ પરિવાર વર્ષોથી બનાવે છે ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ, જાણો શું છે વિશેષતા

આ

આ વર્ષે 4 હજારથી વધુ મૂર્તિ બનાવી

આ પ્રજાપતિ પરિવારના (Prajapati family) 9 સભ્યો આખું વર્ષ ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ (Eco friendly idol of Lord Ganapati) બનાવવાનું કામ કરે છે. તેઓ દિવસ રાત કામ કરે ત્યારે આ ઓર્ડર પુરા થઇ શકે છે

    Sanjay Vaghela, Jamnagar: ગણેશ ચતુર્થીને લઈને જામનગરમાં (Ganpati Mahotsav in Jamnagar) લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ગણેશની ધામધૂમ પૂર્વક સ્થાપના કરવાની તૈયારીઓ કરી રહ્યા છે, જો કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ અને પર્યાવરણને લઈને વર્ષોથી ચર્ચાઓ ચાલી રહી છે. જો કે તેનું કાયમી સમાધાન છે કે લોકો માટીના ગણપતિની સ્થાપના (Eco friendly idol of Lord Ganapati) કરે. માટીના ગણપતિ વિસર્જન બાદ સરળતાથી પાણીમાં ભળી જાય છે અને પર્યાવરણને પણ નુકશાન પણ થતું નથી. ત્યારે જામનગરમાં એક પરિવાર છેલ્લા અનેક વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે. આ વર્ષે પણ તેઓએ 4 હજારથી વધુ ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે. કોણ છે આ પરિવાર અને કેવી રીતે આ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે આવો વિગતે જાણીએ.

    જામનગરમાં આવેલા ગુલાબનગર વિસ્તારમાં એક પ્રજાપતિ પરિવાર રહે છે, આ પરિવારના 9 સભ્યો આખું વર્ષ ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનું કામ કરે છે, કારણ કે ગણેશ ચતુર્થી તહેવાર પર તેઓને એટલા ઓર્ડર મળે છે કે તેઓ દિવસ રાત કામ કરે ત્યારે આ ઓર્ડર પુરા થઇ શકે છે. આ વર્ષે પણ તેઓએ 4500 જેટલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરી છે જેમાંથી 4 હજારથી વધુનું બુકિંગ પણ થઇ ચૂક્યું છે. આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ માટે ખાસ માટીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં તેના પર એવા રંગોનો જ ઉપયોગ કરવામાં આવે છે જે પર્યાવરણ માટે નુકશાનકારક હોતા નથી.

    આ પણ વાંચો:  અદભૂત છે શિવજીનું આ મંદિર, એક હજાર શિવલિંગની કરવામાં આવી છે સ્થાપના

    ઇકો ફ્રેન્ડલી મૂર્તિના શું છે ફાયદા?

    આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવતા અતુલભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ બાદથી માટીના ગણપતિ બનાવવામાં આવી રહ્યા છે. જે ખુબ જ સારી બાબત છે. અમે અનેક વર્ષથી માટીના ગણપતિ જ બનાવી રહ્યા છીએ. અમારા દ્વારા તૈયાર કરવામાં આવતીકાલે મૂર્તિઓ 20થી 30 મિનિટમાં જ પાણીમાં ભળી જાય છે. આ મૂર્તિમાં પર્યાવરણને નુકશાન થાય તેવી કોઈ વસ્તુનો અમે ઉપયોગ કરતા નથી. તો મૂર્તિ બનાવવા માટે ખાસ પ્રકારની માટીનો ઉપયોગ કરીએ છીએ.
    મૂર્તિ બનાવતા અતુલભાઈ પ્રજાપતિના  સંપર્ક:  +91 76229 52107  છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Ganpati, Jamnagar City, Jamnagar News, જામનગર, જામનગર સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन