Home /News /jamnagar /VIDEO: અદભૂત અશ્વનૃત્ય, રૂપિયાના વરસાદ સાથે હાથી પર પોથીયાત્રા, ગ્રામજનો તો જોતા રહી ગયા!

VIDEO: અદભૂત અશ્વનૃત્ય, રૂપિયાના વરસાદ સાથે હાથી પર પોથીયાત્રા, ગ્રામજનો તો જોતા રહી ગયા!

X
આ

આ પોથીયાત્રા જોઇને ગ્રામજનો ડઘાઇ ગયા!

રાસરમત, સુર-સંગીત, ચલણી નોટોનો વરસાદ, અશ્વની હણહણાટી અને હાથીની અંબાડી પર પોથીયાત્રા યોજાઇ હતી.

    Kishor chudasama, jamnagar: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના નેસડા ગામે શ્રી હરસિદ્ધિ ગૌશાળાના લાભાર્થે રામચરિત માનસ નવાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ.ધકુબેન બીજલભાઈ મકવાણા તથા સ્વ.બીજલભાઈ કચરભાઈ મકવાણાના પરિવાર દ્વારા આયોજીત શ્રી રામચરિત માનસ નવાહ જ્ઞાનયજ્ઞ કથાના પ્રારંભને લઈને પંથકમાં ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે. આ કથાની જાજરમાન પોથીયાત્રા યોજાઇ હતી. જેમાં ગામના બાળકોથી માંડી માતાઓ વડિલો સહિતનાઓ જોડાયા હતા. આવશે.વ્યાસપીઠ પર બિરાજમાન થઈ પૂ.અનોપગીરી બાપુ કથાનું રસપાન કરાવશે. તા. 30 માર્ચના રોજ કથા વિરામ પામશે.

    ક્યારેય ન જોઈ હોય તેવી જાજરમાન પોથી યાત્રા

    નેસડા ગામે આવેલ હરસિદ્ધિ ગૌશાળાના આંગણે આ ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેમાં હાથીની અંબાડી પર પોથીયાત્રા યોજાઈ હતી. આ ઉપરાંત ઘોડા અને બળદ ગાડાએ પણ જબરું આકર્ષણ જમાવ્યું હતું. કલાત્મક રીતે શણગાર સજેલા હાથી પર ડીજે અને ઢોલ, શરણાઇના શુરે પોથીયાત્રા યોજાઈ હતી. રાસરમત, સુર-સંગીત, ચલણી નોટોનો વરસાદ, અશ્વની હણહણાટી અને હાથીની અંબાડી ગ્રામજનોમાં આકર્ષણ જમાવ્યું હતું.

    અહીં ક્લિક કરીને વાંચો,...Three Year of Covid Lockdown: કોરોના લોકડાઉનમાં રાજકોટની કેવી સ્થિતિ હતી? આ તસવીરો જોઇને તમારી યાદ તાજી થઇ જશે!

    જાણે ગ્રામજનોએ ક્યારેય ન જોય હોય તેવી જાજરમાન પોથીયાત્રા યોજાઈ હતી. જેમાં ગામના મહિલાઓ , વડીલો સહિતના રંગે ચંગે ઉમંગે રાસ રમ્યા હતા. રામજી મંદિરથી કથા મંડપ શ્રી હરસિદ્ધિ ગૌશાળા સુધી દરેક ગ્રામજનો ભક્તિના રંગે રંગાયા હતા. રૂપિયાના વરસાદ અને નૃત્ય કરતા અશ્વોએ લોકોને આકર્ષિત કર્યા હતા.



    ઘનુસ્યભંગ રામ વિવાહ, કેવટ પ્રસંગ, ભરત મિલાપ સહિતના કાર્યક્રમો યોજાશે

    આ ધાર્મિક પ્રસંગનો બરાબરનો માહોલ જામી રહ્યો છે. જેમાં આગામી સમયમાં ગુરૂ મહિમા, કથા મહાત્મ્ય, શિવવિવાહ, રામ જન્મ, ઘનુસ્યભંગ રામ વિવાહ, કેવટ પ્રસંગ, ભરત મિલાપ, સુંદરકાંડ રામેશ્વર સ્થાપના, રામ રાજ્યાભીષેક સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવાશે. બાદમાં તા.30.03.2023 સાંજે 7.30 કલાકે કથા વિરામ પામશે. આ ઉપરાંત રાત્રે સંતવાણીના કાર્યક્રમો પણ યોજાશે.
    First published:

    Tags: Local 18, જામનગર