Home /News /jamnagar /

Jamnagar: દોઢ લાખથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહ્યું છે જામનગરનું પિન્ક ફાઉન્ડેશન

Jamnagar: દોઢ લાખથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહ્યું છે જામનગરનું પિન્ક ફાઉન્ડેશન

દોઢ

દોઢ લાખથી વધુ મહિલાઓ જોડાયેલી છે

જામનગર જેવા નાના શહેરમાં પણ મહિલાઓ નાના મોટા વ્યવસાય સાથે સંકળાઇને પરિવારને મદદ કરી રહી છે. કોરોનાના કપરા કાળમાં મહિલાઓએ પરિવારની જવાબદારી ઉપાડી લીધી હતી અને નારી શક્તિનું (Women Empowerment) ઉદાહરણ આપ્યું હતું

    Sanjay Vaghela, Jamnagar: આજે ભાગ્યેજ કોઈ એવુ ક્ષેત્ર હશે જેમાં મહિલાઓ જોડાયેલી ન હોય, દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સમોવળી બની (Women self reliant) છે અને દેશ અને સમાજને મદદરૂપ થઇ રહી છે. જામનગર જેવા નાના શહેરમાં પણ મહિલાઓ નાના મોટા વ્યવસાય સાથે સંકળાઇને પરિવારને મદદ કરી રહી છે. કોરોનાના કપરા કાળમાં મહિલાઓએ પરિવારની જવાબદારી ઉપાડી લીધી હતી અને નારી શક્તિનું (Women Empowerment) ઉદાહરણ આપ્યું હતું. આજે પણ મોટી સંખ્યામાં મહિલાઓ ગૃહ ઉદ્યોગ ચલાવી (Home industry) રહી છે અને પરિવાર અને સમાજમાં પોતાનું યોગદાન આપી રહી છે. આવી ઉદ્યમી મહિલાઓને વધુ મદદરૂપ થઇ શકાય તે ઉદેશ્યથી જામનગરમાં પિન્ક ફાઉન્ડેશનની (Pink foundation) સ્થાપના કરવામાં આવી છે. શું છે આ સંસ્થા, કેવી રીતે કામ કરે છે આવો જાણીએ.

    જામનગરમાં પિન્ક ફાઉન્ડેશનની સ્થાપના સહકારી ક્ષેત્રના અગ્રણી, સમાજ સેવિકા તથા મહિલા બેંકના ચેરપર્સન શેતલબેન શેઠ દ્વારા કરવામાં આવી છે. પિન્ક ફાઉન્ડેશનનો મુખ્ય ઉદેશ્ય એવી મહિલાઓને આગળ લાવવી જેઓ નાના મોટા વ્યવસાય સાથે સંકળાયેળી છે. આ મહિલાઓને પિન્ક ફાઉન્ડેશનમાં સામેલ કરી તેમના વ્યવસાયને યોગ્ય પ્લેટફોર્મ મળે તેવા પ્રયાસ કરવામાં આવે છે. જેમ કે કોઈ ગૃહેણી ખાખરાનો વ્યવસાય કરે છે તો આ ગૃહેણી દ્વારા તૈયાર કરવામાં આવેલા ખાખરા હોટેલ, રેસ્ટોરન્ટ, દુકાનો સુધી પહોંચે તે માટે મદદ કરવામાં આવે છે. એટલું જ નહીં પિન્ક ફાઉન્ડેશન સાથે જોડાયેલી અન્ય મહિલાઓ પણ આ ખાખરા ખરીદે તો ક્રેડિટ આપવામાં આવે છે. આથી ખરીદી કરે તેને પણ ફાયદો અને વેંચાણ કરે તે મહિનાને પણ ફાયદો.

    આ પણ વાંચો:   શું તમને ખબર છે ઘાસનું મહત્વ, વન વિભાગે હાથ ધર્યો Grassland tourismનો નવતર પ્રયાસ

    પિન્ક ફાઉન્ડેશનના પ્રણેતા શેતલબેન શેઠે News 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ફાઉન્ડેશન સાથે આજે દોઢ લાખ મહિલાઓ જોડાયેલી છે. મહિલાઓને ધ્યાનમાં રાખી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમ કે નવરાત્રી, ગણેશ સ્થાપના, દિવાળી સહીતના તહેવારોમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમનું સંચાલન પણ બહેનો કરે છે અને કાર્યક્રમ દરમિયાન મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓના સ્ટોલ પણ રાખવામાં આવે છે. આમ મહિલાઓને રોજગારી પણ મળી રહે અને તહેવારની ઉજવણી પણ થઇ શકે.

    આ સંસ્થાના સંપર્ક નંબર 02882557672 છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Business Startup, Jamnagar News, Jamnagar Samachar, Women Empowerment, Women મહિલા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन