Home /News /jamnagar /Gujarat weather update: બે ઋુતુનાં વાતાવરણથી લોકો ત્રાહિમામ, સવારે ઝાકળ વર્ષા ને બપોરે આકરો તાપ

Gujarat weather update: બે ઋુતુનાં વાતાવરણથી લોકો ત્રાહિમામ, સવારે ઝાકળ વર્ષા ને બપોરે આકરો તાપ

Jamnagar wether updet, સવારે ઝાકળ વર્ષા, બપોરે ગરમી અને સાંજે ઠંડી, જાણો આજનું ત

જામનગરમાં લઘુતમ તાપમાન 16.5 ડિગ્રી પર સ્થિર થયું હતું. તો મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીએ અટક્યો હતો.

    Kishor chudasama jamnagar:  જામનગરમાં શિયાળાએ લગભગ વિદાય લઈ લીધી હોય તેમ ઠંડીમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. બીજી તરફ બપોરના સમયગાળા દરમિયાન ગરમી ભુક્કા બોલાવી રહી હોવાથી આકરા ઉનાળાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉનાળાના આગમન પગેલા જ મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી પણ ઊંચકાતા આકરો તાપ વર્ષી રહ્યો છે.અત્રે નોંધનીય છે કે ઉનાળાના પ્રારંભ પહેલા જ તાપમાનનો પારો 35 થી 37 ડિગ્રી સુધી પહોંચી જતા આ વર્ષે ઉનાળો આકરો રહે તેવી ભીતિ જોવા મળી રહી છે.

    લઘુતમ તાપમાન 16.5 ડિગ્રી

    આજે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ આકડા મુજબ લઘુતમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું. જોકે ગઈકાલની સરખામણીએ આજે ઠંડીમાં વધારો થવા પામ્યો હતો. એક ડિગ્રી તાપમાન નીચું જઇ 16.5 ડિગ્રી નોંધાતા થોડા ઘણા અંશે ઠંડીનો અહેસાર થવા પામ્યો હ.તો. બીજી બાજુ મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. તો વાતવરણમા ભેજનું પ્રમાણ 95 ટકા રહ્યું હતું અને 6 કિમીની પ્રતિ ઝડપે પવન ફૂંકાયા હતા. બીજી તરફ ભારે ઝાકળ વર્ષાને પગલે રણમલ તળાવ ખાતે હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા હતા.



    ગઈકાલે લઘુતમ તાપમાન રહ્યું હતું 17.5 ડિગ્રી

    ગઈકાલે લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા જોવા મળ્યું હતું. સાથે સાથે પવનની ગતિ 6.5 કિમીની નોંધાઇ હતી.
    First published:

    Tags: Local 18, Weather update, જામનગર