Home /News /jamnagar /Jamnagar: આ માલધારીની છાશમાં એવું તો શું છે કે પીવા લાઇનો લાગે છે?

Jamnagar: આ માલધારીની છાશમાં એવું તો શું છે કે પીવા લાઇનો લાગે છે?

X
જામનગરમાં

જામનગરમાં ત્રણ દરવાજા નજીક લારી રાખી જામનગરના સાગરભાઈ માલધારી છાશનું વેચાણ કરી રહ્યા છે. તેઓ માત્ર 5 રૂપિયામાં જીરું, મીઠું સહિતના મસાલાથી ભરપૂર ઠંડી છાશનું વેચાણ કરે છે.

જામનગરમાં ત્રણ દરવાજા નજીક લારી રાખી જામનગરના સાગરભાઈ માલધારી છાશનું વેચાણ કરી રહ્યા છે. તેઓ માત્ર 5 રૂપિયામાં જીરું, મીઠું સહિતના મસાલાથી ભરપૂર ઠંડી છાશનું વેચાણ કરે છે.

    Kishor chudasama, Jamnagar: ઉનાળાના ધોમધખતા તાપથી રાહત મેળવવા લોકોએ આઈસ્ક્રિમ અને ઠંડા પીણા સહિતની વસ્તુઓનું સેવન કરે છે. પરંતુ શરીર સંબંધી અમુક બીમારીઓ વાળા લોકોએ આવી વસ્તુનો સેવન ટાળવું જોઈએ. જેની સામે ગરમીથી રાહત માટે છાશને સૌથી વધુ ફાયદાકારક પીણું ગણવામાં આવ્યું છે. તેવામાં જામનગરમાં ત્રણ દરવાજા નજીક લારી રાખી જામનગરના સાગરભાઈ માલધારી છાશનું વેચાણ કરી રહ્યા છે. તેઓ માત્ર 5 રૂપિયામાં જીરું, મીઠું સહિતના મસાલાથી ભરપૂર ઠંડી છાશનું વેચાણ કરે છે.
    દરરોજ 20 થી 30 લીટર છાશનું વેચાણ કરે છે
    કોઈ પણ પ્રકારની મિલાવટ વગર સાગરભાઈ ઘરે જ બનાવેલી છાશનું વેચાણ કરે છે. તેઓ પોતે પશુપાલક છે તેમની પાસે ચાર ભેંસ અને પાંચ ગાય છે. તેઓ મિલાવટ વગરની છાશ બનાવી વેચે છે. તેમની પાસે મોટી સંખ્યામાં લોકો છાશ પીવા માટે આવે જ છે પરંતુ ખાસ બપોરના ભોજન માટે લોકો પેકેટ છાશમાં કેમિકલના ડરને લીધે અહીંથી છાશના પર્સલ લઈ જાય છે. દરરોજ લગભગ 20 થી 30 લીટર છાશનું વેચાણ થઈ જતું હોવાનું સાગરભાઈએ જણાવ્યું હતું.


    છાશ પીવાથી હાડકાં મજબૂત બને છે!
    છાશ પોષક તત્વોથી ભરપૂર હોય છે. છાશમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન બી12, ઝિંક, રિબોફ્લેવિન અને પ્રોટીન હોય છે. છાશ પીવાથી હાડકાં મજબૂત બને છે, કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે. આ સાથે છાશ વજન ઘટાડવા અને પેટ માટે પણ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર છાશમાં ઠંડકની અસર હોય છે, તેથી ઉનાળામાં તેનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.


    ક્યારે પીવી જોઈએ છાશ!
    આયુર્વેદ અનુસાર, છાશ હંમેશા દિવસના સમયે પીવી જોઈએ. સાંજે કે રાત્રે છાશ પીવાનું ટાળો. આ સિવાય જે લોકોને પેટ સંબંધિત બીમારીઓ છે તેઓ સવારે છાશ પી શકે છે. આયુર્વેદ મુજબ સવારે ખાલી પેટે છાશનું સેવન કરી શકાય છે. સવારે ખાલી પેટે છાશ પીવાથી તમે દિવસભર ઉર્જાવાન રહી શકો છો. જે લોકોને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેઓ સવારે નાસ્તામાં છાશ પી શકે છે. સવારે ખાલી પેટ છાશ પીવાથી કબજિયાત, અપચો, ગેસ જેવી પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે. છાશ પાચનતંત્રને સુધારે છે, આ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. છાશ પીવાથી શરીરમાં પાણીની ઉણપ પણ દૂર થાય છે. પરંતુ જો તમને કોઈ ગંભીર રોગ છે તો તમારે ડૉક્ટરની સલાહ અનુસાર છાશ પીવી જોઈએ.
    First published:

    Tags: Jamnagar News, Local 18