જામનગરમાં મનમોજીનાં ગોલા ફેમસ છે. આજે ત્રીજી પેઢીએ ગોલાનો વ્યવસાય ચાલે છે. અહીં સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવનાં ગોલા મળતા હોવાનાં કારણે લોકો ઉનાળામાં ઉમટી પડે છે.
Kishor chudasama, Jamnagar: ગુજરાતી લોકો પોતાના ખોરાક પ્રેમને લઈને દુનિયાભરમાં ફેમસ છે. આજે દુનિયાના દરેક ખૂણામાં ગુજરાતી વાનગી મળતી થઇ ચુકી છે. ગુજરાતી લોકો પોતાના ખાવાના શોખને કારણે જાણીતા છે. એમાં પણ સીઝન પ્રમાણેની વાનગીઓમાં તમને અનેક પ્રકારની વેરાઈટી જોવા મળે. હાલ ઉનાળો શરુ થયો છે, તો લોકો ઠંડા પીણાં તરફ વળ્યાં છે. દરેક વિસ્તારમાં ગોલા, લસ્સી, સોડા, આઈસક્રીમની દુકાનો જોવા મળી રહી છે. ગોલામાં પણ વિવિધ વેરાઈટી જોઈને તમેને નવાઈ લાગશે. રાજકોટમાં રામ ઔર શ્યામના ગોલા ખુબ જ પ્રખ્યાત છે. તેવી જ રીતે જામનગરમાં મનમોજીના ગોલા ખુબ જ ફેમસ છે. જે ત્રીજી પેઢીએ વ્યવસાય ચલાવે છે. તેની બેસ્ટ ક્વોલિટી અને વ્યાજબી ભાવને લીધે આજે પણ પોતાની વિશ્વસનીયતા અકબંધ છે. ઉનાળો શરુ થતા જ મોટી સંખ્યામાં લોકો ગોલા ખાવા ઉમટી રહ્યા છે.
પાયનેપલ, કલાખટ્ટા, સ્ટ્રોબેરી, જેવા અનેક વેરાયટીઓ ઉપલબ્ધ જામનગરમાં મહિલા કોલેજની સામેની શેરીમાં મનમોજી ગોલાની દુકાન આવેલી છે. અહીં છેલ્લા 40થી 42 વર્ષથી ગોલા મળે છે. એટલું જ નહીં આજે અહીં પાયનેપલ, કલાખટ્ટા, સ્ટ્રોબેરી, જેવા અનેક પ્રકારના ગોલા મળે છે, અહીં મળતી લસ્સી પણ એટલી જ ફેમસ છે. મનમોજીના માલિક રાજુભાઈનું કહેવું છે કે, અમારે ત્યાં 20 રૂપિયાના સાદા ડીસ ગોલાથી લઈને 100 રૂપિયાના ગોલા મળે છે. ત્યારબાદ લોકો કહે તેમ એમ અમે વેરાઈટી ઉમેરતા જઈએ છીએ.
અહીં ગોલા ખાવા આવતા લોકોનું કહેવું છે કે, ઉનાળામાં મનમોજીના ગોલા ખાવા માટે અમે મહિનામાં બેથી ત્રણ વખટ આવીએ છીએ. અહીં વેરાઈટી અને સારા ગોલા મળે છે. ઉનાળામાં ગોલા ખાવાની અનોખી મજા પડે છે. અમે સહ પરિવાર સાથે ગોલા ખાવા આવીએ છીએ.