Home /News /jamnagar /જામનગરઃ પ્રાચીન ત્રિશુલ રાસ જોવા શહેરીજનો ઉમટ્યા, જુઓ Video

જામનગરઃ પ્રાચીન ત્રિશુલ રાસ જોવા શહેરીજનો ઉમટ્યા, જુઓ Video

X
જામનગરના

જામનગરના સેટેલાઇટ પાર્ટમાં મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાતા શ્રી સોનલ માતા ગરબી મંડળ દ્વારા આયોજીત ત્રિસુલ રાસે ભારે આકર્ષણ જમાવ્યું

જામનગરના સેટેલાઇટ પાર્ટમાં મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાતા શ્રી સોનલ માતા ગરબી મંડળ દ્વારા આયોજીત ત્રિસુલ રાસે ભારે આકર્ષણ જમાવ્યું

જામનગર :  નવ દિવસ માતાજીની આરાધના કરવાનો તહેવાર એટલે નવરાત્રી હવે પૂર્ણતાને આરે છે. જેમ જેમ નવરાત્રીનો તહેવાર પૂર્ણ થવા જઇ રહ્યો છે તેમ તેમ લોકો માતાજીના દર્શન કરવા ઉમટી રહ્યાં છે. ત્યારે જામનગરના સેટેલાઇટ પાર્ટમાં મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાતા શ્રી સોનલ માતા ગરબી મંડળ દ્વારા આયોજીત ત્રિસુલ રાસે ભારે આકર્ષણ જમાવ્યું છે જેમાં નાની નાની બાળાઓ દ્વારા અદભૂત રીતે હાથમાં ત્રિસુલ રાખી ગરબે રમવામાં આવે છે. આ દ્રશ્યો જોઇને એવું લાગી રહ્યું હતું જાણે સાક્ષાત માતાજી ગરબે રમી રહ્યાં હોય.

જામનગરના સેટેલાઇટ પાર્કમાં સ્થિત મહાદેવ મંદિરમાં યોજાતા આ મણિયારો રાસ જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે. મણિયારો રાસ જોઇને થોડીવાર માટે લોકો મંત્રમુક્ત થઇ જાય છે. નવરાત્રી દરમિયાન સોસાયટીમાંથી પ્લોટ ધારકો અને રાજકીય પક્ષ તથા વેપારી મિત્ર મંડળ તરફથી દાનની સરવાણી ફૂટે છે અને બાળાઓને લાણી તથા નાસ્તો આપવામાં આવે છે.

આઈ શ્રી સોનલ માતા નવરાત્રિ સમિતિના પ્રમુખ દેવીદાન ગઢવીએ જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી આ પ્રકારના સાંસ્કૃતિ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ખાસ મણિયારો રાસ જોઇને લોકો મંત્રમુક્ત થઇ જાય છે. વાત કરવામાં આવે મણિયારા રાસની તો આ એક વીર રસનો રાસ છે. આ રાસમાં તાલ, તબલા અને ગાયકો ગાતા હોય ત્યારે ભલભલા લોકોના હૈયામાં નવું જોમ ચડી જાય છે. આ મણિયારો રાસ રમવો પણ ખુબ જ મુશ્કેલ હોય છે કારણે તેમાં યુવાનો આ મણીયારા રાસની ચાપકી મારી તેમજ અલગ-અલગ 8 થી 10 સ્ટેપમાં ઢોલના તાલેથી રમતા હોય છે. ખાસ કરીને બેસીને ઉભું થવું પાછુ ઉભું થવું આ રાસની ખાસિયત છે. આ રાસને વીરરસ પણ કહેવામાં આવે છે. આ સાંસ્કૃતિ મણિયારો રાસ જોતાં લોકો એકદમ ઉત્સાહમાં આવી જાઈ છે.
First published:

Tags: Navratri 2021

विज्ञापन