જામનગરઃ કોરોના મહામારી પર મહદઅંશે કાબુ આવ્યા બાદ સમગ્ર દેશમાં લોકો દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવાની તૈયારી કરી રહ્યાં છે. ખાસ કરીને દિવાળી પહેલા ધનતેરસના દિવસે સોના-ચાંદીના ઘરેણા ખરીદવાની વર્ષો જૂની પરંપરા આજે પણ લોકો જાળવી રહ્યાં છે. જામનગરમાં પણ ધનતેરસના દિવસે મોટી સંખ્યામાં લોકો દાગીના ખરીદવા ઉમટી પડ્યા હતા.
જામનગરમાં આવેલા નવનીત જ્વેલર્સના રઘુભાઇ સોનીનું કહેવું છે કે આ વર્ષે કોરોના હળવો પડતાં એવું લાગી રહ્યું છે કે સારી ઘરાકી રહેશે. દિવાળીના તહેવાર પર અમે દરવર્ષની જેમ આ વર્ષે પણ રંગોળીની સ્પર્ધાનું આયોજન કર્યું હતું. સાથે જ લોકો માટે વિવિધ આકર્ષક સ્કીમ રજૂ કરી છે. જેમ કે ઘરેણા ખરીદતા ખરીદતા મહેંદી મૂકવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઓવરઓલ કોરોના બાદ આ વર્ષ લોકો ખુલીને શોપિંગ કરી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે.