Home /News /jamnagar /Jamnagar: નાનકડા ગામડામાંથી આવેલી પટેલ રાસ મંડળીએ 30થી વધુ દેશમાં બોલાવી છે ગરબાની રમઝટ, જાણો માહિતી

Jamnagar: નાનકડા ગામડામાંથી આવેલી પટેલ રાસ મંડળીએ 30થી વધુ દેશમાં બોલાવી છે ગરબાની રમઝટ, જાણો માહિતી

પટેલ રાસ મંડળી

દેશ-વિદેશમાં ગુજરાતી લોકકળાને વૈશ્વિક ઓલળ અપાવનાર શ્રી પટેલ રાસ મંડળી-લોકકલા ટ્રસ્ટની શરૂઆત 1940માં થઇ હતી, આ રાસ મંડળીનાં હાલના લીડર મહેન્દ્રકુમાર કરસનભાઇ આણદાણી છે

  Sanjay Vaghela, Jamnagar: નવરાત્રીના તહેવારને લઈને યુવાધન ગરબા રમવા થનગની રહ્યું છે, છેલ્લા કેટલાક વર્ષોથી ડીજે અને ટેપનાં ગીતો પર નવરાત્રીમાં ગરબા રમવામાં આવે છે. પરંતુ એક સમય હતો જયારે આપણી ભાતીગળ સંસ્કૃતી પ્રમાણે નવરાત્રીનાં તહેવારની ઉજવણી થતી હતી. ગામડામાં ચોરે પુરુષો પારંપરીક પોશાક પહેરીને માતાજીની આરાધના કરતા, આજે આ પ્રકારની નવરાત્રીની ઉજવણી વિસરાઈ ગઈ છે, આજના યુવાનોને તો એ પણ ખબર નહીં હોય કે મણિયારો રાસ શું છે, બેસણી એટલે શું, હીંચ એટલે શું, પરંતુ જામનગર જિલ્લાનાં નાના એવા લતીપર ગામનાં યુવાનોએ ગુજરાતનાં ભાતીગળ રાસ ગરબાને દેશ વિદેશમાં ખ્યાતિ અપાવી છે, આ યુવાનો પારંપરીક પોશાકમાં સજ્જ થઇને જયારે રાસ ગરબાની રમઝટ બોલાવે ત્યારે પ્રેક્ષકો થોડીવાર તો મંત્ર મુક્ત થઇ જાય છે. આવો આ લતીપર રાસ મંડળી વિશે વિગતે વાત કરીએ.

  દેશ-વિદેશમાં ગુજરાતી લોકકળાને વૈશ્વિક ઓલળ અપાવનાર શ્રી પટેલ રાસ મંડળી-લોકકલા ટ્રસ્ટની શરૂઆત 1940માં થઇ હતી, આ રાસ મંડળીનાં હાલના લીડર મહેન્દ્રકુમાર કરસનભાઇ આણદાણી છે. News 18 લોકલ સાથે વાતચિતમાં તેઓએ જણાવ્યું કે આજે ચોથી પેઢીનાં યુવાનો આ મંડળી સાથે સંકળાયેલા છે. શરૂઆતમાં માત્ર 20 જ યુવાનો હતાં. ધીમે ધીમે આ ગ્રુપ મોટુ થતું ગયું અને આજે 80થી 90 લોકો આ મંડળીમાં જોડાયેલા છે, જેમાં સંચાલકથી લઈને વાદ્ય વગાડનારા અને પર્ફોમન્સ કરનારા યુવકોનો સમાવેશ થાય છે. શરૂઆતનાં સમયમાં માત્ર યુવકો જ જોડાયા હતાં, ત્યારબાદ ધીમે ધીમે યુવતીઓ પણ જોડાઈ છે. એટલું જ નહીં આ રાસ મંડળીની ખાસ વાત એ છે કે તેમાં જોડાયેલા લોકો તમામ ગામડાના છે અને ખેડૂત છે.

  જામ સાહેબે આપી હતી સોનાની તલવાર

  શ્રી પટેલ રાસ મંડળીનાં લીડર મહેન્દ્રભાઈ જણાવ્યું કે શરૂઆતમાં અમે માત્ર કણબી રાસ જ કરતા, ધ્રોલનાં ભૂચર મોરીમાં યોજાતી 50થી વધુ રાસ મંડળી વચ્ચે સ્પર્ધા યોજાતી જેમાં અમે વિજેતા થતા, એ સમયે જામ સાહેબે અમને જણાવ્યું કે ભૂચર મોરીનું મેદાન શૌર્યની ભૂમિ છે, તમે એવો કોઈ રાસ કરો, ત્યારબાદ અમે બે વર્ષ પ્રેક્ટિસ કરીને ઢાલ તલવાર રાસ પ્રસ્તુત કર્યો, જે જોઈને જામ સાહેબ ખુબ જ ખુશ થયાં અને ભેટ સ્વરૂપે તેઓએ અમને સોનાની તલવાર આપી હતી.

  આ પણ વાંચો: આ 5 મિત્રોએ મળીને રીડિંગ ક્લબની શરૂઆત કરી; જોડાઈ રહ્યા છે અનેક લોકો!

  શ્રી પટેલ રાસ મંડળીનાં કણબી રાસ ખુબ જ જાણીતો છે, જયારે તેઓ કણબી રાસની રમઝટ બોલાવતા ત્યારે પ્રેક્ષકો મંત્રમુક્ત થઇ જતા, આ રાસ મંડળીએ અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જો કે તેઓએ હવે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું છે, તેઓ ફિલ્મ સ્ટારને શીખવે છે. રામલીલા ફિલ્મનાં અભિનેતા રણવીર સિંઘને પણ રાસ ગરબા શીખવ્યા છે. એટલું જ નહીં આ ફિલ્મનું ગીત નગાડા સંગ ઢોલ બાજેનું કોર્યોગ્રાફી શ્રી પટેલ રાસ મંડળીએ જ કર્યું છે.

  આ રાસ મંડળીએ દેશભરમાં અને દુનિયાના 30 જેટલા દેશોમાં ગુજરાતની પ્રાચીન પરંપરાગત ભાતીગળ લોકનૃત્ય કલાનો વિશ્વમાં ડંકો વગાડી અનેક એવોર્ડો, પ્રસસ્તીપત્રો અને પારિતોષિકોથી નવાજવામાં આવેલી છે. તો શ્રી પટેલ રાસ મંડળી-લોકકલા ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક કર્યો અને જાગૃતિ લાવવાનાં પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં મુખ્ય ઉદ્દેશ સમાજ કલ્યાણ અને સાંસ્કૃતિક પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે, ગ્રા સિવાય ગામડાનાં યુવાઓને લોકનૃત્યો, હસ્તકલા અને લોકસંગીતની તાલીમ આપી, તેનામાં રસ કેળવવા શિબિરો પણ યોજી છે.
  First published:

  Tags: Jamnagar News, Navratri 2022, Navratri celebration

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन