Home /News /jamnagar /વાહનવ્યવહાર મંત્રીના શહેરમાં જ ST ડેપો અસલામત! લુખ્ખાઓની દાદગીરીનો Video, પેસેન્જરને માર્યો માર

વાહનવ્યવહાર મંત્રીના શહેરમાં જ ST ડેપો અસલામત! લુખ્ખાઓની દાદગીરીનો Video, પેસેન્જરને માર્યો માર

જામનગરમાં એસટીમાં મારામારીની ઘટના કેદ, પેસેન્જરોને માર્યા, બાદમાં કેન્ટી પાસે પણ દાદાગીરી કરી

Jamnagar ST Depot Passengers Beaten : વહેલી સવારની ઘટના સીસીટીવીમાં કેદ, લુખ્ખા તત્વોના રંજાડથી મુસાફરો ડરી ગયા, પોલીસ આવે તે પહેલાં ભાગી છૂટ્યા શખ્સો

    કિંજલ કારસરીયા, જામનગર: ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર (Gujarat Transport Minister)  વિભાગના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુના (Cabinet Minister R.C Faldu) મત ક્ષેત્ર એવા જામનગરના (Jamnagar) મુખ્ય એસ.ટી.બસ (ST Bus Stand)  સ્ટેન્ડમાં આવારા તત્વો (Notorious Man) એ વહેલી સવારે મુસાફરો (Beaten Passengers) અને નબળા લોકો પર આતંક ગુજાર્યો હતો. આ સમગ્ર ઘટના એસ.ટી.ના સીસીટીવી કેમેરામાં (CCTV Video)  કેદ થઇ છે જેને લઇને ટ્રાફીક કંટ્રોલર અને સ્થાનિક મુસાફરોએ પોલીસને જાણ પણ કરી હતી જેથી પોલીસ આવી જતાં લુખ્ખા તત્વો પોતાની ટુ વ્હીલર છોડી નાસી છૂટયા હતા.

    જામનગરના મુખ્ય એસટી બસ ડેપો ખાતે સવારના વહેલા 5.48 વાગ્યા બાદ ૩ લોકો ટુ-વ્હીલર લઈને વન-વે ના પ્રવેશ દ્વારથી પ્રવેશ કરી એસટી બસ સ્ટેન્ડની અંદર પ્લેટફોર્મ પર પોતાની ગાડી સાથે ઘૂસ્યા હતા અને ત્રણેય શખ્સોએ બસ સ્ટેન્ડમાં સુતેલા કેટલાક ગરીબ મુસાફરો અને અન્ય લોકો સાથે જીભાજોડી કરી આતંકવાદ ગુજાર્યો હતો. ગરીબ લોકોના ઓશીકા લઈ તેના રૂ કાઢી વેરવિખેર કરી ફડાકા પણ જીકયા હતા.

    આ પણ વાંચો : રાજકોટ : ભાઇએ પ્રેમ લગ્ન કરનાર બહેનનું રક્ષાબંધન પૂર્વે કર્યું અપહરણ, CCTV Videoમાં ઘટના કેદ

    આ સમગ્ર ઘટના અંગે જાણ થતાં એસટી માં આવેલ કેન્ટીન અને આસપાસના કેટલાક લોકો આ લુખ્ખા તત્વો પાસે એસટી ના પાછળના ભાગમાં પહોંચ્યા હતા અને ત્યાં આ સમગ્ર ઘટના અંગે એસ.ટી.ના કન્ટ્રોલર ને પણ જાણ થતાં તેઓએ તાત્કાલિક પોલીસ ને આ અંગે જાણ કરી હતી.



    જેથી પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી અને પોલીસ આવતા પહેલા જ ત્રણેય લુખા પોતાની ટુ વ્હીલર જાડી છોડી પલાયન થઈ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના અંગે પોલીસે એસટી માંથી સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે અને આવારા તત્વોની ટુ વ્હીલરને પણ કબજે કરી છે. અને નાસી છુટેલા આતંક મચાવનાર ત્રણેય શખ્સોની શોધખોળ પણ હાથ ધરી છે.

    દાહોદ : કૌટુંબિક દિયરએ ભાભીને આપી 'તાલિબાની સજા,' Viral Video બાદ પોલીસે કરી કાર્યવાહી

    અવારનવાર એસટીમાં આ પ્રકારે આતંક મચાવવામાં આવતો હોય છે પરંતુ કોઈ ના જાણમાં આવી ઘટનાઓ ન આવતા લુખા આવારા તત્વો પણ મોકળું મેદાન જોઈ ગયા હોય તેમ નિર્દોષ લોકો પર આ પ્રકારે જુલ્મ ગુજરતા હોય છે. ત્યારે પોલીસના પહેલા ઉપર પણ અનેક સવાલ ઉભા થાય છે. ત્યારે આવી ઘટનાઓ અટકાવવા પોલીસ પણ આવા લુખ્ખા તત્વોને પાઠ ભણાવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: CCTV Video, GSRTC, જામનગર