Home /News /jamnagar /Jamnagar: માતેલા સાંઢની જેમ આવેલા છોટાહાથીએ ત્રણ બાઇકનો બુકડો બોલાવી દીધી, જુઓ CCTV

Jamnagar: માતેલા સાંઢની જેમ આવેલા છોટાહાથીએ ત્રણ બાઇકનો બુકડો બોલાવી દીધી, જુઓ CCTV

X
જામનગરમાં

જામનગરમાં છોટાહાથી ચાલકે એક સાથે ત્રણ બાઈક ચાલકોને હડફેટમાં લેતા અફડાતફડી મચી ગઇ

જામનગરમાં રોંગ સાઇડમાં આવતા છોટાહાથીએ ત્રણ બાઇકને અડફેટે લીધા હતાં. આ ઘટનાનાં પગલે ભાગદોડ મચી ગઇ હતી. જોકે આ ઘટનામાં કોઇ મોટી જાનહાની થઇ ન હતી.

Kishor Chudasama, Jamnagar: જામનગરમાં ટ્રાફિક અને અકસ્માતની વણજાર આજે પણ યથાવત રહેવા પામી હતી. જેમાં જામનગરમાં સાત રસ્તાથી ગોકુલ નગર તરફ જતા ઇન્દિરા માર્ગ પર અકસ્માતની વિચિત્ર ઘટના સામે આવી છે.

રોંગ સાઈડથી બેફામ સ્પીડે આવેલા છોટાહાથીએ ત્રણ બાઇકને અડફેટે લેતા ભાગદોડ મચી ગઇ હતી. બીજી તરફ અકસ્માતની ઘટનાને લઈને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

પોલીસે ટ્રાફિક વ્યવહાર પૂર્વરત કર્યો

પ્રાથમિક વિગત અનસુર જામનગરના ઇન્દિરા માર્ગ પર રોજી પંપ નજીક જી.જે. 10 ટી.વી. 4813 નંબરના છોટાહાથીના ચાલકે આડેધડ રોંગ સાઈડમાં વાહન ચલાવી અકસ્માત સર્જ્યો હતો. જેમાં એકીસાથે ત્રણ બાઈક ચાલકોને હડફેટમાં લઈ લીધા હતા, જેના કારણે ભારે અફડાતફડી થઈ હતી, અને ટ્રાફિકજામ થઈ ગયો હતો.



જોકે સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ વાહન ચાલકને ઈજા થઈ ન હતી. અને છોટાહાથી નો ચાલક પોતાનું વાહન છોડીને ભાગી છુટ્યો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક દૂર કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરાયો હતો.
First published:

Tags: Accidents, CCTV footage, Jamnagar News, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો