Home /News /jamnagar /Jamnagar: છે....ક લંડનથી ભારત ભ્રમણ કરતું-કરતું દંપતી પહોંચ્યું જામનગર, કારમાં બંગલા જેવી સુવિધા...!

Jamnagar: છે....ક લંડનથી ભારત ભ્રમણ કરતું-કરતું દંપતી પહોંચ્યું જામનગર, કારમાં બંગલા જેવી સુવિધા...!

X
મૂળ

મૂળ જામનગર અને હાલ લંડન સ્થાયી થયેલા દંપતી વર્ષના 6 થી 8 મહિના દરમિયાન ભારત ભ્રમ

લાલપુર તાલુકાનાં મૂળ વતની હરીશભાઈ શાહ અને ફાલ્ગુની શાહ લંડન ખાતે પોતાની જોબમાંથી નિવૃત થઈ હાલ ભારત ભ્રમણ કરી રહ્યા છે. જેઓ જામનગર પહોંચ્યા હતા.

    Kishor chudasama, Jamnagar: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં ગજણા ગામના મૂળ વતની હરીશભાઈ શાહ અને ફાલ્ગુની શાહ હાલ લંડનમાં સ્થાઇ થયા છે. જે લંડન ખાતે પોતાની જોબમાંથી નિવૃત થતા તેઓ ભારત ભ્રમણ કરી દેશની સંસ્કૃતિ અને સુંદરતા જાણવા પ્રયાસ કરી રહયા છે. તેઓ વર્ષના 6 થી 8 મહિના દરમિયાન ભ્રમણ કરે છે જેના ભાગરૂપે તેઓ સોલો ટ્રાવેલર તરીકે ભારત ભ્રમણ માટે નીકળ્યા છે. આ દરમિયાન મૂળ જામનગરનું કપલ જામનગરમાં આવ્યું હતું.

    ગોલ્ડન ઇગલ કારે લોકોમાં જમાવ્યું આકર્ષણ

    હરીશભાઈ શાહ અને ફાલ્ગુની શાહ પોતાની ઇસુઝા કાર સાથે લંડનથી જામનગર આવ્યા છે. આ વેળાએ તેઓએ જામનગરના લાખોટા તળાવ, ખીજડીયા પક્ષી અભ્યારણ સહિતના ફરવા લાયક સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં આ સમયે તેમની કાર ઇસુઝું કે જૂનું નામ તેમણે ગોલ્ડન ઇગલ રાખ્યું છે. આ કારે લોકોમાં ખાસ આકર્ષણ જમાવ્યું છે.



    હરિષભાઈએ કહ્યું કે....

    ભારત ભ્રમણ માટે આ દંપતીએ કારમાં સુવા, બેસવા, ન્હાવા, જમવા, રહેવા, કિચન સહિતની સુવિધા સભર કાર ખાસ કાર બનાવી છે. કારમાં ડબલ બેડ ફોલ્ડિંગ રૂમ, તેમજ ટ્રાવેલિંગ અને રોજીંદી જરૂરિયાતોની તમામ સુવિધાઓ રાખવામા આવી છે. આ કપલ ભારત ભ્રમણ કરીને લોકોને ટ્રાવેલિંગ કરવા અને ભારતની અલગ અલગ સંસ્કૃતિને જાણવાનો સંદેશો આપે છે. આ દરમિયાન હરીશભાઈ શાહએ જણાવ્યું કે ભારત એ કલરફુલ દેશ હોવાથી લોકોએ હંમેશા ફરવું જોઈએ અને દેશની સંસ્કૃતિને જાણવી જોઈએ.
    First published:

    Tags: Local 18, Travel, જામનગર, લંડન

    विज्ञापन