આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારીએ આર્યુવેદથી ઉચ્ચકોટીના સંતાનો કેવી રીતે પ્રાપ્ત થાય તે માટે આ પ્રકારના સેમિનારો હવે લોકજાગૃતિ માટે આવશ્યક બન્યા છે. તેવું જણાવી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. ‘સુપ્રજા -2023’ સેમિનારમાં જામનગર ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી 170 જેટલા ફેકલ્ટીઓ રિસર્ચ પેપર સાથે આવ્યા હતા અને પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા હતા.
સેમિનાર દરમિયાન મુખ્ય વક્તા સાઇન્ટિસ્ટ વૈદ્ય ગીરીશજી ટીલુ દ્વારા સાયન્ટિફિક અને આર્યુવેદના સમનવ્યથી સારી પ્રજાતિના બાળકો કેવી રીતે આવી શકે તે માટે રિસર્ચ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ‘સુપ્રજા -2023’ સેમિનારના આયોજન માટે છેલ્લા એક મહિનાથી 9 જેટલી ટીમો દ્વારા 50 અગ્રણીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.