Home /News /jamnagar /

Jobs in Jamnagar: જામનગરમાં કોર્ડિંનેટર, ટેલિકોલર સહિતના પદ પર બહાર પડી ભરતી, વાંચો સંપૂર્ણ વિગત

Jobs in Jamnagar: જામનગરમાં કોર્ડિંનેટર, ટેલિકોલર સહિતના પદ પર બહાર પડી ભરતી, વાંચો સંપૂર્ણ વિગત

જામનગરમાં નોકરીની તક

જામનગરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં વિવિધ જગ્યાઓ (Jobs in Jamnagar) પર મેન પાવરની જરૂર પડી છે. જેમાં લાયક ઉમેદવાર અરજી કરી શકે છે. આ જગ્યા પર પસંદગી પામેલા વ્યક્તિને સારા પગાર ધોરણ સાથે નોકરી મળી શકે છે. 

    Sanjay Vaghela, Jamnagar: જામનગરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં વિવિધ જગ્યાઓ (Jobs in Jamnagar) પર મેન પાવરની જરૂર પડી છે. જેમાં લાયક ઉમેદવાર અરજી કરી શકે છે. આ જગ્યા પર પસંદગી પામેલા વ્યક્તિને સારા પગાર ધોરણ સાથે નોકરી મળી શકે છે.

    જામનગરમાં આવેલી અલ્મા એજ્યુકેશન ટ્રસ્ટમાં વિવિધ પદ જેવા કે કોઓર્ડીનેટર ટીચર અને ટેલીકોલર માટે ભરતી કરવામાં આવી રહી છે. આ જગ્યા પર માત્ર મહિલા ઉમેદવાર જ અરજી કરી શકે છે.

    જગ્યાનું નામ:

    કોર્ડીનેટર

    - આ પોસ્ટ પર સ્ટુડન્ટ આવે તેનું કાઉન્સિલિંગ કરવાનું રહેશે.
    - કામના કલાક આઠ કલાક રહેશે

    ટીચર

    - આ પોસ્ટ પર અલગ અલગ કોર્સ ચાલતા હોય જેમ કે કોમ્પ્યુટર, બેઝીક, એકાઉન્ટ, ઓટોકેડ અને અન્ય એમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું રહેશે

    - કામના કલાક 12 કલાક

    ટેલીકોલર

    - વિદ્યાર્થીઓને તેના માતા પિતાને તથા અન્ય લોકોને અભ્યાસ વિશે ફોન કરવાના રહેશે
    - કામના કલાક 10 કલાક
    - ટેલિકોલરની આ જગ્યા માટે માત્ર મહિલા ઉમેદવાર જ અરજી કરી શકે છે.

    ઇન્ટરવ્યૂ પ્રોસેસ:

    ઉમેદવારે 8866709051 નંબર પર બાયોડેટા મોકલવાના રહેશે. શોર્ટલિસ્ટેડ વ્યક્તિને ઇન્ટરવ્યૂ માટે બોલાવબામાં આવશે. જ્યારે રિઝયુમ મોકલો ત્યારે કઈ કંપની માટે અને કઈ જગ્યા માટે મોકલો છો એ લખીને મોકલવું.

    જીઆઇડીસી, ફેસ 3માં ઓફિસમાં ગર્લ્સ માટે જોબ

    કંપનીનું નામ:

    વિશ્વકર્મા એન્જિનિયરિંગ, સિલ્વર પોઇન્ટ, જીઆઇડીસી ફેસ - 3, જામનગર

    જગ્યાનું નામ: ઓફિસર અટેન્ડેન્ટ ( માત્ર મહિલા અપ્લાય કરે )

    કામની વિગત:

    ઓફિસમાં બેસી ત્યાંના રજીસ્ટર નિભાવવાના, જરૂર પડે તો વાઉચર લખવાના અને એના જેવા અન્ય કામ કરવાના. કામમાં વર્ક પ્રેશર રહેશે નહીં. ખાલી ઓફિસમાં બેસી અને ઓફિસ સંભાળવાની.

    - સમય : સવારે 9થી સાંજે 6

    - પગાર: 7,000 થી શરૂ

    ઇન્ટરવ્યૂ પ્રોસેસ:

    ઉમેદવારે 8866709051 નંબર પર બાયોડેટા મોકલવાના રહેશે. શોર્ટલિસ્ટેડ વ્યક્તિને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. જ્યારે રિઝયુમ મોકલો ત્યારે કઈ કંપની માટે અને કઈ જગ્યા માટે મોકલો છો એ લખીને મોકલવું.

    નોંધ:- આ આર્ટિકલનો હેતુ જરૂરિયાતમંદ યુવાનોને નોકરી મળે અને નોકરીદાતાઓને યોગ્ય ઉમેદવાર મળે એટલો જ છે, નોકરી મેળવતા પહેલા અને નોકરી આપતા પહેલા યોગ્ય ખરાઈ કરી લેવી, આ માટે News18 જવાબદાર રહેશે નહીં.
    First published:

    Tags: Gujarat News, Jamnagar News, Jobs

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन