Home /News /jamnagar /Jamnagar News: માવઠાને લીધે સ્વેટર પણ ભીંજાયું, એટલા મોટા છાંટા પડ્યા કે પાંચ મિનિટમાં પલળી ગઇ જમીન!

Jamnagar News: માવઠાને લીધે સ્વેટર પણ ભીંજાયું, એટલા મોટા છાંટા પડ્યા કે પાંચ મિનિટમાં પલળી ગઇ જમીન!

જામનગરમાં પણ કમોસમી વરસાદ

ભર શિયાળે કમોસમની વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સામાન્ય લોકોમાં રોગચાળો વકરવાનો ભય ફેલાયો છે. તો સૌથી વધુ નુકશાની ધરતીપુત્રોને થશે, કારણ કે શિયાળું પાક ચળા, તલ, ઘઉં વગેરેને નુકશાન થવાની વાત ખેડૂતો કરી રહ્યાંં છે.

    Kishor chudasama, Jamnagar:  થોડા દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાતા બર્ફીલા પવનને પગલે જામનગરમાં  પણ ઠંડીનું જોર યથાવત રહ્યું હતું, પરંતુ અચાનક માવઠાની જે આગાહી કરવામાં આવી હતી તે સાચી ઠરી છે. કાતિલ ઠંડી બાદ શનિવાર સવારથી જ ઠંડીનું જોર ઘટ્યું હતું અને વાદળો બંધાવાનું શરૂ થયું હતું. ત્યારબાદ સાંજના સમયે કમોસમી વરસાદની સવારી જામનગર આવી પહોંચી હતી. હજી તો લોકો કંઇ સમજે તે પહેલા જ વરસાદે ચારે બાજુ પાણી પાણી કરી નાખ્યું હતું.

    ખાસ કરીને વરસાદના છાંટા જ એટલા મોટા હતા કે પાંચ મિનિટમાં જમીન પલળી ગઇ હતી.  જામનગરમાં ગ્રામ્ય પંથક અને શહેરમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે.


    ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ બાદ હાલાર પંથકમાં પણ માવઠાએ ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. શહેરના કેટલાક વિસ્તારો જેમ કે પંચવટી, ચાંદી બજાર, ખોડિયાર કોલોની, ખેતીવાડી, હાપા, ગુલાબનગર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. તો માવઠાની સૌથી વધુ અસર ગ્રામ્ય પંથકમાં જોવા મળી હતી. શેખપાટ, અલિયાબાડા, ઠેબા, લાલપુર, ધ્રોલ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હોવાના રિપોર્ટ મળી રહ્યાં છે.



    ભર શિયાળે કમોસમની વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સામાન્ય લોકોમાં રોગચાળો વકરવાનો ભય ફેલાયો છે. તો સૌથી વધુ નુકશાની ધરતીપુત્રોને થશે, કારણ કે શિયાળું પાક ચળા, તલ, ઘઉં વગેરેને નુકશાન થવાની વાત ખેડૂતો કરી રહ્યાંં છે.
    First published:

    Tags: Local 18, Winter, જામનગર, વરસાદ