એક અંદાજ મુજબ આ ગીતાજીનું વિક્રમ સવંત 1665 માં એટલે કે ઇ.સ.1737માં નિર્માણ કરાયું હતું. જે ભુર્જ (હિમાલયમાં થતું એક વૃક્ષ) જેની છાલમાંથી બનતા પત્ર પર લખવામાંઆવેલી છે.
Kishor chudasama,Jamnagar: જામનગર ખાતેની ITRAમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં અસંખ્યપુસ્તકોનો ભંડાર ભર્યો છે. જેમાં ગુજરાત ઉપરાંત લગભગ દેશભરની જુનામાં જૂની ગણાતી ગીતા સચવાયેલી છે. ભુર્જ પત્ર પરલખાયેલી આ ગીતા આશરે 300 વર્ષ જુની હોવાનું માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ગોંડલના મહારાજા પાસે આ ગીતાજી હતા ત્યારબાદ અંગેજોના સમયમાં ગીતાજીની જાળવણી માટે તેઓએ સરકારને સોંપી હતી.
ત્યારબાદ સરકારે આ પવિત્રગીતાજીની જાળવણીની જવાબદારી યુનિવર્સિટીના શિરે રાખી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી આ ગીતાજી જામનગરનાઅમૂલ્ય રત્ન સમાન સાબિત થઈ રહી છે.
ગીતાજીનું વિક્રમ સવંત 1665 માં કરાયું નિર્માણ
આ અંગે લાઇબ્રેરિયન ડો. વી. કે. કોરીએ માહિતી આપતા જણાવ્યું હતું. એક અંદાજ મુજબ આ ગીતાજીનું વિક્રમ સવંત 1665 માં એટલે કે ઇ.સ.1737માં નિર્માણ કરાયું હતું. જે ભુર્જ (હિમાલયમાં થતું એક વૃક્ષ) જેની છાલમાંથી બનતા પત્ર પર લખવામાંઆવેલી છે. આ ગીતાજીમાં 20 પાત્રો (પેજ) છે. જેમાં 745 જેટલા શ્લોક આવેલા છે.
મહત્વનું છે કે હાલ જે પણ પ્રેસમાં ગીતાજીમળે છે તેમાં માત્ર 700 જેટલા જ શ્લોક હોય છે. એટલું જ નહીં આ ગીતાજીમાં ધૂતરાષ્ટ્ર, સંજય, અર્જુન અને ભગવાન કૃષ્ણનાકેટલા કેટલા શ્લોક છે તેની પણ ગણતરી કરાઈ છે. હાલ આ ગીતાજી લાઇબ્રેરીમાં આવેલ પાંડુલીપી વિભાગમાં ગીતાજીરાખવામાં આવી છે અને સ્ટાફ દ્વારા રખરખાવની જવાબદારી નિભાવાઈ રહી છે.
કર્ણાટકના નારાયણ ગુરુએ અંગ્રેજીમાં અનુવાદ સાથે બુક લખી
આ અંગે સૌથી મહત્વની વાત એ છે કે જેમણે 600 થી વધુ બુકો લખી એવા કર્ણાટકના નારાયણ ગુરુને આ ગીતાજી અંગેજાણકારી પ્રાપ્ત થઇ હતી. ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ત્યાના કેટાલોગ (કઈ વસ્તુ કયા મળશે તેવો ચાર્ટ) માં જાણવા મળ્યું કેસૌથી જૂની આજે ભોજપત્રમાં લખાયેલી ગીતા ગોંડલમાં સચવાયેલી છે.
જેથી તેઓ ગોંડલ આવ્યા હતા. જ્યા પૂછપરછમા આગીતા જામનગરમાં હોવાનું જાણવા મળતા તેઓ જામનગર આવ્યા હતા. અહીં પુરા અભ્યાસ બાદ તેઓએ શ્રી સમગ્ર ભાગવત ગીતા નામે અપડેટ બુક બનાવી છે. જેમાં 745 શ્લોકનું અંગ્રેજીમાં અનુવાદ પણ કરવામાં આવ્યું છે. જે બુકને અમદાવાદના પ્રેસમાં બનાવાઈ છે. મહત્વનું છે કે હાલ નારાયણ ગુરુ બરોડા ખાતે રહે છે અને મોટી કંપનીઓમાં મોટીવેશનલ સ્પીકર તરીકે કાર્ય કરીરહ્યા છે.