Home /News /jamnagar /

Jamnagar: જામનગરમાં શરુ થઇ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, માત્ર 50 રૂપિયામાં મળશે સારવારનો લાભ !

Jamnagar: જામનગરમાં શરુ થઇ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, માત્ર 50 રૂપિયામાં મળશે સારવારનો લાભ !

ઓસવાળ

ઓસવાળ આયુષ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પીટલ

ઘણી એવી પણ હોસ્પિટલો છે જ્યાં રાહતદરે સારવાર (Treatment at a reduced rate) નો લાભ આપવામાં આવે છે. આ હોસ્પિટલો ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોય છે જેમનો મુખ્ય હેતુ લોકોની મદદક રવાનો હોય છે. આવી જ એક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલની શરૂઆત જામનગરમાં થઇ છે. 

વધુ જુઓ ...
    Sanjay Vaghela, Jamnagar:આજના મહામારીના જમાનામાં સૌથી મોટો પ્રશ્ન હોસ્પિટલ (Hospital) ની સારવારનો છે, ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવાર માટે યોગ્ય સારવાર કરાવવી મુશ્કેલ બની જતીહોય છે, ત્યારે ઘણી એવી પણ હોસ્પિટલો છે જ્યાં રાહતદરે સારવાર (Treatment at a reduced rate) નો લાભ આપવામાં આવે છે.આ હોસ્પિટલો ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોયછે જેમનો મુખ્ય હેતુ લોકોની મદદ (Helping people) કરવાનો હોયછે. આવી જ એક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલની શરૂઆત જામનગરમાં થઇ છે.આ હોસ્પિટલનું નામ છે ઓસવાળ આયુષ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ (Oswal AYUSH Super Specialty Hospital, Jamnagar) જ્યાં એકદમ નજીવા ચાર્જમાં લોકોને અધ્યતન સારવારની સુવિધાઓ (Health Service) આપવામાં આવી રહી છે. આવો આ હોસ્પિટલ અંગે વિગતે માહિતી મેળવીએ.

    કઈ કઈ સુવિધા અહીં આપવામાં આવે છે?

    જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં પોલીસ ચોકી સર્કલ સામે આ ઓસવાળ આયુષ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલનું સંચાલન ઓસવાળ આયુષ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં ગાયનેક, પીડિયાટ્રીક, ઓર્થોપેડિક, ડાયલીસીસ, મેડિસિન, સર્જરી, કાર્ડીયોલોજી સહીત કુલ 7 ડિપાર્ટમેન્ટ આવેલા છે, જ્યાં 24 કલાક સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં કુલ 172 બેડની સુવિધા છે. જેમાં 53 બેડ ક્રિટીકલ કેર માટે રાખવામાં આવ્યા છે. તો અહીં કેથલેબની પણ સુવિધા છે. એટલું જ નહીં ગ્રાઉન્ડ ફ્લોર પર જ 10 બેડની સુવિધાવાળી ઇમર્જન્સી સારવારનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જે 24 કલાક કાર્યરત છે. તો પહેલા માળે જ તમામ પ્રકારના રોગની ઓપીડી આવેલી છે જ્યાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવે છે.

    શું ચાર્જ લેવામાં આવે છે છે?

    આ ઓસવાળ આયુષ હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત હોવાથી અહીં તમામ પ્રકારની સારવાર રાહતદરે કરવામાં આવે છે. જેમ કે માત્ર 50 રૂપિયામાં કેસ કઢાવીને ડોક્ટરને બતાવી શકો છો. આ સિવાય જો સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને મળવું હોયતો 200 રૂપિયા ચાર્જ છે. ઇમર્જન્સી ચાર્જ 100 રૂપિયા છે. ECG ચાર્જ 100 રૂપિયા છે. એક્સરે ચાર્જ 200 રૂપિયા છે. ICU ચાર્જ 2000 હજાર છે. તો નોર્મલ ડિલિવરીનો ચાર્જ 3000 હજાર છે અને સીઝેરિયન ડિલિવરીનો ચાર્જ 12 હજાર રૂપિયા છે.

    હોસ્પિટલમાંથી જ કાઢી આપે છે સરકારી યોજનાના કાર્ડ

    આ હોસ્પિટલમાં ભારત સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત કાર્ડ માન્ય છે. એટલું જ નહીં જે દર્દી પાસે આ કાર્ડ નથી અને તે સરકારી નિયમ પ્રમાણે લાયક છે તો તેને આ હોસ્પિટલમાં જ કાર્ડ કઢાવી આપવામાં આવે છે. આ માટે હોસ્પીટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં જ 3 નંબરની ઓફિસ આવેલી છે. જ્યાં જરૂરી કાગળ આપીને કાર્ડ કાઢી આપવામાં આવશે. એટલું જ નહીં આયુષ્માન ભારત કાર્ડ અંતર્ગત મોંઘામાં મોંઘા ઓપેરેશન નિયમ પ્રમાણે નિઃશુલ્ક કરવામાં આવે છે. એટલું જ નહીં અનેક એવા ઓપેરેશન રાહતદરે કરવામાં આવે છે.

    નોંધી લો આ હોસ્પિટલનું સરનામું

    ઓસવાળ આયુષ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલા પોલીસ સર્કલ પાસે આવેલી છે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन