Home /News /jamnagar /Jamnagar: ઘરે જ બનાવો આયુર્વેદિક મલમ, નાની મોટી ઇજામાં સાબિત થશે વરદાનરૂપ!

Jamnagar: ઘરે જ બનાવો આયુર્વેદિક મલમ, નાની મોટી ઇજામાં સાબિત થશે વરદાનરૂપ!

X
આયુર્વેદિક

આયુર્વેદિક મલમ તમે ઘરે જ બનાવી શકો છો

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના રસ શાસ્ત્ર ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઘીમાંથી મલમ બનાવવાની રીત લોકોને શીખવે છે.

Kishor chudasama, jamnagar: કોરોનાકાળ બાદ લોકોમાં આરોગ્ય ક્ષેત્રે મોટી જાગૃતિ આવી છે. જેમાં પણ સરકારના પ્રયાસોને પગલે આયુર્વેદ પ્રત્યે લોકો આકર્ષાયા છે. આવી સ્થિતિ વચ્ચે આયુર્વેદની વસ્તુઓના ઉપયોગમાં વધારો જોવા મળી રહ્યો છે. આયુર્વેદની તમામ વસ્તુઓ મોટા ભાગે આપણા રોજબરોજના જીવનમા અત્યંત ઉપયોગી નીવડે છે. જેના ઉપયોગની કોઈ મોટી આડઅસર પણ હોતી નથી. જેમાં પણ ખાસ જામનગરમાં આવેલ આયુર્વેદ સંસ્થાન લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.

અહી અનેક પ્રયોગો થકી જીવનજરૂરી ઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓ બની છે. જેની યશકલગીમા વધુ એક છોગુ ઉમેરાયું છે. જેમાં જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના રસ શાસ્ત્ર ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મેઘા ગજેરાએ ઘીમાંથી મલમ બનાવવાની રીત લોકોને શીખવી છે.



પગના તળિયામાં બળતરામાં અત્યંત ઉપયોગી

બજારમાં મળતી ક્રીમો કેમિકલ યુક્ત હોય છે તેની સાથે તે મોંઘી પણ હોય છે. અને કેમિકલ યુક્ત હોયના કારણે ત્વચાને નુકશાન થવાના પણ અમુક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મેઘાએમલમ બનાવી શ્રેષ્ઠ કામ કર્યું છે. જેને લોકો આવકારી રહ્યા છે. આ મલમ સામાન્ય ઇજા અને દાજી જવા ઉપરાંત, પગના તળિયામાં બળતરા થવી સહિતની સમસ્યામાં વરદાનરૂપ સાબિત થઈ શકે છે.

આ રીતે બનાવો ઘરે જ મલમ

વિદ્યાર્થીની મેઘાએ મલમ બનાવવાની રીત શીખવતા જણાવ્યું કે પહેલા તાંબાના પાત્રમાં દેશી લેવું, ત્યારબાદ આ જ પાત્રમાં ઘીની માત્રા કરતા ડબલ ઠંડુ પાણી ઉમેરવું જોઈએ. ત્યારબાદ બને દ્રાવણનું યોગ્ય મિશ્રણ કરીને હલાવવું જોઈએ. જ્યારે પાણી ગરમ થઇ જાય ત્યારબાદ આ પાણીને દૂર કરી નવું તાજુ પાણી ઉમેરવું. આમ ફરી પાણી ગરમ થયા બાદ બદલવું એમ 100 વખત પાણી બદલ્યા બાદ દેશી મલમ તૈયાર થાય છે. મેઘાએ જણાવ્યું કે આજ વસ્તુ બજારમાં 100 ગ્રામની કિંમત 600 રૂપિયા સુધીની જોવા મળતી હોય છે. ત્યારે ઘરે માત્ર આસાનીથી ઓછા ખર્ચે મલમ તૈયાર થઈ જાય છે.
First published:

Tags: Ayurveda, Local 18, જામનગર