જામનગરમાં પહેલીવાર સ્કેટિંગની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાઈ
જામનગરમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની સ્કેટિંગની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અંદાજે 937 જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં અંડર 12 કક્ષાની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જામનગરના નીવ ત્રિવેદીએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેળવ્યો હતો.
Sanjay Vaghela, Jamnagar: આજના બાળકોને નાનપણથી જ શૈક્ષણિક પ્રવૃત્તિ સિવાય રમત ગમત (Sports) ક્ષેત્રમાં પણ આગળ વધવા માટે વાલીઓ સપોર્ટ કરી રહ્યા છે. મેટ્રો શહેર સિવાય નાના શહેરોના બાળકો કરાટે (Karate), સ્કેટિંગ (Sketing), ડાન્સમાં પોતાનું હુનર દેખાડી રહ્યા છે. આવુ જ એક હુનર જામનગર (Jamnagar) ના નીવ ત્રિવેદીએ (Niv Trivedi) દેખાડ્યું અને રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ (Gold Medal) મેળવ્યો છે. હવે તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા માટે થાઈલેન્ડ (Thailand) જશે. જામનગરમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની સ્કેટિંગની સ્પર્ધા (National leval Sketing Competition) યોજાઈ હતી. જેમાં અંદાજે 937 જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં અંડર 12 કક્ષાની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જામનગરના નીવ ત્રિવેદીએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેળવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં પહેલીવાર સ્કેટિંગની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહીત ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરાના કુલ 937 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં અન્ડર- 4માં 161 સ્પર્ધકો,અન્ડર- 6માં 154 સ્પર્ધકો,અન્ડર-8માં 218 સ્પર્ધકો,અન્ડર-10માં 268 સ્પર્ધકો,અન્ડર-12માં 58 સ્પર્ધકો,અન્ડર-14માં 47 સ્પર્ધકો,અન્ડર-16માં 22 સ્પર્ધકો,એબોર્વ-16માં 9 સ્પર્ધકોનો સમાવેશ થાય છે. આ સ્કેટીંગ સ્પર્ધામાં રીંગ રેસ, શોર્ટ રેસ 500 મીટર, લોંગ રેસ 1000 મીટર, અને રોડ રેસ 2000 મીટરની સ્પર્ધા યોજાઈ હતી.
જામનગરના નીવ ત્રિવેદીએ સારો દેખાવ કરી અંડર 12ની સ્પર્ધામાં ગોલ્ડ મેળવ્યો હતો. હવે આગામી 1 જુલાઈએ થાઈલેન્ડમાં ઇન્ટરનેશનલ કક્ષાની સ્કેટિંગની સ્પર્ધા યોજાશે જેમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, હોંગકોંગ સહીતના દેશોના સ્પર્ધકો જોડાશે. નીવ છેલ્લા પાંચ વર્ષથી તેના પિતા પાસેથી સ્કેટિંગની તાલીમ મેળવી રહ્યો છે.
News 18 સાથે વાતચીતમાં જણાવ્યું કે નીવ સ્કેટિંગમાં ખુબ જ મહેનત કરી રહ્યો છે. તેને બાળપણથી જ સ્કેટિંગનો શોખ જોઈને અમે તેને સ્કેટિંગની તાલીમ અપાવી હતી. આગામી સમયમાં થાઈલેન્ડમાં યોજનારી ઇન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધામાં પણ સારો દેખાવ કરશે તેવી અમને આશા છે અને જામનગરનું ગૌરવ વધારશે.