Home /News /jamnagar /Jamnagar: નવા બનેલા રેલવે ઓવર બ્રિજનું નામ ડૉ બાબાસાહેબ આંબેડકર બ્રિજ રખાયું
Jamnagar: નવા બનેલા રેલવે ઓવર બ્રિજનું નામ ડૉ બાબાસાહેબ આંબેડકર બ્રિજ રખાયું
300 કરોડના થસે વિકાસના કામ
હાલમાં જ શહેરના હાર્દ સમા વિસ્તાર એવા દિગજામ સર્કલથી એરપોર્ટ રોડ સુધીના રેલવે ઓવર બ્રિજનું કામ પુર્ણ થઇ ચૂક્યું છે. આ ઓવર બ્રિજનું નામકરણ પણ કરવામાં આવ્યું છે જે હવેથી ડૉ બાબા સાહેબ આંબેડકર બ્રિજ (DR Baba Saheb Ambedkar Bridge) ના નામથી ઓળખાશે.
Sanjay Vaghela, Jamnagar: છેલ્લા કેટલાક સમયથી જામનગરવાસીઓને (Jamnagar) એક પછી એક સુવિધાઓ મળી રહી છે, જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારથી લઈને હવે કોર્પોરેશન દ્વારા પણ શહેરમાં વિવિધ વિકાસ કર્યો માટે પ્રયાસો થઇ રહ્યા છે. હાલમાં જ શહેરના હાર્દ સમા વિસ્તાર એવા દિગજામ સર્કલથી એરપોર્ટ રોડ સુધીના રેલવે ઓવર બ્રિજનું કામ પુર્ણ થઇ ચૂક્યું છે. આ ઓવર બ્રિજનું નામકરણ પણ કરવામાં આવ્યું છે જે હવેથી ડૉ બાબા સાહેબ આંબેડકર બ્રિજ (DR Baba Saheb Ambedkar Bridge) ના નામથી ઓળખાશે. તો આ બ્રિજથી અંદાજે એક લાખ લોકોને ફાયદો થશે અને શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટી જશે. હવે શહેરમાં ઝડપથી વિકસિત રહેલા હાપા રોડ પર કોર્પોરેશન દ્વારા હોસ્પિટલ (Hospital in Jamnagar) બનાવવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation)ની સ્થાઈ સમિતિની મિટિંગ મળી હતી જેમાં અંદાજે 300 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ લક્ષી કામો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સૌપ્રથમ નવનિર્માણ રેલવે ઓવર બ્રિજનું ડૉ બાબાસાહેબ આંબેડકર નામ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેરના હાર્દ સમા હાપા વિસ્તારમાં માર્કેટીંગ યાર્ડ રોડ પર ટીપી સ્કીમ નં.1 અંતિમ ખંડ-61 માં રૂપિયા 10.60 કરોડના ખર્ચે USHC એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ખોદાયેલા ટ્રેન્ચમાં સીસી રોડ, સ્ટ્રેન્ધીનીંગ કામ અર્થાત ચેરડાના કામ માટે રૂ.69.72 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.
આ સિવાય અમૃત-2 યોજના અંતર્ગત વોટર વકર્સ શાખા અને ભૂગર્ભ ગટર શાખાના રૂપિયા 231.72 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. ખાસ કરીને રણજીતસાગર ડેમથી પંપહાઉસ ફિલ્ટર પ્લાન્ટ સુધી 7 કિલોમીટર તથા ઉંડ-1 થી પંપહાઉસ ફીલ્ટર પ્લાન્ટ સુધી 40 કિલોમીટર સુધી 1000 MM ડાયામીટરની પાઈપલાઈનનું કામ તેમજ ભૂગર્ભ ગટરના નેટવર્ક કામ તથા નવા સમાવેશ થયેલા વિસ્તારોમાં સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામનો સમાવેશ થાય છે. સમર્પણ, ગોકુલનગર, મહાપ્રભુજી ઈએસઆર હેઠળના વિસ્તારોમાં 100 થી 700 એમએમ સુધીના ડાયામીટરની પાઈપલાઈન તથા માલસામાન, મજૂરી કામ સહિતના કામો માટે રૂપિયા 53.32 કરોડ મંજૂર કરાયા છે.