સંજય વાઘેલા, જામનગર: સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોનાને અજગર ભરડો લીધો છે. કહેવાય છે મેં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ચુકી છે, આ ત્રીજી લહેરમાં દરરોજના હજારોની સંખ્યામાં કેસ આવશે.ગુજરાત સહીત જામનગરમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જામનગર શહેર અને જિલ્લામાં વધુ 129 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દર્દીઓનો ઉમેરો થયો છે. જામનગરમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહયુ છે. શહેરમાં વધુ 82 દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્રએ કાર્યવાહી વધુ તેજ કરી છે અને દંડાત્મક અને ટેસ્ટિંગની કામગીરી વધારી છે.
ગઈ કાલે પણ કોરોના સંક્રમણ આ જ ગતિએ આગળ વધ્યુ હતું. ગઈ કાલે પણ 50 દર્દીઓ નોંધાયા હતા. બીજી તરફ સારી બાબત એ છે કે જે દર્દીઓ સામે આવી રહ્યા છે તે દર્દીઓની હાલત ગંભીર નથી ગણાવાઈ રહી, જીજી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી એસએસ ચેટરજી ના જણાવ્યા મુજબ હજુ સુધી એક પણ દર્દીને ઓક્સીજનની જરૂર પડી નથી અને દાખલ દર્દીઓ પૈકી તમામની તબિયત દિવસેને દિવસે સારી થતી જાય છે.
બીજી તરફ જામનગર ગ્રામ્યમાં પણ હવે કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજે જામનગર ગ્રામ્ય પંથકમાં વધુ 47 કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્વારા હવે ઘરે ઘરે શરદી ઉધરસના દર્દીઓ છે તેમનું ટેસ્ટિંગ કરવાનું શરુ કરી દીધું છે. હાલ દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે તેમ આરોગ્ય તંત્રનું કહેવું છે.