Home /News /jamnagar /Jamnagar: 175 વર્ષ જૂના ઠાકર પેંડા, જેટલાં બનાવે એટલા વેચાઈ જાય!

Jamnagar: 175 વર્ષ જૂના ઠાકર પેંડા, જેટલાં બનાવે એટલા વેચાઈ જાય!

પાંચ

પાંચ પેઢીથી ચાલે છે આ દુકાન

આ ઠાકર પેંડાની દુકાનમાં આજે પાંચમી પેઢીએ વારસો સંભાળી લીધો છે. બાપ-દાદાની જેમ જ તેઓ જૂની રીતથી પેંડા (Thaker Pendawala, Jamnagar) બનાવી વેંચી રહ્યા છે

    Sanjay Vaghela, Jamnagar: આપણે ત્યાં એક વાત ખુબ જ જાણીતી છે કે ''કોક, દી કાઠિયાવાડમાં ભૂલો પડ, તને સ્વર્ગ રે ભૂલવું શામળા'' કાઠિયાવાડના લોકો પોતાના મહેમાનને ભગવાન ગણે છે. અને તેની મહેમાનગતિ માટે જાત-જાતના પકવાન બનાવી ખવડાવે છે. આ પકવાનમાં એક મીઠાઈ તો જરૂર હોય છે. એવુ પણ કહેવાય છે કે કાઠિયાવાડના લોકોની બોલી પણ મીઠી હોય છે. મીઠી બોલી પાછળનું કારણ છે અહીંના લોકોની મીઠાઈ, રાજકોટ અને જામનગરની મીઠાઈ લોકોને એવી દાઢે વળગે છે કે દેશ વિદેશથી લોકો મંગાવે છે. આવી જ એક ફેમસ મીઠાઈ જે જામનગરમાં મળે છે. અમે તેના વિશે આજે વાત કરવાનાં છીએ, અમે વાત કરી રહ્યા છીએ જામનગરમાં આવેલા 175 વર્ષ જૂના ઠાકર પેંડાની (Thaker Pendawala, Jamnagar) આવો આ અંગે વિગતે જાણીએ.

    પાંચમી પેઢીએ સંભાળ્યો વારસો


    જામનગરમાં કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કે સારા પેંડા અને બાસુંદી કયાં મળે તો એક જ જવાબદારી હશે, ઠાકર પેંડા. જામનગરમાં હવેલી રોડ પર તાડકેશ્વર મહાદેવના મંદીરની બાજુમાં આવેલી છે આ ઠાકર પેંડાની દુકાન. અહીં પહોંચતા જ દુકાન જુનવાણી હોવાનો અંદાજ આવી જાય છે. આ દુકાનમાં આજે પાંચમી પેઢીએ વારસો સંભાળી લીધો છે. બાપ-દાદાની જેમ જ તેઓ જૂની રીતથી પેંડા બનાવી વેંચી રહ્યા છે. તો તેમને ત્યાંથી પેંડા લઇ જતા ગ્રાહકો પણ જૂના છે જેઓ વર્ષોથી અહીંથી જ પેંડા અને બાસુંદી ખરીદે છે.

    આ પણ વાંચો:  ગુજરાતભરમાં ફેમસ છે જામનગરના ફાલુદા, 60 વર્ષથી સંકળાયેલા છે આ વ્યવસાય સાથે

    જેટલાં પેંડા બનાવે એટલા એક જ દિવસમાં વેંચાઈ જાય


    જામનગરમાં ઠાકર પેંડાનું ખુબ જ મોટુ નામ છે, તેમને ત્યાં તૈયાર થતી બાસુંદી અને પેંડાના એટલા ઓર્ડર મળે છે કે તેઓ જેટલું બનાવે તેટલું આખો દિવસમાં વહેંચાઈ જાય છે. તો આ દુકાનના માલિક નવીનભાઈ ઠાકરનું કહેવું છે કે અમે લોકોને શુદ્ધ મીઠાઈ જ ખવડાવીએ છીએ, અમે દરરોજ પેંડા અને બાસુંદી બનાવીએ છીએ, એટલે કે એજ મીઠાઈ બીજા દિવસે વેચતા નથી.

    જો તમારે પણ જામનગર આવવાનું થાય અને તમારે પણ ઠાકરના પેંડા કે બાસુંદી ખાવી હોઈ તો તેનું એડ્રેસ છે હવેલી રોડ, તાડકેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં, જામનગર.

    તેમનો સંપર્ક નંબર છે +918980081010છે તથા તેમની દુકાનનું ગૂગલ મેપ લોકેશન છે.


    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Jamnagar News, Jamnagar Sweets, Vegetarian Food, જામનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन