Home /News /jamnagar /Jamnagar: જામનગરમાં યોજાયો ફેશન શો, દોઢ વર્ષના બાળકથી લઇને 71 વર્ષના લોકોએ લીધો ભાગ

Jamnagar: જામનગરમાં યોજાયો ફેશન શો, દોઢ વર્ષના બાળકથી લઇને 71 વર્ષના લોકોએ લીધો ભાગ

ગુજરાત ફેશનરનવે 2022

આ ઇવેન્ટનું આયોજન કરનારા હિનાબેન ટીલાવતે જણાવ્યું કે જામનગરમાં યોજાયેલા ફેશન શોમાં જાણીની અભિનેત્રી અનુરાધા શર્મા જયુરી તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા

    Sanjay Vaghela, Jamnagar: ફેશન શોનું નામ સાંભળતા જ આપણા મગજમાં વિવિધ મોડેલ યુવતીઓ દ્વારા સ્ટેજ અતરંગી ડિઝાઇનના કપડાં પહેરીને કરવામાં આવતું રેમ્પ વોકનું દ્વશ્ય આવે, પરંતુ ખરેખર ફેશન શો આજે લોકો કલા તરીકે જુએ છે. જેમાં અમિરથી લઈને મધ્યમ પરિવારની યુવતી પણ મોડેલિંગ અને ફેશન શો કરી શકે છે, ફેશન શો એક આર્ટ છે, જેમાં પહેરવેશથી લઈને હાવભાવ રજુ કરવામાં આવે છે. જામનગરમાં આવો જ એક ફેશન શો યોજાયો જેમાં દોઢ વર્ષના બાળકથી લઈને 71 વર્ષના વ્યક્તિએ ભાગ લીધો હતો. જામનગરમાં ધ રોયલ ઇવેન્ટ્સ દ્વારા આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ, અમદાવાદ, મોરબી, રાજકોટ સહીત અનેક જિલ્લાઓમાંથી સ્પર્ધાકો ભાગ લેવા જામનગર આવ્યા હતાં.

    જામનગર શહેરમાં એક સુંદર ફેશન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ રોયલ ઇવેન્ટ નામની ઈવેન્ટ મેકર દ્વારા ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. આ ઈવેન્ટનું નામ ગુજરાત ફેશનરનવે 2022, જેમાં રાજ્યભરમાંથી વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં 165 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાંથી 30 જેટલા સ્પર્ધકોને વિજેતાનો ટેગ આપવામાં આવ્યો હતો. આ ઇવેન્ટનું સંચાલન હિના બ્રાઇડલ સ્ટુડિયોના સંચાલક હિના ટિલાવત અને રાજભા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: જામનગરની એક એવી સરકારી કચેરી કે જ્યાં સમગ્ર સ્ટાફ દિવ્યાંગ યુવક-યુવતી છે, જાણો શું છે કારણ

    આ ઇવેન્ટનું આયોજન કરનારા હિનાબેન ટીલાવતે જણાવ્યું કે જામનગરમાં યોજાયેલા ફેશન શોમાં જાણીની અભિનેત્રી અનુરાધા શર્મા જયુરી તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં, તો આ સ્પર્ધામાં દોઢ વર્ષના બાળકથી લઈને 71 વર્ષના મહિલા સુધીની ઉંમરના બાળક, યુવક, યુવતીઓ, મહિલાઓએ ભાગ લીધો હતો. તો આ સ્પર્ધામાં એક 9 મહિનાની ગર્ભવતી મહિલાએ પણ ભાગ લીધો હતો. આ ફેશન શોમાં કિડ્સ, ટીનેજ, મિસ, મિસિસ, મિસ્ટર, બેસ્ટ જોડી કેટેગરી પ્રમાણે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. સ્પર્ધામાં ભાગ લેવા આવેલા તમામ સ્પર્ધાકોને આયોજકો દ્વારા કોશ્ચ્યુમ અને મેકઅપ પ્રોવાઈડ કરવામાં આવ્યો હતો.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Fashion show, Jamnagar News, Jamnagar Samachar, જામનગર, જામનગર સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन