Home /News /jamnagar /Jamnagar: વરુણદેવને રીઝવવા માટે ગામડાની વસ્તી કરતા વધુ લાડુ ગૌશાળામાં વિતરણ કરાયા

Jamnagar: વરુણદેવને રીઝવવા માટે ગામડાની વસ્તી કરતા વધુ લાડુ ગૌશાળામાં વિતરણ કરાયા

વરુણ દેવતાંને રીઝવવા માટેની આ પ્રક્રિયાને ભંડારા તરીકે ઓળખવામાં આવે છે

એવા પણ વર્ષ હતા જયારે ચોમાસામાં ખુબ ઓછો વરસાદ પડતો હતો, આવા સમયે લોકો વિવિધ હવન પુજા-પાઠ કરીને વરસાદના દેવતાઓ (Gods of rain) ને રીઝવવાનો પ્રયાશ કરતા હતા. આજે પણ આ પરંપરા યથાવત છે.

    Sanjay Vaghela, Jamnagar: આ વર્ષે ચોમાસુ (Monsoon in Jamnagar) હજું શરૂ થયું છે. દક્ષિણ ભારત (South India) માં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ચુક્યો છે.ગુજરાતમાં પણ ચોમાસુ થઇ ચુક્યું છે અને દક્ષિણ ભાગમાં વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે ધીમે ધીમે ચોમાસુ આગળ વધી રહ્યું છે અને આગામી એક સપ્તાહમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ નોંધાશે. છેલ્લા કેટલાક વર્ષોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. જો કે વચ્ચે એવા પણ વર્ષ હતા જયારે ચોમાસામાં ખુબ ઓછો વરસાદ પડતો હતો, આવા સમયે લોકો વિવિધ હવન પુજા-પાઠ કરીને વરસાદના દેવતાઓ (Gods of rain) ને રીઝવવાનો પ્રયાશ કરતા હતા. આજે પણ આ પરંપરા યથાવત છે. જેમાં જામનગરમાં વરસાદના દેવતાં વરુણ દેવને રીઝવવા માટે ગૌશાળામાં દશ હજાર લાડુ બનાવી (Laddu distribution in Gaushala) વહેંચવામાં આવ્યા હતા.

    પ્રાપ્ત વિગત મુંજબ જામનગરમાં છેલ્લા 40 વર્ષથી સારો વરસાદ થાય તે માટે વરુણ દેવતાંને રીઝવવાના પ્રયાશ કરવામાં આવે છે. આ માટે ઘઉંના લાડવા તૈયાર કરીને ગૌશાળામાં વેચવામાં આવે છે. આ કામ જામનગરના વેપારી સંસ્થા ધી સીડઝ એન્ડ ગેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે અંદાજે દશ હજાર જેટલાં લાડવા તૈયાર કરવામાં આવ્યા છે. જેની વહેંચણી પણ શરુ થઇ ચુકી છે.


    વરુણ દેવતાંને રીઝવવા માટેની આ પ્રક્રિયાને ભંડારા તરીકે ઓળખવામાં આવે છે, દર વર્ષે અષાઢી બીજના દિવસે આ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટા પ્રમાણમાં ઘઉંના અને બુંદીના લાડવા તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે બુંદીના ત્રણ હજાર જેટલાં લાડવા તૈયાર કરવામાં આવ્યા છે. જેનું વિતરણ પણ શરુ કરવામાં આવ્યું છે.


    વેપારી સંસ્થા ધી સીડઝ એન્ડ ગેઇન મર્ચન્ટ એસોસિએશનના મહામંત્રી રાયઠઠાએ જણાવ્યું કે આ સંસ્થા દ્વારા છેલ્લા 40 વર્ષથી આ પ્રકારે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે આ ભંડારામાં લાડવા તૈયાર કરીને ગૌશાળામાં વિતરણ કરવામાં આવે છે. કોરોના મહામારી પહેલા શહેરણી અનેક સંસ્થાઓ ભાગ લેતી અને મોટા પ્રમાણમાં ગરીબ લોકોને જમવાનું આપતી હતી.


    આ વર્ષના ભંડારાની વાત કરીએ તો દશ હજાર લાડુ બનાવવા માટે વેપારી સંસ્થા સાથે જોડાયેલા 300થી વધુ વેપારીઓએ જહેમત ઉઠાવી હતી. જેમાં 150 કિલો તેલ, 600 કિલો દેશી ગોળ અને 700 કિલો ઘઉંના લોટની મદદથી લાડવા તૈયાર કરવામાં આવ્યા હતા જેમાંથી 7500 જેટલાં લાડવા તૈયાર થયા હતા, આ સિવાય 3000 નંગ બુંદીના લાડવા પણ અલગથી બનાવવામાં આવ્યા હતા.

    ઘઉંના લાડવા શહેરમાં આવેલી 16 જેટલી વિવિધ ગૌશાળામાં વિતરણ કરવામાં આવ્યા હતા, જયારે 3000 જેટલાં બુંદીના લાડવા ગ્રેન માર્કેટમાં કામ કરતા શ્રમિક ભાઈઓને પ્રસાદ તરીકે વેચવામાં આવ્યા હતા. આ સીવ્યા શહેરમાં માર્ગો પર રહેતી ગાયોને પણ લાડુ વિતરણ કરવામાં આવ્યા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: ગુજરાત

    विज्ञापन
    विज्ञापन