Home /News /jamnagar /જામનગર જિલ્લામાં વરસાદની એન્ટ્રી, પ્રથમ વરસાદમાં કેબિનેટ કૃષિમંત્રીએ મિત્રો સાથે માણી મોજ

જામનગર જિલ્લામાં વરસાદની એન્ટ્રી, પ્રથમ વરસાદમાં કેબિનેટ કૃષિમંત્રીએ મિત્રો સાથે માણી મોજ

જામનગરના ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજી પટેલ પણ પ્રથમ વરસાદમાં ન્હાતા જોવા મળ્યા હતા.

કાલાવડ પંથકમાં રવિવારે વરસાદના આગમન સમયે જ રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ આ વિસ્તારના પ્રવાસે હતા. આ દરમિયાન વરસાદમાં મોજ માણતા મિત્રો સાથે નજરે પડ્યા હતા.

  કિંજલ કારસરીયા, જામનગર: જામનગર જિલ્લામાં ચોમાસા (Monsoon in Jamnagar)ના સૌ પ્રથમ વરસાદે (Rain) એન્ટ્રી કરતા ધરતીપુત્રોમાં ખુશીનું મોજું જોવા મળ્યું છે તો બીજી તરફ રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી અને જામનગર (Jamnagar)ના ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજી પટેલ (MLA Raghavji Patel) પણ પ્રથમ વરસાદમાં ન્હાતા જોવા મળ્યા હતા. જામનગર જિલ્લામાં વરસાદની એન્ટ્રી થતા સૌ પ્રથમ કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થઈ હતી ત્યારબાદ જિલ્લાના જામજોધપુર અને લાલપુર પંથકના પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના વાવડ મળી રહ્યા છે.

  ઘેરાયેલા વાદળો વચ્ચે ભારે બફારાના માહોલમાં બપોર બાદ કાલાવડ પંથકના શિશાંગ, નિકાવા, નવા રણુંજા, મોટા વડાળા, જશાપર, સરવાણિયા, છતર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. કાલાવડ પંથકમાં રવિવારે વરસાદના આગમન સમયે જ રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ આ વિસ્તારના પ્રવાસે હતા. આ દરમિયાન વરસાદમાં મોજ માણતા મિત્રો સાથે નજરે પડ્યા હતા.  આ પણ વાંચો- ગર્ભાશયનું ઓપરેશન કરવા આવેલા વૃદ્ધાને ઢીંચણમાં માર્યો ચેકો

  ચોમાસાના આગમનને લઇને છેલ્લા બે-ત્રણ દિવસથી જામનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો ત્યારે જ જામનગર જિલ્લાના કાલાવડ, જામજોધપુર લાલપુર તાલુકા ઉપરાંત જામનગર તાલુકાના કેટલાક ગામોમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. જામનગર જિલ્લામાં વરસાદની એન્ટ્રી થતાં ધરતી પુત્રોમાં પણ ખુશીનું મોજું જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોએ આગોતરૂ વાવેતર પણ કર્યું હતું. જેને લઇને વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા.

  આ પણ વાંચો- સી.આર.પાટીલનો પ્રહાર, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ED ની નોટિસથી ડરી ગયા

  રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદના વાવડને લઈને જામનગર જિલ્લાના ધરતીપુત્રો પણ આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા ત્યારે રવિવારથી જ વરસાદી વાતાવરણ સર્જાતા ક્યાંક હાંશકરો કરો અનુભવાયો હતો અને વરસાદે વરસવાનું શરૂ કરતા ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Gujarat monsoon, Gujarat monsoon 2022, Gujarati news, Jamnagar News

  विज्ञापन