Jamnagar News: જામનગરના ખુબ જ જાણીતા ચિત્રકાર (Painter) ઇન્દુલાલ બાબુલાલ સોલંકી(Indulal Solanki)દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું (President Ramnath kovid) પેઇન્ટિંગ તેમને ભેટ તરીકે આપવામાં આવશે.
સંજય વાઘેલા, જામનગર: રાષ્ટ્રપતિ (President) રામનાથ કોવિંદ (Ramnath kovind) જામનગર (Jamnagar)ની મુલાકાતે આવી રહ્યા છે. વાલસુરા(Valsura) ખાતેના તેમના પ્રવસને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે, ત્યારે જામનગરના ખુબ જ જાણીતા ચિત્રકાર (Painter) ઇન્દુલાલ બાબુલાલ સોલંકી (Indulal Solanki)દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું પેઇન્ટિંગ તેમને ભેટ તરીકે આપવામાં આવશે. ઇન્દુલાલભાઈ 8 વર્ષના હતા ત્યારથી જ આ પ્રકારના પેઇન્ટિંગ બનાવે છે અને અત્યાર સુધીમાં તેઓએ નરેન્દ્ર મોદી (Narendra Modi)થી લઈને લતા મંગેસ્કર (Lata Mangesakar) ના પેઇન્ટિંગ બનાવ્યા છે અને તેઓને રૂબરૂમાં મળીને પઇટિંગ ગિફ્ટ આપ્યા છે. એટલું જ નહીં ઇન્દુલાલની કળા જોઈને આ તમામ મહાનુભાવો ખુબ જ પ્રભાવિત થયા હતા.
વિશ્વ વિખ્યાત છે ઇન્દુલાલની પેઇન્ટિંગ જામનગરમાં રહેતા ઇન્દુલાલ બાબુલાલ સોલંકીએ ન્યુઝ18 સાથે વાત કરતા જણાવ્યું કે તેમને આ કલા વારસામાં મળી છે, તેમના પિતા પણ પેઇન્ટિંગ કરતા હતા, જેમનું કામ પણ ખુબ જ સારુ હતું. ત્યારબાદ ઇન્દુલાલ 8 વર્ષની ઉંમરથી જ આ વ્યવસાય સાથે સંકલયેલા છે. તેઓને એક પેઇન્ટિંગ તૈયાર કરવામાં 7-8 દિવસનો સમય લાગે છે.
ઇન્દુલાલ આ પેઇન્ટિંગ ટ્યુબ પેઇન્ટિંગથી બનાવે છે અનેતેમના દ્વારા તૈયાર કરવામાં આ પેઇન્ટિંગ 100 વર્ષ સુધી ખરાબ થતી નથી. કૅન્વાસ પેઇન્ટિંગ તરીકે ઓળખાતા આ પેઇન્ટિંગને ગુજરાતીમાં તૈલી ચિત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્દુલાલભાઈનું કહેવું છે કે તેઓને ભારત સહીત વિદેશોમાંથી પણ પેઇન્ટિંગ બનાવવાના ઓર્ડર મળી રહ્યા છે. તેઓ ફોટૉ જોઈને તેનું આબેહૂબ પેઇન્ટિંગ બનાવી આપે છે.
અત્યાર સુધીમાં અનેક સેલીબ્રિટીના બનાવ્યા છે પેઇન્ટિંગ ઇન્દુલાલે જણાવ્યું કે અત્યારસુધીમાં અનેક મહાનુભાવોના પેઇન્ટિંગ તેઓએ બનાવ્યા છે, 35 વર્ષ પહેલા તેઓએ હેમંત કુમારનું પેઇન્ટિંગ બનાવ્યું હતું, જે જોઈને હેમંત કુમાર ખુબ જ ખુશ થયા હતા, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ સુંદર પેઇન્ટિંગ બનાવ્યું છે, જેમાં નરેન્દ્ર મોદી તેમની માતાને પ્રણામ કરતા હોઈ તેવું આ પેઇન્ટિંગ જોઈને તેઓ ખુબ જ પ્રભાવિત થયા હતા.
ત્યાર બાદ મહાન ગાયક લતા મંગેસ્કરજી, ક્રિલેટર સચિન તેંડુલકર, અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનું પણ પેઇન્ટિંગ બનાવ્યું હતું, તેઓ પોતાનું પેઇન્ટિંગ જોઈને ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેમને પાસે બોલાવી સાબાશી આપી હતી. આ સિવાય ધીરુભાઈ અંબાણીનું પણ તેઓએ સુંદર ચિત્ર બનાવ્યું છે.