Home /News /jamnagar /

Jamnagar: જામનગરની એક માત્ર અભિનેત્રી જેણે ભોજપુરી ફિલ્મોમાં કર્યું છે કામ, જુઓ ખાસ ઇન્ટરવ્યૂ

Jamnagar: જામનગરની એક માત્ર અભિનેત્રી જેણે ભોજપુરી ફિલ્મોમાં કર્યું છે કામ, જુઓ ખાસ ઇન્ટરવ્યૂ

ફિલ્મ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આગળ વધી રહ્યા છે જામનગરના લોકો

જામનગર સૌરાષ્ટ્રનું પેરિસ (Paris of Saurashtra) તરીકે ઓળખાય છે, આ શહેરના લોકોએ દેશ દુનિયામાં ઘણું નામ રોશન કર્યું છે. જામનગરના લોકો (People of Jamnagar) દરેક ક્ષેત્રમાં કાર્યરત છે, જેમાં રમત ગમતથી લઇને અભિનય ક્ષેત્ર (Acting field)નો સમાવેશ થાય છે.

વધુ જુઓ ...
    Sanjay Vaghela, Jamnagar: જામનગર શહેર જો કે આપણાં દેશ ભારતને સ્વતંત્રતા મળી તે પહેલા રાજવીનું રાજ્ય હતું. ત્યારે જામનગરની પહેલાથી જ એક આગવી ઓળખ રહી છે. જામનગરે ઘણા રમતવીરો પણ દેશને આપ્યા છે. જામનગરસૌરાષ્ટ્રનું પેરિસ (Paris of Saurashtra) તરીકે ઓળખાય છે, આ શહેરના લોકોએ દેશ દુનિયામાં ઘણું નામ રોશન કર્યું છે. જામનગરના લોકો (People of Jamnagar) દરેક ક્ષેત્રમાં કાર્યરત છે, જેમાં રમત ગમતથી લઇને અભિનયક્ષેત્ર (Acting field)નો સમાવેશ થાય છે. આવા જ એક જામનગરના મહિલા છે, જેઓ અભિનય ક્ષેત્રમાં ખુબ જ સક્રિય છે. આ અભિનેત્રીનું નામ છે ભક્તિ જેઠવા (Bhakti Jethva), જેઓએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે, એટલું જ નહીં ભક્તિ જેઠવા એકમાત્ર જામનગરની અભિનેત્રી છે, જેઓએ ભોજપુરી ફિલ્મ (Bhojpuri Movies)માં પણ કામ કર્યું છે. ત્યારે ભક્તિ જેઠવા સાથે News18 ની ટીમે ખાસ મુલાકાત કરી હતી અને તેમનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અનુભવ જાણ્યો હતો.

    આજે અનેક યુવક યુવતીઓ છે, જેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવા અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. ફિલ્મોની ચકાચોંધભરી લાઈફસ્ટાઇલમાં ખુબ જ ઓછા લોકોને સફળતા મળતી હોયછે. જો કે જામનગરમાં રહેતી ભક્તિ જેઠવાએ લગ્ન પછી પણ પોતાનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું સપનું છોડ્યું નહીં, પરિણામ સ્વરૂપ અનેક ફિલ્મોમાં તેઓને કામ મળ્યું.

    ભક્તિ જેઠવાએ ગુજરાતી ફિલ્મ લવ યુ પાપા, બૌદ્ધ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય એક ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ભક્તિ જેઠવાએ જણાવ્યું કે તેઓ પહેલા ઇવેન્ટ ઓર્ગેનાઈઝેશનમાં કામ કરતા હતાત્યારબાદ તેઓએ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

    ભક્તિ જેઠવાએ પરિવારના સપોર્ટ વિશે વાત કરતા જણાવ્યું કે તેમની સફળતા પાછળ તેમના પતિનો સિંહફાળો છે. તેઓએ જણાવ્યું કે તેમના પતિએ દરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો છે. લગ્ન પછી પણ આ પ્રોફેશનમાં કામ કરવાની પતિએ છૂટ આપી અને સહકાર પણ આપ્યો છે. તો જામનગરની જે યુવતીઓને જણાવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું મુશ્કેલ નથી, બસ પોતાનામાં સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. અત્યાર સુધીમાં તેમનો અનુભવ સારો રહ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંગે લોકોમાં જે ધરણા છે તે ખોટી છે. બસ પોતાનામાં વિશ્વાસ હોવો જરૂરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bhojpuri actress, Gujarat News, Jamnagar News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन