Home /News /jamnagar /

Jamnagar: આ મહિલા છેલ્લા 20 વર્ષથી શીખવાડે છે હાસ્યયોગ, જાણો કેટલા પ્રકારના હોય છે હાસ્યયોગ

Jamnagar: આ મહિલા છેલ્લા 20 વર્ષથી શીખવાડે છે હાસ્યયોગ, જાણો કેટલા પ્રકારના હોય છે હાસ્યયોગ

હાસ્યયોગની

હાસ્યયોગની તાલીમ આપતા મહિલા

આજે મોટા ભાગના લોકો તણાવમાં જીવી રહ્યા છે. એક સર્વે પ્રમાણે તણાવને કારણે મનુષ્યના શરીરમાં માંદગી વધે છે. જો કે આ બધા માટે એક રામબાણ ઈલાજ છે હાસ્યયોગ

  Sanjay Vaghela, Jamnagar: આજે ભાગ્યેજ કોઈ વ્યક્તિ હશે જેને કોઈ ચિંતા કે તણાવ નહીં હોય, કોઈને બીમારીની ચિંતા તો કોઈને નોકરીની ચિંતા, તો કોઈને પારિવારિક ચિંતા તો કોઈને રાજકીય ચિંતા, આજે મોટા ભાગનાલોકો તણાવમાં જીવી રહ્યા છે. એકસર્વે પ્રમાણે તણાવને કારણે મનુષ્યના શરીરમાં માંદગી વધે છે. જો કે આ બધા માટે એક રામબાણ ઈલાજ છે હાસ્યયોગ, યોગાસન કર્યા બાદ હાસ્યયોગ કરવાથી શરીરમાં પોઝિટિવી એનર્જીનો સંચાર થાય છે અને સાથે સાથે કેટલીક બીમારીઓમાં પણ રાહત મળે છે.

  જામનગરમાં રહેતા પ્રીતિબેન શુક્લા છેલ્લા 20 વર્ષથી લોકોને હાસ્યયોગ (Laughter yoga in Jamnagar) કરાવે છે. પ્રીતિબેન પોતે યોગ ટ્રેનર (Yoga Trainer) છે અને જિલ્લા કોર્ડિંનેટર છે. તેઓનું કહેવું છે હાસ્યયોગ કરવાથી સંધિવા, અસ્થિવા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીરબીમારીથી પીડાતા દર્દીઓને ઘણો ફાયદો થાય છે. આ સિવાય ભાવનાત્મક સંતુલન જાળવવા, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં, તાણ અને હતાશાને દૂર કરવી હોયતો હાસ્યયોગ કરવો જોઈએ.

  ન્યુઝ18 સાથેની ખાસ વાતચીતમાં પ્રીતિબેને જણાવ્યું કે આજથી 20 વર્ષ પહેલા તેઓ હરિદ્વાર ફરવા ગયાં હતા, ત્યાં સ્વામિજી પાસેથી યોગની તાલીમ લીધી હતી. સ્વામીજી યોગ કરાવ્યા બાદ હાસ્યયોગ કરાવતા જેમાં બધાને ખુબ જ મજા પડતી. એટલે સ્વામિજી પાસેથી હાસ્યયોગની પણ તાલીમ લીધી અને જામનગર આવીને તેઓ નિઃશુલ્ક લોકોને યોગ અને હાસ્યયોગ કરાવે છે. તેઓએ હાસ્યયોગના ત્રણ પ્રકાર પણ તૈયાર કર્યા છે. જેમાં રામહાસ્ય, કૃષ્ણહાસ્ય, હનુમાન હાસ્ય અને છેલ્લે લાફીન્ગ રોકેટ હાસ્ય.

  આ પણ વાંચો: મહેસાણા: ગોપાલ ડોનની તેની જ પત્ની અને સાળાએ કરી હત્યા, આડા સંબંધમાં હત્યા

  હાસ્યઆસનો વિશે વિસ્તારથી સમજો

  - કૃષ્ણ હાસ્ય

  નાભીમાંથી અવાજ કાઢી જોરથી હસવાનું હોય છે. જે તણાવમાંથી મુક્તિ આપે છે તેમજ નાભિથી ગળા સુધીના તમામ અવયવોને ફાયદો આપે છે.

  - રામ હાસ્ય

  કપાલભાતીની જેમ કરી સોડા બોટલ ખોલી ત્યારે જેવો અવાજ આવે તેવા અવાજ સાથે હોઠને ખોલવાનું અને અવાજ ન આવે તે રીતે હસવાનું. જે ફેફસા, શ્વસન તંત્ર, સહિત તમામ અવયવોને એક્ટિવ કરે છે.

  આ પણ વાંચો: 102 છોકરીએ રિજેક્ટ કર્યા બાદ મળી જીવન સાથી, તેમાં પણ સસરાએ મૂકી શરત!

  - હનુમાન હાસ્ય

  ગાલફુલાવી હનુમાનજી જેવુ મોં કરી આંખ બહાર કાઢી કપાલભાતી કરવું. જેથી ગાલ અને જડબાના અવયવોને કસરત થાય, બહેનોને ફેશિયલ કરાવવા જવું ન પડે ઉંમર નાની લાગે અને સ્કિન ટાઇટ થાય.

  - લાફિંગ રોકેટ

  ઊભા હોય ત્યારથી હસતા હસતા શક્ય હોય તેટલું પાછળ જવાનું જેથી આખા શરીરને સ્ટ્રેચિંગ મળે.

  પ્રીતિબેને જણાવ્યું કે મે ઘણા એવા કેસ જોયેલા છે જેમાં વ્યક્તિ કેન્સરના ચોથા સ્ટેજમાં હોઈ અને યોગ કરવાથી કેન્સર જડમૂળથી માટી જાય છે. યોગા અને હાસ્યયોગ કરવાથી ચામડી, માઈગ્રેન, બ્લડ પ્રેશર સહીતની મોટાભાગની બીમારીમાં રાહત મળે છે. એટલું જ નહીં મધુમેહ જેવી બીમારી કંટ્રોલમાં રહે છે. યોગ કરવાનાં તો ફાયદા છે જ સાથે સાથે હાસ્યયોગ કરવાથી આખો દિવસ આનંદમંગલ રહે છે. પ્રીતિબેને વધુમાં જણાવ્યું કે હું જેટલી પણ યોગ કલાસમાં જાવ છું ત્યાં લોકો હાસ્યયોગ કરવાનું વધુ કહે છે, કારણ કે હાસ્યયોગ કરવાથી ખુબ જ મજા પડે છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Jamnagar City, જામનગર

  આગામી સમાચાર