Home /News /jamnagar /Jamnagar: MBA પાસ યુવાને શરૂ કરી ખેતી, સરકારી નોકરી કરતાં પણ વધુ કમાણી!

Jamnagar: MBA પાસ યુવાને શરૂ કરી ખેતી, સરકારી નોકરી કરતાં પણ વધુ કમાણી!

MBA પાસ યુવાન ખેતી થકી રોળી રહ્યો છે લાખો રૂપિયાની કમાણી

બાબુલાલના પત્ની આશા બેન પણ ગ્રેજ્યુએટ છે. તેઓ પણ ગ્રેજ્યુએટ હોવા છતાં ગર્વભેર બાબુલાલને ગામડે રહી ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

Kishor chudasama, Jamnagar: આજનો યુવાન ખેતી ક્ષેત્રે અવનવા અખતરા કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે. પરંપરાગત ખેતીને ત્યજી નવી પેઢી હવે ઓર્ગેનિક અને અવનવી ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. આજે મોટા ભાગનાયુવાનો લાખો રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચી સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે. જેમાં સફળતા ન મળ્યા બાદ યુવાનોનાસિપાત થઈ જતા હોય છે ત્યારે જોડિયા પંથકના શિક્ષિત અને પ્રગતિશીલ યુવાન ખેડૂતોએ યુવાનોને નવો રાહ ચીંધ્યો છે. MBA જેવી મહત્વની ડીગ્રી કર્યા બાદ અનેક નોકરીની ઓફરો હાથમાં હોવા છતાં આ યુવાને ખેતી ક્ષેત્રે જંપલાવી આજે લાખો રૃપિયાનીકમાણી રોડી રહ્યા છે.

બાબુલાલએ MBA સુધીનો અભ્યાસ કર્યો

જોડિયા તાલુકાના હડિયાણા ગામના રહેવાસી નકુમ બાબુલાલ છગનભાઈએ MBA સુધીનો અભ્યાસ કર્યો છે. વધુમાં એગ્રો માટેજૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કોર્ષ કરી સર્ટી મેળવેલ છે. તેમણે જણાવ્યું કે નાનપણથી ખેતીનો શોખ હતો અને ખેતીક્ષેત્રે કાંઈકનવું કરવાની જંખના હતી. આ દરમિયાન MBAની ડીગ્રી હોવાથી અનેક નોકરીની પોતાને ઓફર આવતી હતી. છતાં તેમને કૃષિક્ષેત્રને પસંદ કર્યું અને હાલ તેઓ આધુનિક અને ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે.



બાબુલાલ 20 થી 30 વિઘા જેટલી ખેતીમાં તેઓધોરીયાને બદલે ટપક સિંચાઈ અપનાવી ડ્રેગન ફ્રૂટ જેવા ફળફળાદી અને કરેલા, કોબી સહિતના શાકભાજીનું વાવેતર કરી ટૂંકીખેતીમાં ઓછા ખર્ચે જબરી કમાણી કરી રહ્યા છે.



બાબુલાલએ યુવાનોને આપ્યો આ સંદેશો

બાબુલાલએ જણાવ્યું કે ખેતીની આવકના કોઈ સીમાડા નથી. યુવાનો લાખો રૂપિયાની ફી ભરી શિક્ષણ મેળવે છે ત્યારબાદમામુલી અને સીમિત પગારમાં નોકરી માટે શહેર તરફ વળે છે જેને લઈને ગામડાઓ તૂટી રહ્યા છે અને શહેરોમાં સિમેન્ટ કોંક્રેટનાજંગલો ખડકાઈ રહ્યા છે.ત્યારે આજના યુવાનોને સંદેશો આપતા બાબુલાલએ કહ્યું છે કે યુવાનો જો પોતાની સૂઝબુઝ થકી ખેતીમાંખંતથી મહેનત કરે તો ખૂબ સારી કમાણી કરી શકે છે.



બાબુલાલના પત્ની આશાબેને જણાવ્યું કે

બીજી બાજુ બાબુલાલના પત્ની આશા બેન પણ ગ્રેજ્યુએટ છે. તેઓ પણ ગ્રેજ્યુએટ હોવા છતાં ગર્વભેર બાબુલાલને ગામડે રહીખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે અને તેમનું પણ માનવું એવું છે કે આજના યુવાનો અભ્યાસ કરીને શહેરોમાં નોકરી કરે છે. પરંતુ અભ્યાસ કર્યા પછી પોતાની પરંપરાગત ખેતી કરવામાં આવે તો નોકરી કરતા પણ સારી આવક મેળવી શકાય છે.

First published:

Tags: Local 18, ખેડૂત, જામનગર