Home /News /jamnagar /Jamnagar: મિશ્ર ઋતુમાં શરદી, ઉધરસથી બચવા માત્ર આટલું કરો, આયુર્વેદ નિષ્ણાંતે આપી TIPS!

Jamnagar: મિશ્ર ઋતુમાં શરદી, ઉધરસથી બચવા માત્ર આટલું કરો, આયુર્વેદ નિષ્ણાંતે આપી TIPS!

X
જામનગર

જામનગર મિશ્ર ઋતુને પગલે શરદી, ઉધરસ, તાવ સહિતના વાયરલ કેસોમાં મોટા પાયે ઉછાળે જોવા મળી રહ્યો છે.

જામનગર મિશ્ર ઋતુને પગલે શરદી, ઉધરસ, તાવ સહિતના વાયરલ કેસોમાં મોટા પાયે ઉછાળે જોવા મળી રહ્યો છે.

    Kishor chudasama, Jamnagar: જામનગર સહિત રાજ્યભરમાંથી શિયાળો હવે વિદાય ભણી છે. ઠંડીનો લગભગ છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે. જેમાં પણ છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીમાં રાહત જોવા મળી રહી છે. તો બપોરના સમયગાળા દરમિયાન ઉનાળાનો અહેસાસ થતી ગરમી પણ પડી રહે છે. ઉપરાંત વહેલી સવારે બેઠા ઠાર અને અને ઝાકળ જેવી સ્થિતિ પણ જોવા મળી રહે છે. આમ મિશ્ર ઋતુને પગલે શરદી, ઉધરસ, તાવ સહિતના વાયરલ કેસોમાં મોટા પાયે ઉછાળે જોવા મળી રહ્યો છે.

    ઘરે ઘરે માંદગીના ખાટલા

    સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે વાયરલથી બચવા શુ કરવું જોઈએ તે બાબતે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અનુપ ઠાકરએ માર્ગદર્શન આપતા જણાવાયું કે જ્યારે ઋતુ બદલતી હોય ત્યારે શરીર જૂની ઋતુથી ટેવાઈ ગયું હોય છે આથી શરદી, ઉધરસ સહિતની સમસ્યા જન્મે છે. આથી રૂતું બદલતી હોય ત્યારે કાળજીપૂર્વક અને હળવો આહાર લેવો જોઈએ વધુમાં ઉજાગરા ન કરવા જોઇએ સહિતનું માર્ગદર્શન આપ્યું હતું.


    આટલી કાળજી રાખવી જરૂરી

    બદલાતી અને મિક્સ ઋતુનાં કારણે લોકોને શરદી ઉધરસનો ચેપ પણ ઝડપથી લાગે છે. ખાંસીમાં છાતી, માથુ, પડખા, પાંસળા તથા લમણામાં દુઃખાવો થાય છે. અવાજ બેસી જાય, ગળું અને મોં સૂકાય છે. ખાંસી સૂકી હોવાથી કફ નીકળતો નથી અને તેનાથી દર્દીને અત્યંત તકલીફ થાય છે. આવી પરિસ્થિતિમાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરી સ્વાસ્થ્યને સુધારી શકાય છે.જામનગરમાં બેવડી ૠતુને લઈને ઘરે ઘરે માંદગીના ખાટલા હોય તેવી હાલત સર્જાઈ છે.
    First published:

    Tags: Local 18, જામનગર

    विज्ञापन