Home /News /jamnagar /Jamnagar: દરિયાકાંઠે મરીન નેશનલ પાર્કની ટીમ હાથ ધરી ગણતરી, જાણીને નવાઇ લાગશે!

Jamnagar: દરિયાકાંઠે મરીન નેશનલ પાર્કની ટીમ હાથ ધરી ગણતરી, જાણીને નવાઇ લાગશે!

રાજયમાં પ્રથમવાર આ આશયથી હાલારનો દરિયો ડહોળી રહી છે મરીન નેશનલ પાર્કની ટીમો

ડોલ્ફિન દરિયાઈ જીવસૃષ્ટિ માટે એક આધાર સ્તંભ પ્રજાતિ તરીકે સ્થાપિત છે. જેના સંરક્ષણ અને સંવર્ધન થકી અન્ય તમામ દરિયાઈ જીવસૃષ્ટિઓના સ્વસ્થતાનું નિર્ધારણ કરવું શક્ય છે.

Kishor Chudasma, Jamnagar: રાજ્યમાં પ્રથમવાર હાલરની દરિયાઇ ખાડીમાં વૈજ્ઞાનિક રીતે ડોલ્ફીનની ગણતરીનોપાઇલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે 10 થી 14 ડિસેમ્બર સુધી ઓખા, પોષીત્રા દરિયામાં ડોલ્ફીન અંગેપ્રાથમિક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. જે આવતીકાલે સંપન્ન થશે. આ કામગીરી દરમિયાન દરિયામાં GPS આધારે બ્લોકબનાવી તેની બાઉન્ડ્રી નક્કી કરવામાં આવી છે. જેમાં બાઉન્ડ્રી લાઇન પર બોટ ફરી સર્વે કરી રહી છે. જે બોટમાં ટેક્નિકલનિષ્ણાંત, ટીમ લીડર અને બે ઓબિઝર્વર દ્વારા દૂરબીન વડે જે દિશામાં દેખાઈ તેના પોઇન્ટ નક્કી કરી ડોલ્ફીનની દિશા નક્કીકરશે.

10 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો

ગુજરાતમાં મરીન નેશનલ પાર્ક જામનગર હેઠળના ઓખા તથા પોશીત્રા હેઠળના લાગુ કચ્છની ખાડી વિસ્તાર ખાતે અલગ અલગવિસ્તારમાં 10 ટીમો દ્વારા તારીખ 12 થી 14 ડિસેમ્બર 2022 સુધી પાયલેટ પ્રોજેક્ટના ધોરણે ડોલ્ફિન ગણતરીની કામગીરી 20 વર્ષથી વધુ સમયગાળા બાદ અને સાયન્ટિફિક રીતે ગુજરાતમાં પ્રથમ વાર કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ડોલ્ફિન દરિયાઈ જીવસૃષ્ટિ માટે એક આધાર સ્તંભ પ્રજાતિ તરીકે સ્થાપિત છે. જેના સંરક્ષણ અને સંવર્ધન થકી અન્ય તમામ દરિયાઈ જીવસૃષ્ટિઓના સ્વસ્થતાનું નિર્ધારણ કરવું શક્ય છે.



સંવર્ધનના આશયથી સર્વેક્ષણ

ડોલ્ફિન દરિયામાં મુકત રીતે વિચરતી પ્રજાતિ હોવાના કારણે તેનું સર્વેક્ષણ હાથ ધરવું એ એક જટિલ પ્રક્રિયા છે. આથી આજ દિનપર્યંત સુનિયોજિત રીતે ડોલ્ફિન સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો ન હોવાનું સંબંધિત વિભાગના અધિકારીઓએ જણાવ્યુંહતું.પ્રોજેકટ ડોલ્ફિન અન્વયે આ પ્રજાતિનું વધુ સારી રીતે સંરક્ષણ અને સંવર્ધન થઈ શકે તે હેતુથી બેઝ લાઈન ડેટા એકત્રિતકરવાના આશયથી પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે.



14 ડિસેમ્બર સુધી ડોલ્ફિન સર્વેક્ષણની કામગીરી

આ પ્રોજેકટ અન્વયે કચ્છના અખાતમાં આવેલા દ્વારકા આસપાસના વિસ્તારોમાં પ્રાથમિક સર્વેક્ષણ હાથ ધરવાનું નક્કી કરવામાંઆવેલ છે.આ ડોલ્ફિન સર્વે 2022 માં મરીન નેશનલ પાર્ક, જામનગરના નેતૃત્વ હેઠળ જામનગર વન વિભાગ તથા દેવભૂમિ દ્વારકાસામાજિક વનીકરણના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપરાંત વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડીયા, ઝૂલોજીકલ સર્વે ઓફઇન્ડીયા, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશીંગ ટેકનોલોજી, ડી.કે.વી. કોલેજ, વન્યપ્રાણી વિભાગનાં તથા વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફઈન્ડીયા જેવી સંસ્થાઓના વિષય નિષ્ણાતના સહયોગથી તા. 14 ડિસેમ્બર સુધી ડોલ્ફિન સર્વેક્ષણની કામગીરી હાથ ધરાઈ રહીછે.

First published:

Tags: Local 18, જામનગર