Home /News /jamnagar /Jamnagar: હાલારની મગફળીની તામિલનાડુમાં બોલબાલા, ભાવ જાણી ખેડૂતો ખુશખુશાલ

Jamnagar: હાલારની મગફળીની તામિલનાડુમાં બોલબાલા, ભાવ જાણી ખેડૂતો ખુશખુશાલ

હાલારની મગફળીની તામિલનાડુમાં બોલબાલા, વેપારીઓએ નાખ્યા જામનગરમાં ધામા

તામિલનાડુથી વેપારીઓ દર વર્ષે જામનગર આવે છે. 2020 માં વેપારીઓએ એકલા જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાંથી અંદાજે 2 લાખ મણ જેટલી મગફળી ખરીદી હતી. જેને 150 જેટલા ટ્રકના ફેરા મારફતે તામિલનાડુ પહોચાડી હતી.

    Kishor Chudasma, Jamnagar : જામનગર ખાતે આવેલુ હાપા માર્કેટિંગ યાર્ડ વધુ ભાવ માટે જાણીતું છે. ત્યારે હાલ મોટી સંખ્યામાં ચોમાસુ પાકની જણસો ઠલવાતી હોવાથી યાર્ડમાં ચારે બાજુ મગફળીના ઢગલા જોવા મળી રહ્યા છે. તેમાં પણ હાલારના ખેડૂતોની 66 અને 9 નંબરની મગફળી તામિલનાડુના વેપારીઓની ઓલટાઇમ ફેવરિટ હોવાથી સારા એવા ભાવ મળી રહ્યા છે. જેને લઈને તામિલનાડુના વેપારીઓએ જામનગરમાં ધામાં નાખ્યા છે. હાલ મગફળીના ભાવ 1 હજારથી 16 સુધી જોવામળી રહ્યા છે.

    હાલ મગફળીના 900 થી 1625 સુધીના ભાવ

    જામનગર માર્કેટિંગ યાર્ડના જોઈન્ટ સેક્રેટરી સંજય ભટ્ટે જણાવ્યું કે લાંબા સમયથી મગફળી અને કપાસની ધૂમ આવક જોવા મળી રહી છે. દરરોજ આશરે 5 હજાર મણ જેટલી મગફળીની આવક થઇ રહી છે. ત્યારે આજે મગફળી જીણીના ભાવ 1 હજારથી 1625 અને મગફળી જાડીના ભાવ 900 થી 1245 સુધી મળ્યા હતા. બીજી બાજુ આજે 206 જેટલા ખેડૂતો મગફળી વેંચવા આવ્યા હતા. મહત્વનું છે કે આ વર્ષે વરસાદ પ્રમાણમાં સારો રહ્યો હોવાથી મબલક ઉત્પાદન થયુ છે તો અન્ય યાર્ડની સરખામણીએ હાપા યાર્ડમા સારો ભાવ મળતો હોવાથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.



    જાણો વધુ ભાવનું કારણ

    હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના સારા ભાવ મળવા પાછળનું કારણ એ છે કે તામિલનાડુમાં હાલરની મગફળીની બોલબાલા છે. ઊંચી માંગને કારણે ત્યાંના વેપારીઓ છે...ક... તામિલનાડુથી જામનગર આવે છે અને ઊંચા ભાવે મગફળીની ખરીદી કરે છે. જેઓ બેથી માસ સુધી જામનગર રહી મગફળી અને કપાસની ખરીદી કરે છે.જેથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. નોંધનિય છે કે હાલારની 66 અને 9 નંબરની મગફળીની જાતની તમિલનાડુમાં ખૂબ ઊંચી માંગ રહે છે. ત્યાંના વેપારીએ આમગફળીનો બિયારણમાં ખાસ ઉપયોગ કરે છે. જેને પગલે ત્યાં વધુ માંગ જોવા મળી રહી છે. આથી પૂરતા ભાવ મળી રહ્યા છે.



    તામિલનાડુથી વેપારીઓ દર વર્ષે જામનગર આવે છે. 2020 માં વેપારીઓએ એકલા જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાંથીઅંદાજે 2 લાખ મણ જેટલી મગફળી ખરીદી હતી. જેને 150 જેટલા ટ્રકના ફેરા મારફતે તામિલનાડુ પહોચાડી હતી.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, એપીએમસી, ખેડૂત, જામનગર

    विज्ञापन
    विज्ञापन