Home /News /jamnagar /Jamnagar: રિલાયન્સ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનની સરાહનીય કામગીરી, દરરોજ 29 હજાર બાળકોને મળે છે પૌષ્ટીક આહાર!

Jamnagar: રિલાયન્સ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનની સરાહનીય કામગીરી, દરરોજ 29 હજાર બાળકોને મળે છે પૌષ્ટીક આહાર!

X
રિલાયન્સ

રિલાયન્સ ફાઉન્ડેશન અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા કુપોષણ મુક્ત ભારત અભિયાનમાં મ

જામનગર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા દરરોજ 29 હજાર બાળકો માટે અલગ અલગ પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે.

Kishor chudasama jamnagar: જામનગર પંથકમા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનેક સેવા કાર્ય કરવામાં આવે છે. જેના ભાગરૂપે રિલાયન્સ ફાઉન્ડેશન અને અક્ષયપાત્ર ફાઉન્ડેશનના સહયોગથી વિદ્યાર્થીઓને પૌષ્ટિક નાસ્તાનું પણ દરરોજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. પી.એમ.પોષણ યોજના હેઠળ બાળકોને દરરોજ નવા નવા વ્યંજનો સાથેનો પૌષ્ટિક અને ગરમ નાસ્તો મળી રહે તે માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને અક્ષય પાત્ર ફાઉન્ડેશન સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે જામનગર આજુબાજુના પંથકના બળકો માટે વરદાનરુપ સાબિત થયુ છે. અહીં દરરોજ 29 હજાર બાળકો માટે નાસ્તો બનાવમાં આવે છે.

29 હજાર બાળકો માટે અલગ અલગ મેનુ પીરસવામાં આવે

જામનગર ખાતે ફૂલી ઓટોમેટિક ટેકનોલોજીથી સજ્જ રસોડાનું નિર્માણ થયા બાદ 2021માં તેનો પ્રારંભ કરાયો હતો. હાલ આ રસોડું 24 કલાક ધમધમી રહ્યું છે. જ્યા 130 લોકોના સ્ટાફ દ્વારા દરરોજ 29 હજાર બાળકો માટે અલગ અલગ મેનુ પીરસવામાં આવે છે. જે જામનગર શહેર અને આજુબાજુના ગામડામાં 140 જેટલું સ્કૂલોમાં પહોંચાડવામાં આવે છે. એટલું જ નહિ ઓટોમેટિક સિસ્ટમથી ચાલતા આ રસોડામાં સ્વચ્છતા અને સાવચેતી અંગે નાની નાની બાબતોનું ચેકીંગ કરાયા બાદ જ વસ્તુ બનાવવામા આવે છે.



દાળ, ભાત સહિતની વસ્તુઓમાં રહેતા પોષકતત્વો જળવાઈ રહે તે માટે સ્ટીમથી નિયત કરેલા ટેમ્પરેચર પ્રમાણે જ રસોઈ બનાવવામાં આવે છે. અહીં લગભગ દરરોજના 2 થી 3 હજાર કિલો બટાટા સહિતની શાકભાજીનો ઉપયોગ થતો હોવાથી તેના કટિંગ, સફાઈ માટે પણ મશીનરીથી સજ્જ છે. વધુમાં રસોઇની ગુણવત્તા માટે અહીં લેબ પણ આવેલ છે. જેમા અનાજનું ટેસ્ટીંગ કરવામાં આવે છે ઉપરાંત દરેક રસોયના સેમ્પલ લઈ જવાબદારી સાથે બાળકોની થાળીમાં પીરસવામાં આવે છે.

રિલાયન્સ અને અક્ષયપાત્ર ફાઉન્ડેશનનું ભગીરથ કાર્ય

ખાસ વાત તો એ છે એ સાવધાનિને ધ્યાને લઇ ખાલી વાસણને પણ સ્ટીમ કરીને જ ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ આ નાસ્તો વહીકલ માફરતે સ્કૂલ સુધી પહોંચાડવામાં આવે છે. જેમાંપણ બાળકોની થાળી સુધી રસોઈ ગરમ જ રહે તે માટે વાહનો પણ એ પ્રકારના તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આલગ વ્યવસ્થા હોવાથી સ્કૂલ સુધી નાસ્તો ગરમ જ રહે છે. મહત્વનું છે કે ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા 2000 ની સાલમાં બેંગ્લોર ખાતે આ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી.

ત્યારબાદ ગાંધીનગરમાં 2007માં રસોઈ ઘરની શરૂઆત કરાયા બાદ હાલ દેશમાં 65 અને ગુજરાતમાં આવા ઓ રસોડા ધમધમી રહ્યા છે. જેમાં પાંચ લાખથી વધુ બાળકોને પૌષ્ટિક ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કુપોષણ મુક્ત ભારત અભિયાનમાં આ ભગીરથ કાર્યને જામનગર પંથકવાસીઓ મુક્ત મને બિરદાવી રહ્યા છે.
First published:

Tags: Local 18, જામનગર, રિલાયન્સ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો