Home /News /jamnagar /જામજોધપુરના ગીંગણી ગામના સરપંચને ભોળવી કરોડોની લૂંટ ચલાવનાર મદારી ગેંગ ઝડપાઈ, 15 ગુનાની થઈ કબૂલાત

જામજોધપુરના ગીંગણી ગામના સરપંચને ભોળવી કરોડોની લૂંટ ચલાવનાર મદારી ગેંગ ઝડપાઈ, 15 ગુનાની થઈ કબૂલાત

છેતરપિંડીના આરોપી ઝડપાયા

Madari Gang Jamjodhpur: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના સરપંચ ને બીમારી દૂર કરવાના ચમત્કાર બતાવી તેમજ અનેક ગણા રૂપિયા બનાવવાની લાલચે સરપંચ પાસેથી રોકડ રકમ અને સોનુ સહિત રૂપિયા 1 કરોડ 28 લાખની લૂંટ ચલાવવા અંગે ના પ્રકરણમાં એલસીબીની ટીમે મદારી ગેંગના ચાર સભ્યોને ઝડપી લીધા છે.

વધુ જુઓ ...
  કિંજલ કારસરીયા, જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના સરપંચ ને બીમારી દૂર કરવાના ચમત્કાર બતાવી તેમજ અનેક ગણા રૂપિયા બનાવવાની લાલચે સરપંચ પાસેથી રોકડ રકમ અને સોનુ સહિત રૂપિયા 1 કરોડ 28 લાખની લૂંટ ચલાવવા અંગે ના પ્રકરણમાં એલસીબીની ટીમે મદારી ગેંગના ચાર સભ્યોને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રૂપિયાએ 1 કરોડ 19 લાખની માલમત્તા કબજે કરી છે. પોલીસ પૂછપરછમાં તેઓએ રાજ્યભરમાં 16 જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી છે. જે તમામની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

  જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી


  જામજોધપુર તાલુકાના ગિંગણી ગામના સરપંચ રમેશભાઈ હંસરાજભાઈ કાલરીયાએ તાજેતરમાં જામજોધપુર પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી. પોતાને સાધુના શ્વાગમાં આવેલા સેતાનોએ પત્ની અને પુત્રની બીમારી દૂર કરવાનું જણાવી તેમજ ચમત્કારના માધ્યમથી વધુ રૂપિયા બનાવી આપવાની વિશ્વાસમાં લઈ પૂજા વિધિ કરાવી કટકે કટકે રૂપિયા 87 લાખ 14 હજારની રોકડ રકમ તેમજ 84 તોલા સોનાના દાગીના સહિત 1,28,71,500ની રકમની છેતરપિંડી અને લુંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

  આ પણ વાંચો: ગુજરાતનું એક માત્ર ભગવાન શ્રીરામના જીવન આધારિત થીમ પરનું વન રાજકોટમાં આવેલું છે 

  કરોડો રૂપિયાની છેતરપિંડીના આરોપી ઝડપાયા


  ફરિયાદના અનુસંધાને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ની રાહબરી હેઠળ એલસીબીની ટીમ તપાસમાં જોડાઈ હતી. ટેકનિકલ સેલ તેમજ હ્યુમન સોર્સ ના માધ્યમથી જામજોધપુર રાજકોટ મોરબી અને વાંકાનેર સહિતના વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. આ દરમિયાન લાલપુરથી જામનગર તરફ એક કારમાં એક ટોળકી સાધુના વેશમાં છેતરપિંડીના બહાને આવી રહી છે. તેવી બાતમી મળતાં એલસીબીની ટીમેં વોચ ગોઠવી ઉપરોક્ત કારને રોકી હતી. જે કારમાં ચાર વ્યક્તિઓ બેઠેલી હતી. તેઓના નામ પૂછતા ધારૂનાથ જવરનાથ સોલંકી- મદારી, રૂમાલનાથ સુરમનાથ પરમાર, જોગનાથ કાળુનાથ પરમાર અને વિજય જવારનાથ સોલંકી નામ જાણવા મળ્યું હતું.

  આ પણ વાંચો: વીર સાવરકર મામલે બોલ્યા નિતિન ગડકરી, કહ્યું- મતભેદ હોઈ શકે છે, મનભેદ ન હોવા જોઈએ

  ધાર્મિક વિધિના નામે કરોડો પડાવી લીધા


  જામનગર પોલીસની પૂછપરછ દરમિયાન ચારેય આરોપીઓ સાધુના ભગવા કપડા પહેરી ફરતા હતા, અને તે પૈકી એક દિગંબર અવસ્થામાં ગુરુ નો વેશ ધારણ કરતો અને ગીંગણી ગામે તેઓ રુદ્રાક્ષની માળા સાથે પહોંચ્યા હતા, અને સરપંચને બીમારી દૂર કરવાનું બહાનું બતાવી તેમ જ કરોડો રૂપિયા બનાવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી ધાર્મિક વિધિ તથા પૂજા કરવાથી ધન પ્રાપ્તિ થશે, તેમજ બીમારી દૂર થશે તેવું પ્રલોભન  આપ્યું હતું, અને ચમત્કાર બતાવી રૂપિયા દેખાડયા હતા અને વિશ્વાસમાં લઈ અલગ અલગ સ્થળે બોલાવી પ્રવાહીની શીશી આપી હતી.

  આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી


  સુરેન્દ્રનગરમાંથી દોઢ લાખ, રાજકોટમાં આજીડેમ ચોકડી પાસેથી 30 હજાર, ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાંથી રૂપિયા 5 લાખ, અમરેલી જિલ્લાના રાજુલા માંથી રૂપિયા 2 લાખ, જુનાગઢ શહેરમાંથી દોઢ લાખ, પોરબંદર શહેરમાંથી 60,000 સુરેન્દ્રનગર જિલ્લાના હળવદમાંથી બે લાખ, દિવ શહેરમાંથી પાંચ લાખ, સુરત શહેરમાંથી દસ લાખ, ગાંધીધામ કચ્છમાંથી દોઢ લાખ, ભુજ કચ્છમાંથી 25 હજાર કરોડો રૂપિયાના ગુનાની કબુલાત કરી હતી. હાલ મદારી ગેંગના ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, જ્યારે તેના બે ફરાર સાગરીતોને શોધવામાં આવી રહ્યા છે.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Jamnagar City, Jamnagar News, Jamnagar Police

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો