Home /News /jamnagar /

Jamnagar: અદભૂત છે શિવજીનું આ મંદિર, એક હજાર શિવલિંગની કરવામાં આવી છે સ્થાપના

Jamnagar: અદભૂત છે શિવજીનું આ મંદિર, એક હજાર શિવલિંગની કરવામાં આવી છે સ્થાપના

હજારેશ્વર

હજારેશ્વર મંદિર, જામનગર

જામનગરમાં આમ તો નાનામોટા અનેક મંદિરો આવેલા છે, તેમાંથી વિશ્વ પ્રસિદ્ધ એક મંદિર છે એક હજારેશ્વર મહાદેવનું મંદિર (Lord Shiva Temple) . અંદાજે 250 વર્ષ જૂના આ મંદિરમાં એક હજાર શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે.

    Sanjay Vaghela, Jamnagar: જામનગરને છોટાકાશી તરીકે ઓળખવામા આવે છે. જામનગરમાં આમ તો નાનામોટા અનેક મંદિરો આવેલા છે, તેમાંથી વિશ્વ પ્રસિદ્ધ એક મંદિર છે એક હજારેશ્વર મહાદેવનું મંદિર (Lord Shiva Temple) . અંદાજે 250 વર્ષ જૂના આ મંદિરમાં એક હજાર શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. આ શિવલિંગને કારણે આ મંદિરને હજારેશ્વર મંદિર (Ek Hajareshwar Temple, Jamnagar) તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ પણ ખુબ જ રોચક છે. તો આવો આજે વાત કરીએ જામનગરના એક હજારેશ્વર મંદિર વિશે.

    જામનગર શહેર છોટાકાશી તરીકે ખુબ જ ફેમસ છે. જામનગર શહેરમાં નાના-મોટા અનેક શિવના મંદિરો આવેલા છે, ઘણા પૌરાણિક મંદિરો પણ આવેલા છે. જેમાંનું એક મંદિર હજારેશ્વર મહાદેવ મંદિર છે. આ મંદિરમાં ભગવાન ભોળાનાથના એક બે નહીં પરંતુ એક હજાર શિવલિંગની સ્થાપના કરવામા આવી છે. કહેવાય છે કે આ મંદિર 250 વર્ષ જૂનું છે. આ એક હજારેશ્વર મંદિરની સ્થાપના સ્વામિ ચિંતાનંદજીએ કરી હતી, સ્વામી ચિતાનંદજીએ 12 વર્ષ સુધી હાથમાં શિવલિંગ લઈને તપ કર્યું હતું. જેના કારણે ભુતનાથ મહાદેવ પ્રસન્ન થયા હતાં. સ્વામીજી દ્વારા એક હજાર શિવલીંગની સ્થાપના કરવામાં આવી હતી.

    જામનગરમાં હવાઈ ચોક પાસે પ્રાચીન પૌરાણીક હજારેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. આ મંદિરના ઈતિહાસ અંગે મંદિરના પુજારી કહે છે કે, 'ભૂતનાથ મહાદેવ બિરાજતા હતા. સ્વામી ચિતાનંદજી અહીંયા આવ્યા હતા. શિવાજીના પણ સહસ્ત્ર નામ છે એટલે સ્વામીજી એ મનોમન પ્રતિક્ષા લીધી કે અહીંયા એક હજાર શિવલિંગની સ્થાપના કરવી છે. પછી સ્વામીજી હાથમાં શિવલિંગ લઈને 12 વર્ષ ઉભા ઉભા તપ કર્યું હતું.

    આ પણ વાંચો:   જામનગરના એસટી કર્મચારીને શ્રેષ્ઠ કામગીરી બદલ મળ્યું પ્રથમ ઈનામ

    આ મંદિરે છેલ્લા 15 વર્ષથી દર્શનાર્થે આવતા શીતલબેનનું કહેવું છે કે હજારેશ્વર મંદિરે ભગવાન શિવજીના દર્શન કરવાથી મનને શાંતિ મળે છે. આ મંદિર પાછળનો ઇતિહાસ પણ ખુબ જ પૌરાણિક છે. અહીં બિરાજમાન શિવલિંગના દર્શન કરવાથી ભક્તોના તમામ દુઃખ-દર્દ મટી જાય છે. શ્રાવણ માસ દરમિયાન અમે દરરોજ શિવજીને ભોગ ચડાવવા આવીએ છીએ.શ્રાવણ માસ નિમિતે માત્ર જામનગરના જ નહીં પરંતુ દેશવિદેશમાથી ભક્તો એક હજારેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે. અહીં ભક્તોની ખુબ જ ભીડ જોવા મળી રહી છે. ખાસ ઝળ અને બીલીપત્રનો જળાભીષેક કરવામાં આવે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Jamnagar City, Jamnagar News, Lord shiva, Rain in Jamnagar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन