Home /News /jamnagar /Jamnagar: જામનગરમાં ભગવાન મહાવીર સ્વામીને સોનાની વરખ અને ફૂલોની આંગી કરાઈ

Jamnagar: જામનગરમાં ભગવાન મહાવીર સ્વામીને સોનાની વરખ અને ફૂલોની આંગી કરાઈ

ભગવાન મહાવીર સ્વામી

પર્યુષણના પર્વ દરમિયાન પાંચમાં દિવસે ભગવાન મહાવીર સ્વમી જનકલ્યાણક મહોત્વ હોઈ છે, આ દિવસે જિનાલયોમાં માતા ત્રિશલાદેવીને આવેલા 14માં સ્વપ્નનું વાંચન કરવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામીના જન્મ પહેલા માતા ત્રિશલાદેવીને આવેલા 14 સ્વપ્ન ઉતરાયા હતાં

વધુ જુઓ ...
    Sanjay Vaghela, Jamnagar: જામનગરમાં પર્યુષણ પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે. પર્યુષણના પાંચમાં દિવસે મહાવીર સ્વામી જનકલ્યાણક મહોત્સવ હતો જેથી જૈન મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. જેમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ખાસ કરીને દેરાસરમાં માતા ત્રિશલાદેવીને આવેલા 14માં સ્વપ્નનું વાંચન કરવામાં આવ્યું હતું. આ સિવાય દરરોજ ભગવાન મહાવીર સ્વામિની આંગી કરવામાં આવી હતી, જે જોવા મળતી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો. ઉલ્લેખનીય છે કે જૈનોમાં પર્વાધીરાજ પર્યુષણ પર્વનું ખુબ જ મહત્વ છે.



    પર્યુષણના પર્વ દરમિયાન પાંચમાં દિવસે ભગવાન મહાવીર સ્વમી જનકલ્યાણક મહોત્વ હોઈ છે, આ દિવસે જિનાલયોમાં માતા ત્રિશલાદેવીને આવેલા 14માં સ્વપ્નનું વાંચન કરવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામીના જન્મ પહેલા માતા ત્રિશલાદેવીને આવેલા 14 સ્વપ્ન ઉતરાયા હતાં, આથી પર્યુષણના પાંચમાં દિવસે જૈન શ્રાવક-શ્રાવિકાઓની હાજરીમાં આ 14 સ્વપ્નની ઉછામણી કરવામાં આવી હતી. જન કલ્યાણક મહોત્વ નિમિતે જૈન મંદિરોમાં જિનબિંબોમાં સવિશેષ આંગી કરવામાં આવે છે જેના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

    તો જામનગરમાં જનકલ્યાણક મહોત્સવ નિમિતે પેલેસ દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીને સોનાની વરખ અને ફૂલોની આંગી કરવામાં આવી હતી. અને માતા ત્રિશલા દેવીને આવેલા 14 સ્વપ્નોની પ્રતિકૃતિ અને પારણુ બનાવી દર્શનાર્થે રાખવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો:  Ganpati Mahotsav in Jamnagar: આ પ્રજાપતિ પરિવાર વર્ષોથી બનાવે છે ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ, જાણો શું છે વિશેષતા

    જૈનોમો મોટો તહેવાર એટલે પર્યુષણ, જેણે કેટલાક લોકો દસ લક્ષણા તરીકે પણ સંબોધે છે. પર્યુષણનો અર્થ 'સાથે આવવું' એટલે કે જોડાવવું થાય છે. સાધુ સાધ્વીજીઓ ચાર માસના કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે. આથી જૈન લોકો જિનાલયોમાં ભગવાન મહાવીર સ્વામિની પુજા કરે છે અને અહીં કીર્તન કરે છે. દસ દિવસ સુધી ચાલતા આ પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો કલ્પ સૂત્ર, તત્વર્થ સૂત્રનું વાંચન અને પઠન કરે છે. તો આ દસેય દિવસ દેરાસરોમાં ભક્તિભાવ પૂર્વક ભગવાન મહાવીર સ્વામિને યાદ કરવામાં આવે છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Jamnagar News, Jamnagar Samachar, જામનગર, જામનગર સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन