Union
Budget 2023

Highlights

Home /News /jamnagar /Jamnagar News: જામનગરના દરબારગઢમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું, વ્યાજખોરો સામે 80 કેસ નોંધવામાં આવ્યાં

Jamnagar News: જામનગરના દરબારગઢમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું, વ્યાજખોરો સામે 80 કેસ નોંધવામાં આવ્યાં

પોલીસે લોકદરબાર યોજી લોકોને વ્યાજખોરોની ઓપીડી સોંપવા માટે અપીલ કરી હતી.

Jamnagar News: જામનગરમાં રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવે દરબારગઢના ચોકમાં લોકો વચ્ચે જઈ લોકદરબાર યોજાયો હતો અને વ્યાજખોરોને પોલીસની ઓપીડી સુધી પહોંચાડવા અપીલ કરી હતી.

  કિંજલ કારસરીયા, જામનગર: જામનગરમાં રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવે દરબારગઢના ચોકમાં વ્યાજખોરો સામે લોકો વચ્ચે જઈ લોકદરબાર યોજાયો હતો અને વ્યાજખોરોને પોલીસની ઓપીડી સુધી પહોંચાડવા અપીલ કરી ઓપરેશન કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

  20થી વધુ લોકોની ફરિયાદ સાંભળી


  ગુજરાત સરકાર દ્વારા વ્યાજખારો સામે લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે જામનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા પણ અગાઉ વ્યાજખોરીના ત્રાસથી કંટાળેલા લોકોને સાંભળી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે જામનગરના આગેવાનો અને લોકો વચ્ચે લોકદરબાર યોજી વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો સાથે ન્યાયપૂર્વક કાર્યવાહીની ખાતરી આપી લોકોને સાંભળ્યા હતા અને 20થી વધુ લોકોની સ્થળ ઉપર ફરિયાદો સાંભળી જાહેરમાં કાર્યવાહી કરાશે તેવી ખાતરી પણ આપી હતી.


  80 જેટલા કેસ નોંધવામાં આવ્યાં


  રાજકોટ રેન્જમાં અત્યાર સુધી 300 લોકદરબાર યોજી 80 જેટલા વ્યાજ વટાવના કેસો નોંધવામાં આવ્યા છે અને 150 જેટલા વ્યાજખોરોની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે જામનગરમાં દરબારગઢના ચોકમાંથી અગ્રણીઓ અને લોકોની વચ્ચે લોકદરબારમાં સંબોધન કરતા આઈજી અશોકકુમાર યાદવે રાજ્ય સરકારની વ્યાજ વટાવનો ભોગ બનેલા લોકોની વ્હારે આવવાની મૂહિમને જામનગર જિલ્લામાં પણ કડકાઈથી આ મુદ્દે ધ્યાન અપાશે તેવી ખાતરી આપી હતી અને વ્યાજના વિષચક્રમાં લોકોને પઠાણી ઉઘરાણી કરતા તત્વો સામે ખૂલીને એક વાર પોલીસની ઓપીડી સુધી પહોંચાડવા અપીલ કરી તેઓનું ઓપરેશન પોલીસ કરશે તેવી ખાતરી આપી હતી. જો જરૂર પડ્યે ઇન્કમટેક્સ અને ઈડીની પણ મદદ લઇ આખરી કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું છે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Jamnagar Crime, Jamnagar News, Jamnagar Police

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन