બીજી બાજુ દરરોજ હજારોની સંખ્યામાં લોકો શિવરાજપુર બીચની મુલાકાત લઇ કુદરતના અદભુત સૌંદર્યનો નજારો નિહાળી રહ્યા છે. અહીંનું બ્લુ કલરનું શાંત અને સ્વચ્છ પાણી તથા સૂર્યાસ્ત અને સૂર્ય ઉદયનો અદભુત નજારો નિહાળવા વિદેશીઓ સહિત હજારો લોકો મુલાકત લઇ રહ્યા છે.
Kishor chudasama, jamnagar: દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામે આવેલા બીચને બ્લુ ફ્લેટ નીચેનો દરજ્જો મળતાની સાથે જ યાત્રાધામ દ્વારકાના પ્રવાસ ક્ષેત્ર બમણા વેગતી પ્રગતિ કરી રહ્યું છે. બીજી તરફ વિકાસના ઉજળા સંજોગો હોવાથી હાલ આ બીચ પર જમીન મકાનના ભાવમાં પણ મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં માત્ર બેથી ત્રણ વર્ષના ટૂંકા ગાળામા જ જમીનના ભાવ 8 ગણાં વધી ગયા છે અને રોકાણકારો પણ આ દિશામાં આગળ વધવા આકર્ષાયા છે.
એકરના 1 કરોડ સુધી ભાવ
બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ જામનગરના બિલ્ડર હમીરભાઈ ભરવાડિયાએ જણાવ્યું કે શિવરાજપૂર બીચ પર ધંધા અને રોજગારી વ્યાપક પ્રામાણમાં જોવા મળી રહી છે. કેમલ રાઈડ, સ્કુબા ડ્રાઇવ, પરા ડ્રાઇવ સહિત ખાણી પીણીની નાની મોટી દુકાનો ધોમ ચાલી રહી છે.
પરિણામે જમીનના ભાવ પણ આસમાનને આંબી રહ્યા છે. બીચને બ્લુ ફ્લેગનો દરરજો મળતાની સાથે જ ભાવ ઊંચકાયા છે અને આજુબાજુની રોડ ટચ 1 એકર જમીન 70 લાખથી માંડી 1 કરોડના ભાવે વેંચાઈ રહી છે. ઉપરાંત અંદર 10 લાખથી માંડી 15 લાખ રૂપિયા એકરના ભાવ ચાલી રહ્યા છે. જે અગાઉ માત્ર બેથી ત્રણ લાખમાં વેંચાતી હતી.
ઉનાળાના આગમનની સાથે જ પ્રવાસીઓમાં વધારો
બીજી બાજુ દરરોજ હજારોની સંખ્યામાં લોકો શિવરાજપુર બીચની મુલાકાત લઇ કુદરતના અદભુત સૌંદર્યનો નજારો નિહાળી રહ્યા છે. અહીંનું બ્લુ કલરનું શાંત અને સ્વચ્છ પાણી તથા સૂર્યાસ્ત અને સૂર્ય ઉદયનો અદભુત નજારો નિહાળવા વિદેશીઓ સહિત હજારો લોકો મુલાકત લઇ રહ્યા છે. હાલ શિવરાજપુર બીચનો વિકાસ સોળે કળાએ ખીલી રહ્યો છે. સરકાર દ્વારા બીચના વિકાસ માટે કરોડો રૂપિયાના કામોના આયોજન હાથ ધર્યા છે. તો કરોડો રૂપિયાના કામો આયોજન અને પ્રગતિ હેઠળ છે.જેના પરિણામે આ બીચની આજુબાજુમાં જમીનોના ભાવમાં પણ મોટા પાટે ઉછાળો જોવા મળી રહ્યો છે.આવી સ્થિતિ વચ્ચે હવે ઉનાળાના આગમનની સાથે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ શિવરાજપૂરની મુલાકાતે જઈ રહ્યા છે. જ્યા નહાવા સાથે ખાણી પીણીની મોજ માણી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.જેમાં દિવનો ઘોઘલા બીચ અને બીજો દ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો હતો ત્યારબાદ તેની લોકપ્રિયતા પણ વધી છે.