Home /News /jamnagar /Jamnagar: આઠ વર્ષની ઢીંગલી જ્યારે વાર્તા કરે એટલે એમ થાય કે સાંભળ્યા જ રાખીએ, જુઓ વીડિયો!

Jamnagar: આઠ વર્ષની ઢીંગલી જ્યારે વાર્તા કરે એટલે એમ થાય કે સાંભળ્યા જ રાખીએ, જુઓ વીડિયો!

X
જામનગરમા

જામનગરમા આવેલ વુલનમિલ કન્યા તાલુકા શાળા ગિજુભાઈ બધેકાના જન્મદિવસની નિમિતે વાર્તા

ધોરણ 3માં અભ્યાસ કરતી જોશી વિભૂતિએ વાર્તા કથનમાં પોતાની કાલીઘેલી અને આગવી છટાથી રાજ્યભરમાં પ્રથમ આવી હતી.

    Kishor chudasama, Jamnagar: જામનગરમા આવેલી વુલનમિલ કન્યા તાલુકા શાળા દ્વારા બાળકોમાં રહેલી શુષુપ્ત શક્તિને બહાર લાવવા માટે અવાર નવાર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે નિપુણ ભારત અંતર્ગત ગિજુભાઈ બધેકાના જન્મદિવસની નિમિતે વાર્તા કથન સ્પર્ધા યોજાઈ હતી. ત્યારે આ સ્પર્ધામાં ધોરણ 3 માં અભ્યાસ કરતી જોશી વિભૂતિએ વાર્તા કથનમાં પોતાની કાલીઘેલી અને આગવી છટાથી રાજ્યભરમાં પ્રથમ આવી હતી.

    ધોરણ વાઇસ સ્પર્ધા યોજાઈ

    વુલનમિલ કન્યા તાલુકા શાળાના આચાર્ય રાજેશભાઈ બારોટ દ્વારા ધો. 1 અને 2ની વાર્તાકથન સ્પર્ધામાં ચુડાસમા પ્રિયાબા અને ધો. 3 થી 4 માં જોષી વિભુતિએ ધો. 6 થી 9માં ફટાણીયા નંદનીએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. તમામ ઝોન અને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે હતા.


    સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા સ્વાગત

    ત્યારબાદ ઇડર ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ધો.3 માં અભ્યાસ કરતી જોષી વિભુતિએ ભાગ લીધો હતો. આ દરમિયાન રાજ્યભરના સ્પર્ધકોની સરખામણીએ યશસ્વી પ્રદર્શન કરી અને વિભુતિએ રાજય લેવલે પ્રથમ નંબર હાંસલ કર્યો હતો. આમ વિભૂતિએ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી શાળા અને પોતાના પરિવારનું નામ રોશન કરતા શાળા પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
    First published:

    Tags: Local 18, જામનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો