જામનગરમાં કમ્પાઉન્ડની દીવાલ પાસે આવેલ સરકારી ખરાબાની ખુલ્લી જગ્યામાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. ઊચ્ચ પોલીસ કર્મીની હાજરીમાં રૂપિયા 1.33 કરોડની કિંમતનો દારૂના જથ્થાનો નાશ કરાયો હતો.
Kishor chudasama, Jamnagar: ગુજરાતમાં કહેવાથી દારૂબંધી વચ્ચે બુટલેગરો બેફામ દારૂનું વેચાણ કરી રહ્યા છે. અનેક વખતે બુટલેગરો પોલીસ ઝપટે ચડતા હોય છે ત્યારે આજે પોલીસ દ્વારા જામનગર શહેરમાં જુદા જુદા સ્થળોએ ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આજે સવારે 11:00 કલાકે શહેરના સિવિલ એરપોર્ટ પાસે સીઆઈએસએફ કમ્પાઉન્ડની દીવાલ પાસે આવેલ સરકારી ખરાબાની ખુલ્લી જગ્યામાં બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.ઊચ્ચ પોલીસ કર્મીની હાજરીમાં રૂપિયા 1.33 કરોડની કિંમતનો દારૂના જથ્થાનો નાશ કરાયો હતો.
દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું
જામનગર પોલીસ દ્વારા દારૂના દુષણને અટકાવવાકાર્યવાહી કરાઈ રહી છે. જેના ભાગરૂપે શહેરમાં સીટી એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આજે જુદી જુદી બ્રાન્ડના ઈંગ્લીશ દારૂની કુલ 33,861 બોટલનો નાશ કરવામાં આવ્યો હતો.
33861 બોટલ દારૂનો જથ્થો નાશ કરાયો
પોલીસ મથક વાઇસ વાત કરવામાં આવે તો રેલવે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલ 2355 બોટલ કિંમત રૂપિયા 2.42.775 તથા સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરાયેલ 9547 બોટલ જેની કિંમત રૂપિયા 41, 22, 980 ની કિંમતનો દારૂ અનેસીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપાયેલા રૂપિયા 54, 99 290ની કિંમતના દારૂની 13161 બોટલનો નાશ કરવામાં આવ્યો હતો એજ રીતે સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરાયેલરૂપિયા 34,54, 600ની કિંમતનો 8798 બોટલ દારૂનો નાશ કરાયો હતો.આમ કુલ 1.33 કરોડની કિંમતનો 33861 બોટલ દારૂનો જથ્થો નાશ કરાયો હતો.
અધિકારીઓ રહ્યા હાજર
આ તકે સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી. ગજ્જર, તથા સીટી બી ડિવિઝનના પીઆઇ તથા સીટી સી ડિવિઝનના પીઆઇ જે. એન. ચાવડા સહીતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.