Home /News /jamnagar /

Jamnagar: જાણો કેવી રીતે કરવું PM Kisan યોજના માટે આધાર e-KYC અને આધાર સિડિંગ

Jamnagar: જાણો કેવી રીતે કરવું PM Kisan યોજના માટે આધાર e-KYC અને આધાર સિડિંગ

 PM Kishan યોજના અંગે માહિતી

પી એમ કિસાન PM Kisan યોજનાનો ખેડૂતોને યોજનાનો સરળતાથી આપી શકાય તે માટે બધા જ ખેડૂત લાભાર્થીઓનું આધાર e-KYC અને આધાર સીડીંગ ફરજિયાત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા અંગે ખેડૂતોને સરળ શબ્દોમાં અહીં સમજાવવામાં આવશે.

    Sanjay Vaghela, Jamnagar: આપણા કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ તૈયાર કરવામાં આવતીકાલે હોઈ છે. આજના ડિજિટલ યુગ (Digital age) માં હવે તમામ માહિતી આંગળીના ટેરવે આવી ચુકી છે. દુરગમ ગામડાઓમાં ખેતરમાં કામ કરતા ખેડૂતો પાસે મોબાઈલ અને ઈન્ટરનેટની સુવિધા તો પહોંચી જ ચુકી છે. ત્યારે સરકાર (Government) દ્વારા પણ આ ખેડૂતો સુધી વિવિધ યોજનાઓ અંગે માહિતી પહોંચાડવી ખુબ જ સરળ બન્યું છે. એટલે ખેડૂતો (Farmers) ઘર બેઠાં યોજનાનો લાભ લઇ શકે તે માટે તમામ યોજનાની માહિતી ઈન્ટરનેટ પર મૂકી છે, એટલું જ નહીં ઘણી એવી સુવિધા શરુ કરવામાં આવી જેની મદદથી ખેડૂતોને સરકારી કચેરીના ધક્કા પણ ખાવા નહીં પડે. ત્યારે કૃષિલક્ષી યોજનાઓ (Agricultural schemes) ના લાભો સરળતાથી મળી રહે તે માટે તમામ ખેડૂતોને 31મી પહેલા આધાર e-KYC અને આધાર સિડિંગ કરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ માટેની તમામ પ્રક્રિયા વહેલી પૂર્ણ કરવા તંત્રની અપીલ કરવામાં આવી છે.

    કેવી રીતે કરવું આધાર અપડેટ?

    પ્રાપ્ત માહિતી પ્રમાણેપી એમ કિસાનPM Kisan યોજનાનો ખેડૂતોને યોજનાનો સરળતાથી આપી શકાય તે માટે બધા જ ખેડૂત લાભાર્થીઓનું આધાર e-KYC અને આધાર સીડીંગ ફરજિયાત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા અંગે ખેડૂતોને સરળ શબ્દોમાં અહીં સમજાવવામાં આવશે. જેમ કે ઈન્ટરનેટ પર કેવી રીતે આ અપડેટ કરવું.

    જે ખેડૂતો આ પ્રક્રિયા પુર્ણ કરવા ઇચ્છતા હોઈ તેઓએ સૌપ્રથમ OTP મોડ દ્વારા પી.એમ.કિશાન પોર્ટલ પર https://pmkisan .gov.in/NewHome3.aspx વેબસાઈટ ખોલવાની રહેશે, ત્યાર બાદ હોમ પેજ ખુલશે. જેમાં જમણી બાજુએ નીચેની તરફ આવેલા ફોર્મર્સ કોર્નર-Farmers Corner માં આવેલા e-KYC બટન દબાવવાથી આધાર નંબર માંગતું બોક્સ ખૂલશે.

    નોંધી લો આ સંપૂર્ણ માહિતી

    ત્યારબાદ જે બોક્સ ખુલ્યું તેમા ખેડૂતોએ પી.એમ.કિસાન યોજનામાં રજીસ્ટર કરાવેલ આધાર નંબર અને ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાથી રજીસ્ટર મોબાઇલ નંબર પર એક OTP આવશે. તે સબમિટ કરવાથી આગળની e-KYCની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. આમ આગળ પ્રમાણે અથવા પી.એમ.કિસાન એપ પરથી લાભાર્થીઓ દ્વારા આધાર e-KYC કરી શકાશે. અથવા બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન સુવિધા કોમન સર્વીસ સેન્ટર (CSC) માં જઈને પણ આધાર e-KYC કરાવી શકશે.

    આ પણ વાંચો: ભરતસિંહનું વિવાદિત નિવેદન: રામ મંદિર માટે ભેગી કરેલી શિલાઓ પર શ્વાન પેશાબ કરતાં હતાં

    આ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્ટ આધાર સાથે સીડીંગ કરવામાં આવેલ ના હોય તે તમામ લાભાર્થી ખેડૂતોએ પોતાની લગત બેંકની શાખામાં જઇને આધાર સીડીંગ કરાવવા અને જે ખેડૂતોએ આધાર અને બેંક સાથે પોતાના મોબાઈલ નંબર રજીસ્ટર ના કરાવ્યા હોય, તેમણે તે પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

    આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી માટે ભાજપનો માસ્ટર સ્ટ્રોક: 12 હજાર વિસ્તારકો બેઠકોનું માઈક્રો પ્લાનિંગ કરશે

    વધુમાં ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે e-KYC ની પ્રક્રિયા તારીખ 31 મે, 2022 સુધીમાં પૂર્ણ કરવી પડશે. આ સિવાય યોજનાનો લાભ સતત ચાલુ રાખવા માટે આ પ્રક્રિયા ફરજીયાત છે આથી ખુબ જ ઝડપથી તમામ પ્રક્રિયા પતાવી લેવી. આ સાથે વધુ માહિતી તેમજ સહાયતા માટેપી એમ કિસાનહેલ્પ લાઈનPM-Kisan Helpline No: 011-24300606,155261 નો સંપર્ક કરવા વિનંતી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર