Home /News /jamnagar /જામનગરના વાલ્કેશ્વરી નગરીમાં રહેતા વકીલના ઘરમાં થયેલ લાખોની ચોરીનો ભેદ LCBએ ઉકેલી કાઢ્યો

જામનગરના વાલ્કેશ્વરી નગરીમાં રહેતા વકીલના ઘરમાં થયેલ લાખોની ચોરીનો ભેદ LCBએ ઉકેલી કાઢ્યો

લાખોની ચોરીનો ભેદ LCBએ ઉકેલી કાઢ્યો

Jamnagar: વકીલના ઘરમાં થયેલ લાખોની ચોરીનો ભેદ LCBએ ઉકેલી કાઢ્યો છે, જામનગર LCBએ પરપ્રાંતીય ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે, જામનગરથી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ તેમજ જમ્મુ કાશ્મીર સુધી તપાસનો દોર ચાલ્યો હતો.

  કિંજલ કારસરીયા,જામનગર: વાલ્કેશ્વરી નગરીમાં વકીલના ઘરમાં થયેલ લાખોની ચોરીનો ભેદ LCBએ ઉકેલી કાઢ્યો છે. જામનગરથી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ તેમજ જમ્મુ કાશ્મીર સુધી તપાસનો દોર લંબાવી જામનગર LCBએ પરપ્રાંતીય ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 20 લાખના મત્તા સાથે કુખ્યાત પારઘી ગેંગના ત્રણ શખ્સને ઝડપી ચોરીમાં સંડોવાયેલા વધુ ત્રણ શખ્સોને ઝડપવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

  જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં વસવાટ કરતા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ રાજેશભાઈ અનંતરાય શેઠ અને તેમના પરિવારજનો શ્રાવણ મહિનામાં સાતમ-આઠમના તહેવારો દરમિયાન બહારગામ જવાના હતા. તે કાર્યક્રમ અંતર્ગત તારીખ 19થી તારીખ 23 ઓગસ્ટ દરમિયાન તેમનો બંગલો બંધ કરી આ પરિવાર બહારગામ ગયો હતો. ત્યારે તેમના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદરનો દરવાજો કોઈ હથિયાર વડે તોડી નાખી ચોરી કરી લેવાઈ હતી. તે બંગલા પાસેથી પસાર થતાં એક આસામીએ બંગલાનું બારણું ખૂલું જોઈ રાજેશભાઈને તેની જાણ કર્યા પછી આ પરિવાર જામનગર આવવા રવાના થઈ ગયો હતો અને તે દરમિયાન જ પોલીસને જાણ કરી દેવાઈ હતી જેના પગલે પોલીસ કાફલો ધસી ગયો હતો.

  આ પણ વાંચો:  નાની બચત યોજનાના રોકાણકારોને દિવાળીની ભેટ, સરકારે વ્યાજદરમાં કર્યો વધારો

  પરિવારે અંદર કરેલી તપાસમાં એક ઓરડામાં પડેલા કબાટ તેમજ તિજોરીમાંથી સોનાના પાટલા, બંગડી, ચેન, હાર, વીંટી, બ્રેસલેટ, લક્કી, ચાંદીના દાગીના, ઘડિયાળ અને રૂપિયા ૨૨ લાખ રોકડા એમ કુલ મળી રૂપિયા ૩૪ લાખ ૨૭ હજારની મત્તાની ચોરીની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ હતી. આ ચોરીની ચાલી રહેલી તપાસમાં એલસીબીને પણ સાથે જોડાવવા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ આદેશ કર્યા હતો. ઈન્ચાર્જ PI કે.જે. ભોયેના વડપણ અને સિટી Dysp જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ LCBના PSI આર.બી. ગોજીયા અને PSI સી.એમ. કાટેલીયાના માર્ગદર્શન હેઠળ બે ટૂકડી તપાસમાં લાગી હતી.

  ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરાતા આ શખ્સોના સગડ મધ્યપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશ અને જમ્મુ કાશ્મીર સુધી નીકળ્યા હતા તેથી આ શખ્સોનું પગેરુ દબાવવામાં આવ્યું હતું. જેમાં મધ્યપ્રદેશના અશોકનગર, વિદિશા, ઉજ્જૈન, ગુના જિલ્લા ઉપરાંત ઉત્તરપ્રદેશના અલ્હાબાદ અને જમ્મુ કાશ્મીરના જમ્મુમાં કેટલાક સગડ પ્રાપ્ત થયા હતા. તેને પોલીસ ટીમ ફોલો કરી રહી હતી અને તેમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને જમ્મુની પોલીસે નોંધનીય સહયોગ આપ્યો હતો. એલસીબી ટીમે ત્યાંથી મધ્યપ્રદેશના અશોક નગર જિલ્લાના રાજુ રામદાસ મોગીયા, અજય વિષ્ણુ પારધી, ચાવલા બાબુરામ મોગીયા નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. આ શખ્સોની તલાશી લેવાતા તેના કબજામાંથી રૂપિયા૧૫ લાખ ૫૧ હજારના ૩૩ તોલા દાગીના, રૂપિયાસાડા ચાર લાખ રોકડા, ચાંદીની પંદર ગીની, આઠ ઘડિયાળ, બે મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૦ લાખ ૨૦ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

  ઉપરોક્ત ત્રણેય શખ્સોને એલસીબી કચેરીએ ખસેડી શરુ કરાયેલી પૂછપરછમાં આ શખ્સો મધ્યપ્રદેશની કુખ્યાત પારઘી ગેંગના સદસ્ય હોવાનું અને તેઓએ અગાઉ તેલંગાણા, વિજયવાડા, ગનાવરમ, ગુટુ, મંગલગીરી, અશોકનગર, શીપરી, વિદિશા જિલ્લામાં ચોરીઓ કરવા ઉપરાંત જામનગરમાં પણ વાલકેશ્વરી નગરીમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે. આ શખ્સોની પૂછપરછમાં મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના મંગલ માંગીલાલ મોગીયા, સમીર રમેશભાઈ મોગીયા અને વિમલાબાઈ બાબુરામ મોગીયા નામના સાગરિતોના નામ પ્રાપ્ત થયા છે.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: LCB, LCB Police

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन