Home /News /jamnagar /Jobs News: સૈનિક સ્કૂલ બાલાચડીમાં બહાર પડી ભરતી, પગાર 30 હજારથી વધુ, વાંચો સંપૂર્ણ વિગત

Jobs News: સૈનિક સ્કૂલ બાલાચડીમાં બહાર પડી ભરતી, પગાર 30 હજારથી વધુ, વાંચો સંપૂર્ણ વિગત

સૈનિક સ્કૂલ બાલાચડીમાં ગુજરાતી વિષયમાં TGT (ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર) ના પોસ્ટ મા

જામનગર ખાતે આવેલી સૈનિક સ્કૂલ બાલાચડીમાં ખાલી પદો માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.30, 000 જેટલા ઊંચા પગારે ભરતી કરવામાં આવી રહી છે.

Kishor chudasama jamnagar: જામનગર ખાતે આવેલી સૈનિક સ્કૂલ બાલાચડીમાં ખાલી પદો માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.30, 000 જેટલા ઊંચા પગારે ભરતી કરવામાં આવી રહી છે. જેમાં ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાતી વિષયમાં TGT (ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર) ના પોસ્ટ માટે ભરતી કરાશે.

આ લાયકાત હોવી ફરજિયાત

મુખ્ય વિષય તરીકે ગુજરાતી સાથે સ્નાતક તેમજ માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સંબંધિત વિષયમાં B.Ed ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલ હોવું ફરજિયાત છે. અથવા BA./B.Ed પ્રાદેશિક કોલેજ ઓફ એજ્યુકેશનમાંથી મુખ્ય વિષય તરીકે ગુજરાતમાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ હોવા આવશ્યક છે.



ઉપરાંત CBSE સંલગ્ન અંગ્રેજી માધ્યમ શાળામાં 2 વર્ષના અધ્યાપન અનુભવ, તેમજ ઉચ્ચ લાયકાત, એનસીસી/સ્પોર્ટ્સ/એક્સ્ટ્રા-કરીક્યુલર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉમેદવાર 21 થી 35 વર્ષની ઉંમર ધરાવતો હોવો જોઈએ.

ક્યારે યોજાશે ઇન્ટરવ્યૂ

વોક-ઇન ઇન્ટરવ્યુ તા. 28 ફેબ્રુઆરી 2023 (મંગળવાર) ના રોજ સવારે 10 : 00 કલાકે યોજાશે. ઇચ્છુક ઉમેદવારોએ બાયોડેટા અને તમામ દસ્તાવેજો, સાથે સાદા કાગળ પરની અરજી તેમજ ફોટો કોપીનો એક સેટ ઇન્ટરવ્યૂ સમયે રજૂ કરવાનો રહેશે. ટેસ્ટ / ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે કોઈ TA DA સ્વીકાર્ય નથી. વધુમાં શાળા વહીવટીતંત્ર વહીવટી તંત્રની સૂચનાના કારણોસર ખાલી જગ્યાને રદ કરવાનો અધિકાર હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.
First published:

Tags: Job, Local 18, Vacancy, જામનગર