Home /News /jamnagar /જામનગરનો ચેતવણી રૂપ કિસ્સો! 'મોત' સાથે ફોટોગ્રાફીનો Live video, રેલવે ટ્રેક ઉપર એક્ટીવા સાથે ફોટોગ્રાફી કરવી યુવકને ભારે પડી
જામનગરનો ચેતવણી રૂપ કિસ્સો! 'મોત' સાથે ફોટોગ્રાફીનો Live video, રેલવે ટ્રેક ઉપર એક્ટીવા સાથે ફોટોગ્રાફી કરવી યુવકને ભારે પડી
video પરથી તસવીર
જામનગરના હરીયા કોલેજ નજીક આવેલા રેલવે ટ્રેક પર ભર બપોરે એક યુવક રેલવે ટ્રેક ઉપર એક્ટીવા ચડાવીને ફોટોગ્રાફી કરી રહ્યો હતો. ત્યારે અચાનક એક ટ્રેન આવી ચડી હતી અને ટ્રેન એક્ટીવાને અડફેટે લધું હતું.
કિંજલ કારસરીયા, જામનગર: યુવાનો હવે ફોટોગ્રાફી (Photography) માટે ભાન ભૂલીને અવનવા કરતબો કરતાં થયા છે. પરંતુ આ કરતબો ક્યારેક ભારે પણ પડી શકે છે. આવું જ કંઈક જામનગરમાં (Jamnagar) બન્યું હતું. જ્યાં યુવાન રેલવે ટ્રેક (Railway track) ઉપર પોતાની એકટીવા ગાડી સાથે ફોટોગ્રાફી માટે ગયો હતો. જોકે, રેલવે ટ્રેક ઉપર ફોટોગ્રાફી કરવી યુવકને ભારે પડી ગઈ હતી. ફોટોગ્રાફી કરતા સમયે અચાનક ટ્રેન આવી ગઈ હતી. અને એક્ટીવાને અડફેટે લીધું હતું.
એક તરફ ટ્રેનની પણ ફુલ સ્પીડ નથી આવતી હોય છે તેવામાં આ વાત પણ ક્યારેક ભારે પડી શકે છે પરંતુ આ કિસ્સામાં જામનગરના હરીયા કોલેજ નજીક આવેલા રેલવે ટ્રેક પર ભર બપોરે મોટી ખાવડીથી રાજકોટ તરફ જઇ રહેલી માલગાડી આવી રહી હતી.
ત્યારે જ એક યુવક પોતાની ટુ-વ્હીલર લઈને ત્યાં રેલવે ટ્રેક પર હતો અને બીજી તરફ થી માલગાડી આવી પહોંચી હતી. ક્યારે યુવકને ભાગવું ભારે પડયું હતું પરંતુ તેમની GJ-10-CL-9297 નંબરની એક્ટિવા ગાડી રેલવે એન્જિન હડફેટે ચડી ગઈ હતી.
હાલ સૌરાષ્ટ્રમાં જામનગર સહિત જુદા જુદા રેલવે લાઈન પર હાલ રેલવેનો લેવલ ક્રોસિંગ અવેરનેસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે જેથી ડ્રાઇવર અને ગાર્ડ પણ એલર્ટ હતા. જેથી રેલવે ટ્રેક પર આ સમગ્ર ઘટનાને લઇને તાત્કાલિક ઈમરજન્સી બ્રેક મારી હતી જેને લઇને મોટી દુર્ઘટના ટળી હતી.
આ ઘટનામાં એકટીવા ગાડીમાં ભારે નુકસાન થયું હતું અને સમગ્ર ઘટનાને લઈને રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર ગુજરાતમાં યુવાનો હવે સેલ્ફી અને ફોટોગ્રાફીના ચક્કરમાં ભાન ભૂલતા હોય છે ત્યારે ફરી એકવાર જામનગરમાં યુવાને ગાડી સાથે રેલવે ટ્રેક પર ફોટો પાડવા ગયો હતો.
અને જોતજોતામાં જ રેલવે ટ્રેક પર અચાનક જ ટ્રેન આવી ગઈ ત્યારે ભાગવું પણ ભારે થઈ પડયું હતું અને માંડ માંડ બચી શકાયું હતું તેવામાં ભાગ્યે જ બચાવ થતો હોય છે ત્યારે આ કિસ્સો અન્ય લોકો માટે પણ ચેતવણી રૂપ છે.